જલ્સા કરોને જેંતીલાલ

મેરેજમાં જતા પહેલા આ રીતે કરો મેક અપ, ચમકી ઉઠશે તમારો ફેેસ…

લગ્નમાં કે કોઈ પાર્ટીમાં જવાનું છે, તો કરો આવી રીતે મેકઅપ પળવારમાં બદલાય જશે તમારો દેખાવ…. લગ્ન એટલે કે ખૂબ મોટી પાર્ટી અને પાર્ટી, મેકઅપ અને આઉટફિટ વગર તો અધૂરી જ છે.દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે બધાની વચ્ચે સારા દેખાય.

image source

નવેમ્બર મહિનામાં લગ્નની મોસમ શરૂ થઈ જાય છે. લગ્ન એટલે કે એક પછી એક પાર્ટી જ થઈ જાય છે અને મેકઅપ અને સારા આઉટફિટ વિના લગ્નની મોસમ પુરી થાય જ નહીં. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પાર્ટીમાં બધા કરતા સારા દેખાય. હવે પાર્ટીમાં સારું દેખાવા માટે ફક્ત નવા કપડાં જ પૂરતા નથી. આ માટે આપને એક સારું આઉટફિટ અને વ્યવસ્થિત મેકઅપની પણ જરૂર હોય છે. લગ્નમાં જવા માટે જે મેકઅપ કરો છો તેમાં કોઈ ચૂક ના થઇ જાય એ માટે આજે આપને તેની યોગ્ય રીત જણાવીશું.

બેસ મેકઅપ:

image source

સૌપ્રથમ મોશ્ચરાઇઝર, ફાઉન્ડેશન અને પ્રાઈમર સાથે આપના મેકઅપની શરૂઆત કરવી. ખૂબ વધારે વસ્તુઓનો ઉપયોગ ના કરવો. હવે જ્યારે બેસ લાગી જાય પછી કન્સિલર અને લુઝ પાઉડર લગાવવો. પાઉડર બલ્સ પોતાના ચેહરાને સજાવો.

આઈ મેકઅપ:

image source

આઈ મેકઅપ કરતા પહેલા અમુક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો આપની આંખો મોટી છે તો ખૂબ ઘાટું કાજલ કે આઈ લાઈનર લગાવવું જોઈએ નહીં. પણ જો આપની આંખો નાની છે તો ઘાટું કાજલ અને આઈલાઈનર લગાવી શકો છો. કાજલ અને આઇલાઈનર પેહલા મેટાલિક ગ્લિટરનો ઉપયોગ કરવો. આઈશેડ લગાવ્યા પછી કાજલ અને આઈલાઈનર નો ઉપયોગ કરવો.

લિપ મેકઅપ:

image source

જો આપ ગ્લિટર આઈશેડોનો ઉપયોગ કર્યો હોય તો ચમકદાર આંખોની સાથે લિપશેડ ન્યુટ્રલ રાખવો. લીપશેડ માટે આપ કોરલ અને બેઝ કલરનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારના લિપ કલરને ખૂબ વ્યવસ્થિત રીતે લગાવવો.

હેર સ્ટાઇલ:

image source

આપની હેર સ્ટાઇલ પણ પુરી પર્સનાલિટીને બગાડી શકે છે. એટલેજ હંમેશા આપના ડ્રેસ અને પોતાના ચેહરા અનુસાર જ હેરસ્ટાઇલ પસંદ કરવી. જેમનો ચેહરો ગોળ હોય તેમને પોતાના વાળ ખુલ્લા રાખવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version