તરબૂચનું રિફ્રેશિંગ જ્યુસ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી સાથે તરબૂચના ખાવાથી ફાયદાઓ વિષે જાણો…….

તરબૂચનું રિફ્રેશિંગ જ્યુસ અને તરબૂચના ફાયદાઓ

તરબૂચ નો માત્ર એક ગ્લાસ થી તમારા શરીર ને તેમજ તમારી ત્વચા અને વાળ ને ખુબ જ ફાયદારૂપ છે.

તરબૂચ એ એક એવું ફ્રુટ છે. જે નાના મોટા બધા ને પસંદ હોય છે. તરબૂચ ખાવા થી ઉનાળા ની ગરમી માં શરીર જ નહિ પરંતુ સ્કીન પણ તરોતાજા થઇ જાય છે. તરબૂચ નું જ્યુસ બનાવવું ખુબ જ સરળ અને જલ્દી થી બનતું જ્યુસ છે.

તરબૂચ માં એ બધી જ વસ્તુઓ આવેલી છે કે છે આપણને ખુબજ ગરમી થી બચવામાં મદદરૂપ બને છે.

તરબૂચ તો આપણે ખાઈએ છીએ. પરંતુ કેમ ખાઈએ છીએ તે ખબર હોય તો ખાવા ની મજા જ અલગ હોય છે.

શરીર માં તરબૂચ ના ફાયદાઓ:

તરબૂચ આપણા શરીર માં પાણી તેમજ ઈલેક્રોલાઈટ ની જરૂરિયાત ને પૂરી પાળે છે.

૧૦૦ગ્રામ જેટલા તરબૂચ માં ૩૦ જેટલી જ કેલેરી આવેલી હોય છે. એટલે બધા જ તેને લઇ સકે છે. જે લોકો ડાયટ કરતા હોય તેના માટે આ ઓછી કેલેરી વાળું તરબૂચ નું જ્યુસ એકદમ પરફેક્ટ છે.

આપણા શરીર ને રોજ ૧૦૦૦માઈક્રોગ્રામ વિટામીન A ની જરૂર પડે છે. અને તરબૂચ માં ભરપુર પ્રમાણ માં વિટામીન A આવેલું હોય છે.

તરબૂચ થી આપણી સ્કીન પણ ખુબ જ ફ્રેશ અને તારો-તાજા રહે છે.

તરબૂચ થી હાડકાઓ પણ મજબુત બને છે.

તરબૂચ ખાવા થી નિંદ્રામાં પણ વધારો થાય છે અને અરમ દાયક નિંદ્રા પણ મળે છે.

સોંદર્યમાં તરબૂચના ફાયદાઓ :

તરબૂચ માત્ર ખાવા માં જ ઉપયોગી નથી પરંતુ તેને સ્કીન ઉપર પણ લગાવી શકાય છે.

જેની સ્કીન ડ્રાય હોય તે તરબૂચ ને મધ જોડે મિક્ષ કરી ને લગાડવા થી ખુબ જ ફાયદો થઇ છે.

ખીલ થતા હોય તો તરબૂચ ના જ્યુસ ની મસાજ કરવાથી ફાયદારૂપ બને છે. તેના માટે સૌપ્રથમ ચેહરાને સ્વરછ પાણી થી ધોઈ લો. ત્યાર બાદ તેને કોટન ના કપડાં વડે સાફ કરી લો. ત્યાર બાદ રૂ લઇ તેમાં તરબૂચ નું જ્યુસ માં બોળી મસાજ કરી ૧૦-૧૫ મિનીટ પછી ધોઈ નાખો.

જો સ્કીન તૈલીય હોય તો તરબૂચ તમારા કામ નું છે. તરબૂચ માં રહેલો વિટામીન A તમારી ત્વચા ના કોષ ને નાના કરી દે છે. જેથી સ્કીન માં ફાયદારૂપ બને છે.

વાળમાં તરબૂચના ફાયદાઓ :

વાળ નો ગ્રોથ વધારવા માટે તરબૂચ ખુબ જ મદદ રૂપ બને છે.

વાળ ના ગ્રોથ માટે માથા પર લોહી નું પરિભ્રમણ ખુબ જ જરૂરી છે. તરબૂચ માંથી મળતા તત્વો પાથી માં લોહી નું પરિભ્રમણ કરવામાં ખુબ જ જરૂરી છે.

તરબૂચ ને ક્રશ કરી વાળ માં પાથીએ પાથીએ નાખવાથી વાળ ને ખુબ જ પોષક મળે છે.તરબૂચ ના આટલા ફાયદાઓ જોયા પછી મન થઇ ગયું હશે ને રોજ ઉનાળા માં એક ગ્લાસ તો તરબૂચ નું જ્યુસ પીવું જ જોઈએ તો ચાલો બનાવીએ તરબૂચ નું રિફ્રેશિંગ જ્યુસ.

સામગ્રી:

  • ૧ નંગ તરબૂચ,
  • ૧/૨ ચમચી નમક,
  • ૧/૨ ચમચી સંચર,
  • ૧/૨ ચમચી મરી પાઉડર,
  • ૧ ચમચી ખાંડ(તરબૂચ મીઠું ના હોય તો જ ઉમેરવી),

રીત:

સૌપ્રથમ આપણે તરબૂચ ની ચીર કરી તેના બીજ કાઢી લઈશું. ત્યાર બાદ તેની છાલ કાઢી તેના નાના નાના કટકા કરી લઈશું.હવે આપણે તેને બ્લેન્ડર ની મદદ થી જ્યુસ બનાવીશું. તમે મિક્ષ્ચર નો ઉપયોગ પણ કરી શકો છો.હવે આપણે તેમાં ટેસ્ટ માટે ઉમેરીશું નમક, સંચર, મરી પાઉડર. જરૂર લાગે તો તેમાં સાકર કે ખાંડ પણ ઉમેરી શકો છો. આમ તો તરબૂચ મીઠું હોય એટલે ખાંડ કે સાકર ની જરૂર પડતી નથી.હવે તેને બ્લેન્ડર ની મદદ થી તરબૂચ અને મસાલા મિક્ષ કરી લેવા. જેથી બધું જ પ્રોપર મિક્ષ થઇ જાય અને ટેસ્ટ સરસ આવે. જ્યુસ માં પાણી નાખવાની કોઈ જરૂર રેહતી નથી પરંતુ જો જ્યુસ આછું કરવું હોય તો પાણી કે બરફ પણ ઉમેરી શકાય છે.જ્યુસ તૈયાર થઇ ગયા બાદ તેને એક ગ્લાસ માં કાઢી લઈશું. અને ઉપર થી તેમાં સંચર કે મરી-પાઉડર છાંટી શકીએ છે.તો તૈયાર છે ખુબ જ લાભદાયી અને ઉનાળા માં શરીર ને તાજગી આપતું તરબૂચ નું જ્યુસ. જે માત્ર શરીર ને જ નહિ પરંતુ વાળ તેમજ સોંદર્ય ને નિખારવા માં પણ મદદ રૂપ છે.

નોંધ: તરબૂચ નું જ્યુસ કઈ પણ ઉમેર્યા વગર માત્ર બરફ નાખી ને પણ બનાવી શકાય છે. પરંતુ બધું ઉમેરવાથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી