ગાડી સાફ કરવા આ ભાઇ નથી વાપરતા બિલકુલ પાણી, કરે છે આ જોરદાર ટેકનિકનો ઉપયોગ, જાણીને તમને પણ થશે આશ્વર્ય

તમે સાંભળ્યુ?એક એવી વ્યક્તિકે જે પોતાની ગાડી પાણીના એક ટીપાંનો પણ ઉપયોગ કર્યા વગર સાફ કરે છે..જે જાણ્યા પછી તમે પણ ઘણા આશ્ચર્યચકિત થઇ જશો..

એવું કહેવામાં આવે છે કે “ કોઇ પણ તરસ્યા માણસ માટે પાણીનું એક ટીપું એ ઘણા બધા સોનાના કોથળાની કિંમત કરતાં પણ વધારે હોય છે.” આ કહેવત અત્યરના જમાનામાં વધુ સારી રીતે બંધ બેસે છે. જ્યાં વધુ વિકાસ કરવા શહેરી સ્થળો જળસ્રોતોને ઘટાડી રહ્યા છે અને તકનીકી દ્વારા ઘણા લોકો આ સમસ્યાને ઘટાડી પણ રહ્યાં છે. તેના ઉપયોગથી તેઓ બીજીપણ ઘણી વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે.

image source

આવો જાણીએ એવા જ એક વિશિષ્ટ વ્યક્તિ વિશે! મહારાષ્ટ્રના નીતિન શર્માએ પણ કંઈક આવું જ કામ કર્યું છે. ૩૬ વર્ષના આ ઉદ્યોગસાહસિક એ ‘ગો વોટરલેસ’ નામની પોતાની એક કંપની શરૂ કરી છે. આ એવી મોટી પહેલ તેમણે કરી છે, જે લોકોને કાર ધોવામાં મદદ કરવા માટે તેના ઘરે જાય છે. તે અત્યારે મુંબઇ અને નાગપુરમાં પોતાનું આ કાર્ય કરી રહી છે. નીતિને એક પ્લાન્ટ-બેસ્ટ હાઈ લુબ્રિકેંટ સ્પ્રેની શોધ કરી છે, જે પાણીનું એક પણ ટીપું બગાડ્યા વિના કોઈપણ વાહનની સપાટી પરથી ધૂળના રજકણોને દૂર કરી નાંખે છે.

નીતિન શર્મા કહે છે, “પાઇપ દ્વારા જો તમે ઘરે તમારી ગાડીને ધોવો તેમાં લગભગ 80 થી 90 લિટર પાણીનો ઉપયોગ થાય છે, અને જો પાઇપની જગ્યાએ કોઈ ડોલનો ઉપયોગ કરો તો તેમાં 40 લિટર પાણીનો ઉપયોગ થતો હોય છે. તેજ ગાડીને જો તમે સર્વિસ સ્ટેશને ધોવડાવતાં હોવ તો તેમાં કુલ 200 લિટર જેટલા પાણીનો ઉપયોગ થાય છે. તથા જો આપણે પાણીના આ જથ્થાનો ગુણાકાર ભારતની કુલ કાર સાથે કરીએ તો ભારતમાં કુલ 23 કરોડથી પણ વધારે ગાડીઓ છે. આમ આના ગુણાકારમાં માત્રને માત્ર પાણીના બગાડનો જ આંકડો મળશે. પરંતુ “ગો વોટરલેસ” સાથે મળીને આપણે ધારીએ તો જે પાણી નો બગાડ કર્યો છે તેને બચાવી શકીએ છીએ.”

image source

અત્યારે 23 લોકો “ગો વોટરલેસ”ની ટીમનો ભાગ બનેલા છે અને તેમના ૧૦૦૦ જેટલા ગ્રાહકો પણ છે. તેઓ કહે છે, “હું ફ્રેન્ચાઇઝી મોંડેલ દ્વારા મારા કાર્યોમાં વધારો કરીને પાણી બચાવવા માટે વધુને વધુ લોકોને પ્રોત્સાહિત કરવા માંગુ છું. અમારી સૌથી વધુ નવીન આવ્રુત્તિ નાગપુરમાં હતી. આ સિવાય હું બુકિંગ માટે એક એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ પ્રકાશિત કરવાની યોજના બનાવી રહ્યો છું.”

શરૂઆત

આપણે ત્યાં દર વર્ષે ઉનાળા દરમિયાન પાણીની તીવ્ર તંગીનો અનુભવ કર્યા પછી, નીતિન અને તેની પત્ની ક્ષમા શર્માએ “ગો વોટરલેસ” શરૂ કરવાનું વિચાર્યુ હતું. “એન્ટરપ્રાઇઝ રિવોલ્યુશન વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ” હેઠળ ઓક્ટોબર ૨૦૧૯ માં આ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. રાજસ્થાનના “ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન” (આઈએએસઈ)માંથી નીતિને તેની બી.બી.એનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યાર પછી તેમણે પિતાનો ઓટોમોબાઈલનો વ્યવસાય સંભાળી લીધો હતો. તેઓ છત્તીસગઢમાં મિકેનિક વર્કશોપનું સંચાલન કરી રહ્યા હતા. તે વર્કશોપમાં લોકોને કારની તમામ પ્રકારની બેટરી અને તમામ પ્રકારની કાર સેવાઓ આપી રહ્યા હતા.

એક વખત ઉનાળા દરમિયાન તેણે જોયું કે બોરવેલમાં પાણી જ નથી. તેમણે કહ્યુ કે “ત્યારે અમે પાણી વિના ઘણાં મુશ્કેલીમાં પડી ગયાં હતાં. જેમાં અમે અમારા ગ્રાહકોની કોઈપણ કાર ને ધોઈ શક્યા જ્ નહીં. તેથી બધાં ગ્રાહકોને આ પરિસ્થિતિ સમજાવી અને માફી માંગવી પડી હતી. દર વર્ષે એકજ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કર્યા પછી, મેં તેનું નિરાકરણ શોધવાનું નક્કી કર્યું. હું સંશોધન કરી રહ્યો હતો અને ત્યારબાદ મેં વિચાર્યું કે જ્યારે પણ વાહન ધોવામાં આવે છે, ત્યારે પાણીનો ઘણો જથ્થો ગટરમાં જતો હોય છે. ત્યારે જ મારા મગજમાં “ગો વોટરલેસ”નો વિચાર આવ્યો હતો.

image source

દરેક ટીપાનું મહત્વ

૨૦૧૭માં, નીતિને નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્લાન્ટ આધારિત લુબ્રિકેંટથી બનેલા સ્પ્રેને બનાવવા માટે કેટલાક રાસાયણિક ઇજનેરોની મદદ લીધી હતી. એપ્લાઇડ ફિઝિક્સ અને સુપર મોલેક્યુલર રસાયણ વિજ્ઞાન જેવા વિષયોના પ્રયોગો અને તેને ઉંડાણપૂર્વકના અભ્યાસમાં એક વર્ષનો સમય લાગ્યો હતો, ત્યાર પછી નીતિને એક લુબ્રિકેંટ સ્પ્રેની શોધ કરી કે જે પાણીનો ઉપયોગ કર્યા વિના કારમાંથી તમામ ગંદકી ને દૂર કરી શકે.

તે પછી તેમણે મુંબઇમાં પોતાનું એક સાહસ શરૂ કરવા અને “ગો વોટરલેસ”ના તેમના સપનાને પૂરું કરવા માટે, તેની પત્ની અને તેના પરિવાર પાસેથી નીતિને ૧૦ લાખ રૂપિયાની મદદ લીધી હતી. તેના ઉત્પાદન માટે જરૂરી સામગ્રી અને છોડને તેણે બ્રાઝિલથી મંગાવ્યા. એક કારને સાફ કરવા માટે લગભગ ૧૦૦ એમએલ સ્પ્રેની જરૂર હોય છે અને હજી સુધી આ કંપનીમાંથી લગભગ ૧૦૦૦ લિટર સ્પ્રેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ સ્પ્રે પર્યાવરણને અનુકૂળ તેમજ બિન-કાટરોધક પણ છે. તેથી તમે આ સ્પ્રેનો ઉપયોગ તમામ જગ્યાએ કરી શકો છો.

image source

નીતિન શર્મા કહે છે કે , “સૌથી મહત્વની વાત એ છે કે આમાં પાણીનો ઉપયોગ જરાપણ થતો નથી, તેથી હું આશા રાખું છું કે આ શરૂઆત લોકોની કાર ધોવાની રીતને બદલી નાખશે.” તે કહે છે, “મારી આ યુક્તિ સરળ હતી. હું વધુમાં વધુ લોકો સુધી મારી આ યુક્તિને પહોંચાડવા માંગતો હતો. તેથી, મેં એક વેબ પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે, જ્યાં કોઈપણ ઓનલાઇન કાર સાફ કરવા બુકિંગ કરી શકે છે.”

“ઓનલાઇન બુકિંગની ખાતરી થયા પછી, પ્રશિક્ષિત વ્યક્તિને લુબ્રિકન્ટ સ્પ્રેનો ઉપયોગ કરીને ઓટોમોબાઈલ સાફ કરવા માટે તે સ્થાન પર રવાના કરવામાં આવે છે. જ્યાં તે કાર પડી હોય છે. તેના ઘટકોની એડહેસિવ પ્રકૃતિ એવી છે કે બધા ધૂળના રજકણોને સરળતાથી સાફ કરી શકે છે.” “ગો વોટરલેસ” કારની સંપૂર્ણ કાર સફાઈ માટે ૪૪૯ રૂપિયા, અને માત્ર બહારના ભાગની સફાઈ માટે ૨૪૯ રૂપિયા લે છે. આ બંને કામગીરી માટેની પ્રમોશનલ ઓફર અત્યારે અમલમાં છે.

image source

કિંમતી સંસાધનનું સંરક્ષણ

છેલ્લા કેટલાક મહિનાઓથી ૩૫ થી વધુ રહેણાંક વસાહતો અને મંડળીઓ “ગો વોટરલેસ”ની સેવાઓનો નિયમિત ઉપયોગ કરી રહી છે. નાગપુરમાં ગજાનંદ એપાર્ટમેન્ટ તેમાંનું એક છે. તે સોસાયટીના સેક્રેટરી રાકેશ સિંહ કહે છે, “નાગપુરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગી હતી. જો કે આ સ્રોતનો વધારાનો વપરાશ અહીં રહેતા તમામ લોકોના હાથેથી જ થાય છે અને મને લાગ્યું કે પાણી બચાવવું એ લોકોની સામૂહિક જવાબદારી કહેવાય. જ્યારે મેં પહેલી વાર પાણી વિના કાર સાફ કરવાની આ સેવા વિશે સાંભળ્યું, ત્યારે હું વિશ્વાસ જ કરી શક્યો નહીં. પરંતુ જ્યારે તેઓએ મને ડેમો આપીને બતાવ્યુ, ત્યારે હું તેઓનો માત્રને માત્ર વખાણ જ કરતો રહ્યો. ગજાનંદ એપાર્ટમેન્ટ્સમાં ૨૭ ફ્લેટસ્ છે અને તેમાંથી મોટાભાગના “ગો વોટરલેસ”ની કાર સાફ કરવાની સેવાનો લાભ લઇ રહી છે. મને ખાતરી છે કે આ શરૂઆત ખૂબ આગળ વધશે અને જો મોટા પાયે અપનાવવામાં આવશે તો ઘણા પાણીની બચત કરવામાં મદદ મળશે. “

image source

જો ઝડપથી વધતા શહેરીકરણ વિશે જોવામાં આવે તો તે જળ સઁસાધનનોનો ભાર વધારી રહ્યો છે. આવી જગ્યાએ ત્યાં “ગો વોટરલેસ” જેવી પહેલ પાણીનો બચાવ કરવામાં મદદ કરી શકે છે. એક અહેવાલ મુજબ, ૨૦૨૫ સુધીમાં, બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ સહિત ભારતના ૨૧ જેટલા શહેરોમાં ભૂગર્ભ જળ ખાલી થઇ જવાનું જોખમ રહેલું છે. પરંતુ મુશ્કેલી અહીંયા પૂરી થતી નથી. આ વાત ઉપરનું એક સંશોધન એમ પણ કહે છે કે દેશમાં ૬૦૦ મિલિયન લોકો પાણીના ભયાનક સંકટનો સામનો કરી રહ્યા છે અને ૨૦૧૮થી પાણીની તંગીના કારણે લગભગ બે લાખ લોકો પોતાના પ્રાણ ગુમાવી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિ આવવાનું એક મોટું કારણ એ છે કે તેનો બેદરકાર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યોછે. એક એવું અનુમાન પણ છે કે દરેક વ્યક્તિ ઘરમાં દરરોજ સરેરાશ ૧૩૫ લિટર પાણીનો ઉપયોગ કરે છે. જેમાં કાર અને અન્ય વાહનો ધોવા માટે વપરાતા પાણીની માત્રા પણ વધારે જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ