વોટ્સઅપ : એક પરિવર્તન

મિત્રો આજકાલ સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે. સમાજમાં પરિવર્તન,અત્યારની જનરેશનમાં પરિવર્તન.તો આ પરિવર્તન પાછળનું કારણ શું હોઈ શકે ? ક્યારેય વિચાર આવ્યો છે??

અત્યારનો યુગ ટેક્નોલોજીનો યુગ છે.આ ઈન્ટરનેટ અને કોમ્પ્યુટરનો યુગ ગણી શકાય.અત્યારે જોવો તો સ્માર્ટ ફોન અને એન્ડ્રોઈડ ફોનનાં યુઝરો દિવસેને દિવસે વધતાં જાય છે. ઈ-કોમર્સ અને એમ-કોમર્સથી આ દુનિયા સાવ નાની થઈ ગઈ છે.આ ટેક્નોલોજીનાં આ પરિબળો આ પરિવર્તન થવામાં ખુબ જ સહયોગી રહ્યા ગણાય. અત્યારે પોતાને પણ ખુબ સરળતા રહે છે.

એક મેસેન્જર એપ્લીકેશન છે તે વોટ્સઅપ. આવી તો ઘણી એપ છે. જેવીકે ફેસબુક, હાઈક, જે.આઈ.ઓ, આઈ.એમ.ઓ, ટ્વીટર, સ્કાયપ વગેરે… અત્યારે  જેનો વધારે પડતો ઉપયોગ થાય એની જ વાત કરું તો એ એપ્લીકેશન છે એ વોટ્સઅપ છે.આ એપ્લીકેશનમાં લોકો જાત જાતનાં બધાંજ પ્રકારનાં ગ્રુપ બનાવે છે.જેના ઉપયોગથી લોકોને આનંદ મળે છે.અને નવું નવું જાણી પણ શકે  છે પોતાનાં ઘર પર બેઠા બેઠા જ અધી જ માહિતી મેળવી શકે છે.અને જોડે જોદે વાતચીત કરવાનાં ચેટ ગ્રુપ તો ખરા જ. અને જોડે જોડે એજ્યુકેશન ગ્રુપ,શાયરી ગ્રુપ,ધર્મ માટેનાં ધાર્મિક ગ્રુપો, 7Fન મેળવવાં માટેનાં 7Fનધારા ગ્રુપ,કવિ હોય તો કવિ સંમેલન ગ્રુપ જેમાં સાહિત્યની જ વાતો હોય.અલગ અલગ ગ્રુપો સાથે જોડાઈને લોકો  7Fન સાથે ભરપુર આનંદ માણી રહ્યાં છે.આ તો થયા ફાયદાઓ અણ કહેવાય છે કે જેટલા સારા પાસા હોય એટલા ખરાબ પાસા પણ હોય જ છે. આ બધી જ એપનાં ગેરફાયદા પણ છે જ માટે થોડું સાવચેત રહેવુ પણ જરૂરી જ છે. “ચેતતા નર સદા સુખી ”.

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

આપણા સમાજ માટે મોટું પરિવર્તન કહી શકાય. જે નાં પ્લસ પોઈન્ટ પણ છે.વર્તમાનનું જ ઉદાહરણ જોઈએ તો આ આવી અનેક મેસેન્જર એપ્લીકેશનથી લોકો એકબીજાની ખુબ નજીક આવ્યાં છે. એક બીજાને ઓળખતા નથી કે ક્યારેય જોયા પણ હોતા નથી.તો પણ એક સ્વજન જેવી આત્મિયતાથી બંધાઈ જાય છે.એક વોટ્સઅપ ગ્રુપનાં મેમ્બર ની જ વાત કરુ તો મે મારી નઝર સમક્ષ જોયેલી વાત યાદ આવે છે. એક કવિ મિત્ર કૃણાલ રાજપુત(હમરાઝ) અને સોનિયા ઠક્કર નામની આ બંને  વ્યક્તિ વોટ્સઅપનાં મિત્રો છે. કૃણાલભાઈ અમદાવાદ રહે છે અને એક ખાનગી કંપનીમાં જોબ કરે છે.જ્યારે સોનિયા બહેન ભરૂચ રહે છે. અને ગુજરાતી વિષય પર પી.એચ.ડી કરી રહ્યાં છે.સોનિયાબહેનને .ખાતે ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે સ્થાયી ત્રણ દિવસની તાલિમ હતી.એટલે ગાંધીનગર આવેલાં એટલે કૃણાલભાઈ સોનિયાબહેનને અને હુ અમે એકબીજાને મળ્યાં.બંને જણે સગાં જ ભાઈ બહેન હોય એવું મને લાગ્યું થોડીવારતો.ઘરની,સુખ દુખની,વાતો કરી જેમ માં તેનાં સંતાનની નાની નાની વાતોનું ધ્યાન રાખે  એમ જ સોનિયાબહેન કૃણાલભાઈ માટેભરૂચથી દવાઓ,નાસ્તો બધું જ લઈ આવેલા.ખાલી 20 મિનિટ મળ્યાં પણ જ્યારે છૂટા પડ્યાં ત્યારે એક સાસરે રહેતી દિકરી કેમ પિયરથી આવેલ સ્વજનને વિદાય આપતી વખતે આખોમાંથી અશ્રુ વહે એવી જ રીતે સોનિયાબહેનની આંખોમાંથી આસું સરી પડ્યાં.હું થોડીવાર તો સ્તબ્ધ જ થઈ ગઈ.મને વિચાર આવ્યો કે નથી કોઈ સ્વાર્થ,નથી કોઈ સ્નેહી,નથી ક્યારેય એકબીજાને જોયા છતાં પણ આટલી બધી લાગણી, આટલો બધો વિશ્વાસ.કેમ?

મિત્રો, આ તો એક જ ઉદાહરણ છે. આવા તો કેટલાય ઉદાહરણો તમારી સામે હશે જ.તમે ક્યારેય વિચાર્યુ છે.અત્યારનું આ સૌથી મોટું પરિવર્તન ગણાવી શકાય જે આપણે સ્વીકારવાનું જ રહ્યું.આ પરિવર્તન આવવાનું કારણ શું છે?? આને માટે કોણ જવાબદાર છે? જવાબ  ક્યાંય નહી મળે કારણ કે આપણે ખુદ જ જવાબદાર છીએ.

સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ.સમયનો અભાવ,પ્રેમની હુફનો અભાવ. મનુષ્ય એક સામાજીક વ્યક્તિત્વ ધરાવે છે. સમાજ સાથે રહેવા વષોથી ટેવાયેલો છે.એને લાગણી,પ્રેમ,હુફ અને પોતાનાં વિચારોને સમજી શકે એવા પોતાનાં સ્વજનની જરૂર કાયમી રહે જ છે.અત્યારે વ્યસ્ત જીવનશૈલીમાં વ્યક્તિ પોતે પોતાનાં પરિવારને સમય  આપી શકતા નથી હોતા.આ જ કારણ જવાબદાર છે.અને આ જ કારણથી આજની યુવાપેઢી આવી એપની મદદ્થીજ પોતે એક પોતાનું ફેમિલી બનાવે છે જે પોતાને સમજી શકે,જેને પોતાનાં બધાં જ વિચારોની આપ લે કરી શકે. જો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો આપણે ભલે વ્યસ્ત હોય પણ ઘરનાં વડીલોનો પ્રેમ,લગણી, હુંફ બાળકોને પુરી પાડી શકે છે.આ સંયુક્ત કુટુંબમાં રહેવાનો ફાયદો છે. અત્યારની યુવા પેઢી ખુબ જ હોશીયાર છે.એ આવી વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘરે બેઠા બેઠાં જ બધી જ માહિતી મેળવી રહી છે.આ પરિવર્તન ને જો યોગ્ય લેવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ સાબિત થશે.

 

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

– તૃપ્તિ ત્રિવેદી