આ રોમેન્ટિક મુવીઝ જોવો તમારા પાર્ટનર સાથે, ઉડી જશે શિયાળાની ઠંડી…

સંબંધોમાં નિરસતા આવી ગઈ છે ? તો તમારા પાર્ટનર સાથે જુઓ રોમેન્ટિક મૂવીઝ

image source

સંબંધો શિયાળાની ગુલાબી ઠંડી જેવા તાજા-માજા થઈ જશે !

લગ્નના થોડા સમય બાદ કે પછી વધારે સમય બાદ સંબંધોમાં થોડી-ઘણી નિરસતા તો આવી જ જતી હોય છે. પણ તેનાથી ભાગવાની જગ્યાએ તેનું સોલ્યુશન શોધવું જોઈએ. આપણા મૂડ પણ તો ક્યાં હંમેશા પ્રસન્ન રહેતા હોય છે?

જેમ દરેક દિવસ સરખા નથી હોતા તેવું જ સંબંધો માટે છે સંબંધમાં પણ દરેક દિવસ કંઈ યશ ચોપારની ફિલ્મ જેવો રોમેન્ટિક ન હોઈ શકે.

image source

પણ આજે સબંધોમાં પતિ-પત્ની બન્નેને રોજ એક નવો જ રોમાંચ જોઈતો હોય છે અને જો તેમ ન થાય તો તેઓ પોતાના સંબંધને નિષ્ફળ સમજે છે અને પછી એકબીજાથી અલગ પડવાની વાટ પકડે છે અને માટે જ આજે ભારતમાં પણ ડીવોર્સ રેટ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે.

પણ તેની જગ્યાએ તમારે તમારા સંબંધને સમજવો જોઈએ અને તેને બનાવી રાખવા માટે નવા ઉપાય અજમાવવા જોઈએ.

image source

 

આજે અમે પણ તમને તેમાં મદદ કરીશું અને તમને જણાવીશું સંબંધોને રીફ્રેશ કરવાનો એક અનોખો ઉપાય.

તાજેતરમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે મહિનામાં માત્ર પાંચ સંબંધ આધારીત ફિલ્મો પતિ-પત્ની કે પછી કપલ્સ એક સાથે જોવાનું રાખે અને ફિલ્મો જોયા બાદ તેમના પોતાના સંબંધમાં રહેલી સમસ્યાની ચર્ચા કરે તો તેમને તેનાથી એક અલગ જ મદદ મળી રહે છે.

આ સંશોધન કરનાર સંશોધકનું એવું માનવું છે કે જો આ ઉપાય અજમાવવામાં આવે તો ડીવોર્સ રેટને 24થી 11 ટકા સુધી નીચો લાવી શકાય છે.

ફિલ્મો તમારા લગ્ન સબંધ માટે પરામર્શનું કામ કરી શકે છે

image source

પતિઓ અને પત્નીઓમાં તેમના સંબંધમાં પ્રામાણિકતાની સારી લાગણી હોય છે. તેમને કોઈ નવી આવડતો શીખવવાની જરૂર નથી પડતી. જ્યારે તેઓ ફિલ્મોમાં કપલ્સને ઝઘડતા જુએ છે ત્યારે તેમને તેમની પોતાની ખરાબ વર્તણૂકો ધ્યાનમાં આવે છે.

અને અહીં જ આ મૂવી મેથડ કપલને તેમની ખરાબ વર્તણૂક પર એક આકરી નજર નાખવા પ્રેરે છે તેમને તેઓ એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે.

તેઓ જુએ છે કે ઓન સ્ક્રીન કપલ કેવી રીતે તેમની દલીલોને હેન્ડલ કરે છે, વાસ્તવિક કપલ પણ તેમનો તેમના લગ્ન સાથે કોઈ સંબંધ હોવાનો અનુભવ કરે છે.

image source

તેઓ પોતાના જ સંબંધને બહારથી બીજાના દ્રષ્ટિકોણથી જોતા શીખે છે જે તેમના સંબંધમાં આવેલી સમસ્યાને સુધારવા માટે મદદરૂપ નીવડે છે.

સંબંધો સંબંધી જ જરૂરી માહિતીઓનો ભંડાર છે ફિલ્મો

સંશોધનકર્તા માને છે કે કપલ થેરાપી કે પછી મેરિટલ કાઉન્સેલિંગ કરતા ફિલ્મોની ચર્ચાવાળી મેથડ એક તો ખર્ચાળ નથી ઉપરથી તે હળવી અને સરળ છે. તેમાં કોઈ ત્રીજી વ્યક્તિ હાજર નથી પણ સમસ્યાથી સીધો જ સંબંધ ધરાવતી બે વ્યક્તિ જ હોય છે.

image source

તમારે માત્ર સરસમજાની બન્નેને ગમતી એક રોમેન્ટિક ફિલ્મ પસંદ કરવાની છે. પોપકોર્ન ભાવતી હોય તો તે બનાવી તૈયાર કરી લેવી અને સોફા પર આરામથી બે જણે તે રોમેન્ટિક ફિલ્મ નિહાળવી.

સંશોધન કહે છે કે જે કપલ્સ રોમેન્ટિક મૂવીઝ એકસાથે જુએ છે અને તેની ચર્ચા મૂવી પત્યા બાદ કરે છે તેમના સંબંધો ઘણા સ્થિર હોય છે.

તમારા લગ્નને ભલે દાયકા પસાર થઈ ગયા હોય

image source

સંશોધકોનું એવું માનવું છે કે મૂવી મેથડ એ લગ્નના દરેક તબક્કે મદદરૂપ થઈ શકે તેમ છે પછી ભલે તમારા લગ્નને દસ, પંદર, વીસ, પચ્ચીસ વર્ષ પણ કેમ ન થઈ ગયા હોય.

એક બીજા સાથે બેસો અને તમારી જ વર્તણૂક પર એક નવી જ નજર ફેરવશો તો તમને પણ તેમાં ઘણું નવું અને નોંધપાત્ર જોવા મળશે.

image source

કંઈ નહીં તો તમારી એનિવર્સરી કે પછી બર્થડે પર એકબીજાનો હાથ પકડીને સરસમજાની એક રોમેન્ટિક ફિલ્મ જોઈ લો. તમરા સંબંધમાં નાનો સરખો પણ ફેર તો પડશે.

મૂવીઝ કપલ્સ વચ્ચે હેલ્ધી કમ્યુનીકેશન ઉભું કરે છે

લગ્ન એ માત્ર હનીમૂન સુધી જ પરિકથા રહે છે ત્યાર બાદ તો તમારે વાસ્તવિકતામાં આવવું જ પડે છે. તમે કદાચ ક્યારેય એવો વિચાર નહીં કર્યો હોય કે તમે તમારા સંબંધ વિષે જે અસ્વાભાવિકતા અનુભવો છો તેની ચર્ચા તમારા પાર્ટનર સાથે કરવી જોઈએ.

image source

તેની જગ્યાએ તમે શું કરો છો તમારી તેના પ્રત્યેની જે ભીની લાગણી છે તેને છૂપાવો છો તમારા સારા ઉદ્દેશને બાજુએ મુકો છો અને તેના પર ટૂટી પડો છો.

અને આજ કમ્યુનિકેશનના અભાવના કારણે તમારા સંબંધમાં ઓર મોટી તીરાડ પડે છે અથવા તો કહો કે ઓર ઉંડી ખીણ સર્જાય છે. આપણામાંના ઘણાને નથી ખબર હોતી કે આ પ્રકારના અસ્વસ્થ વર્તનને કેવી રીતે ટાળવું અને કેવી રીતે હેલ્ધીલી પાર્ટનર સાથે તે વિષે વાત કરવી તો તેવા સંજોગોમાં તમને ફિલ્મ મદદરૂપ થઈ રહેશે.

image source

તમે તેવી ફિલ્મ જોઈ શકો છો જેમાં લગ્ન સંબંધમાં સમસ્યા તે મુખ્યો મુદ્દો હોય અથવા તો આધેડ ઉંમરની કોઈ સંબંધોની સમસ્યા હોય તો તેમાંથી તમને તમારી જ કોઈ સમસ્યાનું સમાધાન મળી જાય. કંઈ નહીં તો આ ફિલ્મ તમને એક બીજા સાથે બોલવા તો પ્રેરશે જેથી કરીને તમારા લગ્ન ટકી રહે.

ફિલ્મ જોવા માટે બસ બેસી જ જાઓ તેના માટે કોઈ બહાનું બનાવવાની જરૂર નથી

image source

જો તમને તમારા સાથી તમારા પ્રેમિ સાથે ફિલ્મોની વાત કરવી બહુ ગમતી હોય તો તેની સાથે ફિલ્મ જોવા બેસી જાઓ.

જ્યારે તમે ફિલ્મમાં બીજા કપલને ઝઘડતા જોશો અને તેમની વચ્ચેનો રોમાન્સ તેમના તે અંતરને પુરતો જોશો તો તમને પણ તમારા લગ્નમાં તે રૂખ અપનાવવાનું મન થશે અને બની શકે કે તમે તમારા નિરસ લગ્ન જીવનને રોમાંચક બનાવી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ