જાણો તમારા ચહેરાના ફેસકટ પ્રમાણે કેવી ઇયરરિંગ્સ તમને કરશે સૂટ…

છોકરીઓને ઇયરરિંગ્સ પહેરવી ખૂબ જ ગમતી હોય છે. મોટાભાગની છોકરીઓ તેમના ડ્રેસિંગ પ્રમાણે ઇયરરિંગ્સ મેચ કરતી હોય છે. જો કે ઇયરરિંગ્સ પહેરવાથી લુક આખો જ ચેન્જ થઇ જાય છે. કોઇ પણ છોકરી નવો ડ્રેસ કે પછી કોઇ વેસ્ટર્ન લાવે તો તરત જ પહેલા તેની ઇયરરિંગ્સ લેવાનુ વિચારતી હોય છે. આમ, ઇયરિંગ્સ પાછળ તે અનેક ઘણો ખર્ચો પણ કરી લેતી હોય છે.

જો તમે કોઇ પણ ડ્રેસ સાથે કોઇ પણ કલરની ઇયરરિંગ્સ મેચ કરીને પહેરો છો તો તે જરા પણ સારી લાગતી નથી. માટે જરૂરી છે કે, કપડાને મેચિંગ કરીને જ ઇયરરિંગ્સ પહેરવી. આમ, કેટલીક છોકરીઓને હંમેશા એ ચિંતા તેમજ ડર સતાવતો હોય છે કે, તેમના ચહેરાના આકાર પ્રમાણે તેમને કેવી ઇયરરિંગ્સ વધારે સૂટ કરશે. આ બાબતની ચિંતા થાય એ પણ સાચી વાત છે કારણકે જો તમે તમારા ચહેરાના શેપ પ્રમાણે ઇયરરિંગ્સ નથી પહેરતા તો તે તમારા લુકને બગાડીને મુકી દે છે. આમ, જો તમે પણ આ બાબત વિશે અનેક ઘણા વિચારો કરી રહ્યા છો તો હવે તમારે કોઇ પણ ખોટા વિચારો કરવાની જરૂર નથી કારણકે આજે અમે તમને જણાવીશું કે તમારા ચહેરાના શેપ પ્રમાણે તમને કેવી ઇયરરિંગ્સ સારી લાગશે.

લંબગોળ ચહેરો

  • આફેસકટ સૌથી સારો અને દરેક ચીજ સૂટ કરે એવો હોય છે.
  • સોફ્ટ શેપ જેવા કે ટિયરડ્રોપ્સ, મોતી, સ્ટડ અને કોઈ પણ લંબગોળ શેપના સ્ટોનવાળાં ઇયરરિંગ્સ એના પરસારાં લાગશે.
  • અહીં એ ધ્યાન રાખો કે ઇયરરિંગ્સની ડિઝાઇન એવી હોય જે તમારામાથાની સાઇઝ અને બોડી-સ્કેલ સાથે બેલેન્સ થાય.

હાર્ટ શેપ ચહેરો

આચહેરો લંબગોળ ચહેરાથી ઘણો મળતો આવે છે, પણ એ ગાલથી નીચેના ભાગમાં સાંકડોઅને દાઢી પોઇન્ટેડ હોય છે તેમજ કપાળ પહોળું હોય છે.

  • આવો ચહેરો ધરાવતીસ્ત્રીઓએ એવાં ઇયરરિંગ્સ પહેરવાં જે બોટમમાં પહોળાં હોય. લંબગોળ, ત્રિકોણકે ડ્રોપ શેપ તમારા માટે પર્ફેક્ટ રહેશે. તમે વધુ ટ્રેન્ડી લુક માટેપિરામિડ સ્ટાઇલનાં ઇયરરિંગ્સ પણ પહેરી શકો છો.

ચોરસ ચહેરો

  • ચોરસચહેરો ધરાવતી વ્યક્તિએ નાની સાઇઝનાં ગોળ શેપનાં તેમજ મોટા લંબગોળ શેપનાંઇયરરિંગ્સ પસંદ કરવાં.
  • તમારે એવાં ઇયરરિંગ્સ પસંદ કરવાં જેની પહોળાઈ એનીલંબાઈ કરતાં વધારે હોય.
  • ગોળ ચહેરોતમારેલાંબાં ઇયરરિંગ્સ પહેરવાં જોઈએ, જેનાથી તમારો ચહેરો થોડો વધુ લાંબો લાગેઅને ફેસને થોડો એન્ગલ મળે.
  • લાંબાં, અણીદાર અને લટકતાં ઇયરરિંગ્સ તમારા ફેસપર સારાં લાગશે. ઝૂમકાવાળા, મોટા અને થોડી બોલ્ડ ડિઝાઇનવાળા સ્ટડ પણ તમારાચહેરા પર સારા લાગશે.
  • ઇયરરિંગ્સ ખરીદતા પહેલા રાખો આ ખાસ ધ્યાન

જ્યારે તમે કોઇ ઇયરરિંગ્સ ખરીદવા જાવો છો તો ખાસ ધ્યાન એ બાબતનુ રાખો કે, જે ઇયરરિંગ્સ હાથમાં પકડતા તમને તેનુ વજન લાગતુ હોય તેવી ઇયરરિંગ્સ લેવાનુ ટાળો, કારણકે તે તમારા કાનને અમુક અંશે નુકસાન પહોંચાડી શકે છે. આ માટે બને ત્યાં સુધી વજનમાં હલકી ઇયરરિંગ્સ લેવાનો જ આગ્રહ રાખો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ફેશન સંબંધિત વાતો અને લેટેસ્ટ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી