પાણીને સાફ કરવાના કૂદરતી ઉપાય.. વાંચો અને શેર કરો…

પાણી એ સમગ્ર પૃથ્વી પર વસતા દરેક પ્રાણીના અસ્તિત્ત્વનો આધાર છે. તમે ભોજન વગર એક મહિના સુધી જીવીત રહી શકો છો, પણ જળ વગર તમે એક અઠવાડિયાથી વધારે જીવી નહીં શકો. પાણી જીવન છે, પણ પાણી આપણા માટે જેટલું જરૂરી છે તેટલું તેનું સ્વચ્છ તેમજ શુદ્ધ હોવું પણ જરૂરી છે.

આજે પાણીને સ્વચ્છ કરવાનો તેમજ તેને શુદ્ધ રાખવા માટે ઘણી બધી ચળવળો ચાલી રહી છે. મોટા ભાગના ફિલ્ટર જે આપણે આપણા રોજિંદા જીવનમાં વાપરીએ છીએ તે પાણીને જંતુ રહિત કરી શુદ્ધ તો કરે છે પણ સાથે સાથે તેમાં રહેલું જરૂરી ખનીજ પણ તે નષ્ટ કરી દે છે. પાણીને સ્વચ્છ કરવના નામે આપણે તેના જરૂરી તત્ત્વો પણ તેમાંથી દૂર કરી દઈએ છીએ, અને આપણા શરીર કે જેમાં 75 ટકા પાણી છે તેના રોગપ્રતિકાર તંત્રને નષ્ટ કરી રહ્યા છીએ.

આજે અમે તમને જણાવીશું તુલસીનો એક એવો ઉપયોગ જે દૂષિત વીશાણુઓની અસરને નષ્ટ કરી પાણીની ગુણવત્તા અને તેની અસરને કેવી રીતે વધારે છે.

તુલસી એક કૂદરતી વોટર પ્યૂરીફાયર

તુલસીના પાંદડામાં ખાદ્ય વસ્તુઓને વિકૃત થતી અટકાવવાના અદ્ભુત ગુણો હોય છે. સૂર્યગ્રહણ જેવા સમયે જ્યારે ખાવાની મનાઈ હોય છે ત્યારે ખાદ્ય વસ્તુઓમાં તુલસીના પાંદડા નાખી તેને મિક્સ કરી દેવામાં આવે છે જેથી કરીને વસ્તુ વિકૃત ન થાય. મૃત વ્યક્તિ પાસે પણ તુલસીનો છોડ રાખવાની રીત પાછળ પણ આ જ રહસ્ય કામ કરે છે. જ્યાં તુલસીનો છોડ હોય છે તેની આસપાસ છસ્સો ફૂટ સુધીની હવા તેનાથી પ્રભાવિત રહે છે અને તેના કારણે મેલેરિયા, પ્લેગ અને ક્ષયના જીવાણુઓ નષ્ટ થાય છે. વિવિધ રોગના જીવાણુઓને નષ્ટ કરવામાં સામર્થ્યવાન તુલસી શરીરની અંદર પણ લોહી વિગેરે શુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારના ઝેરને પણ દૂર કરવાની તેનામાં અચંબિત કરતી શક્તિ છે. તુલસીમાં તેની ગંધથી પોતાની ચારે દીશાઓની હવાને શુદ્ધ કરવાની તેમજ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવવાની અદ્ભુત ક્ષમતા રહેલી છે.

તુલસી દ્વારા પાણી શુદ્ધ કરવાની રીતઃ

દૂષિત પાણીમાં તુલસીના લીલા સ્વચ્છ પાંદડા (ચાર લીટર પાણીમાં 25-30 પાંદડા) નાખવાથી પાણી શુદ્ધ અને પવિત્ર બની જાય છે. આ પ્રયોગ તમે સ્વચ્છ પાણીમાં પણ કરી શકો છો. તેનાથી પાણીમાં અદભુત શક્તિ આવશે અને તે આપણને સાધારણ રોગોથી જ નહીં પણ કેન્સર જેવા ગંભીર રોગોના પ્રતિકારમાં પણ મદદ કરે છે.

ધ્યાન રાખો

જ્યાં પાણી ખારું આવતું હોય અને ત્યાં લોકો ફીલ્ટર લગાવતા હોય તો તેમણે સીધું જ ફીલ્ટરનુ પાણી પીવું જેઈએ નહીં. પાણીને ફીલ્ટર કર્યા બાદ માટીના ઘડા એટલે કે માટલાં, અથવા તાંબાના વાસણમાં રાખવું અને ત્યાર બાદ જ તેનો ઉપયોગ કરવો.

વિકલ્પ

જ્યાં પાણીને સ્વચ્છ કરવાનું કોઈ સાધન ન હોય ત્યાં પાણીને ઉકાળી પીવું જોઈએ અને જો તમારા ઘરે સીધું જ નહેરનું પાણી આવતું હોય તો તમારે કોઈપણ જાતના ફીલ્ટરની જરૂર નથી. કોઈ વાસણમાં કોલસાને વાટીને મુકી દો, હવે તેમાં પાણી નાખો. થોડીવારમાં પાણી જાતે જ સ્વચ્છ થઈ જશે. હવે આ સ્વચ્છ પાણીને ગાળી માટલાંમાં ભરી લો. મોટા મોટા વોટર વર્ક્સમાં આ જ રીતે પાણીને સ્વચ્છ કરવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે.

તેમ છતાં પણ કોઈ કારણસર પાણી જન્ય બિમારી જેમ કે અસ્વચ્છ પાણીના સેવનથી બાળકના પેટમાં કૃમિ પડતા હોય તો ચાર ભાગ અજમા, એક ભાગ સંચળનું ચૂરણ બનાવી અડધાથી ડોઢ ગ્રામ સુધી અવસ્થા પ્રમાણે ગરમ પાણી સાથે લેવું જોઈએ.

સંકલન : દીપેન પટેલ

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.