ચોકર નેકલેસ પહેરવાથી મળે છે એકદમ હટકે લુક, આ રીતે કરો ટ્રાય તમે પણ…

દિન-પ્રતિદિન જ્વેલરીમાં અનેક ઘણી નવી ફેશન આવતી હોય છે. જો તમે આજે કોઇ લેટેસ્ટ જ્વેલરી વસાવો છો તો તે કાલે જૂની થઇ ગઇ હશે. આમ, કહી શકાય કે જેમ દિવસ બદલાય છે તેમ જ્વેલરીમાં પણ અનેક પ્રકારના બદલાવ આવે છે. જો આજની ફેશન જ્વેલરીની વાત કરીએ તો આજકાલ માર્કેટમાં ચોકર બહુ પ્રચલિત છે. ચોકર નેકલેસ પહેલાંનાં રાણી-મહારાણી પહેરતાં હતાં. એટલે ચોકર નેકલેસને તમે બીજી જ્વેલરીની જેમ વિન્ટેજ ફેશન પણ કહી શકો. ચોકર નેકલેસની ફેશન હંમેશાં એવરગ્રીન છે, પણ હમણાં-હમણાં એ વધારે ટ્રેન્ડમાં છે.ચોકર નેકલેસને હાંસડી પણ કહેવામાં આવે છે. બેઝિકલી નેકમાં પહેરવાની વસ્તુને ચોકર નેકલેસ કહેવાય. નેકલેસ અને ચોકર નેકલેસમાં એ જ ફરક છે કેનેકલેસ નેકની નીચે સુધી હોય, પણ ચોકરગળાને એકદમ ટાઇટ પહેરવાનો હોય છે, જેના કારણે એ તમારા ગળા પર ફિટ બેસે છે. આજકાલ બ્રાઇડચોકર નેકલેસ અનેનેકલેસ બન્ને સાથે પહેરી રહી છે. એથી એનો લુક સૌથી યુનિક લાગે. ચોકરના હેવી લુકને કારણે એને પ્રસંગોમાં વધારે પહેરવામાં આવે છે.

માત્ર લગ્નજેવા મોટા પ્રસંગોમાં પહેરવામાં આવતા ચોકર નેકલેસ હવે પાર્ટી, રિસેપ્શન અનેબીજા નોર્મલ ફંક્શનમાં પણ મહિલાઓની પહેલી પસંદ બની ગયો છે. ચોકર નેકલેસમાં ત્રણ ટાઇપ જોવા મળે છે. ચોકર નેકલેસમાં એક છે સ્મોલચોકર નેકલેસ, બીજો મીડિયમ ચોકર નેકલેસ અને ત્રીજો છે હેવી ચોકર નેકલેસ. સ્મોલ ચોકર નેકલેસ તમને એકદમ લાઇટ લુક આપે છે, જેને તમે પાર્ટીઓમાં કે પછી નાના ફંક્શનમાં અથવા દૂરના પ્રસંગમાં પહેરીશકો છો. મીડિયમ ચોકર નેકલેસ બહુ લાઇટ પણ નહીં અને બહુ હેવી પણ નહીં એવો ન્યુટ્રલલુક આપે છે, જેને તમે તમારા નજીકના પ્રસંગોમાં પહેરી શકો છો. હેવી ચોકર નેકલેસ બહુ હેવીલુક આપે છે જે નોર્મલી દુલ્હન પહેરતી હોય છે.ચોકર નેકલેસમાં તમને એનિમલની ડિઝાઇન પણ જોવા મળે છે. ચોકર નેકલેસ કુંદન, ગોલ્ડ, સિલ્વર, મોતી, ઇમિટેશન, કોપર, મીનાકારી વર્ક, છપાઈ એટલે એમ્બોસ વર્ક, વિલાન્દી, ફિલિગ્રી વર્ક અને જડાઈ વર્કમાં જોવા મળે છે. અમુક ચોકર નેકલેસમાં તમને એન્ટિક વર્ક પણ જોવા મળે છે. ચોકર નેકલેસ જોવા પરથી એવોલાગે કે એ પર્ટિક્યુલર ગળા માટે બનતો હશે. પણ નહીં, ચોકર નેકલેસના દેખાવ પરન જાઓ, કેમ કે એ ફ્લેક્સિબલ છે જે કોઈના પણ ગળામાં પર્ફે‍ક્ટ બેસી જાય છે.ચોકર નેકલેસમાં વિવિધ સ્ટાઇલ જોવા મળે છે. ચોકર નેકલેસમાં ઘણી બધી સ્ટાઇલ આવે છે. હમણાં નવી સ્ટાઇલ નીકળીછે જે અર્ધ ગોળાકાર હોય છે અને જ્યાં ગોળાકારનો ભાગ કટ થાય છે ત્યાં બન્નેબાજુ ચેઇન હોય છે. આ ચેઇન લાંબી હોય છે. આ સિવાય ચોક રનેકલેસમાં તમને સાદુંસિમ્પલ જોઈતું હોય તો માત્ર પેન્ડેન્ટ પણ મળે છે. ચોકર નેકલેસમાં એવી પેટર્ન પણ આવે છે જેમાં ચોકર નેકલેસ-કમ-નેકલેસ પણ આવે છે જે તમારા ગળાનોઉપરનો ભાગ પણ થોડો કવર કરે છે અને તમારા ગળાનો ભાગ પણ થોડો કવર થાય છે. એવાચોકર નેકલેસ પણ મળે છે જે એક પટ્ટી હોય છે જે તમને બેલ્ટ જેવા લાગે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ફેશન માટેની વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી