આ ખાસ ત્રણ કારણોના લીધે જ દરેક નવી ઘડિયાળમાં 10:10 વાગેલા હોય છે, જાણો રોચક માહિતી

તમે ટીવી કે ન્યુઝપેપરમાં આવતી ઘડિયાળની જાહેર ખબર તો જોઈ જ હશે.

image source

જો તમે તે જાહેર ખબર ધ્યાનથી જોશો તો ખબર પડશે કે તેમાં દર્શાવેલી હાથ ઘડિયાળ કે દીવાલ ઘડિયાળના કાંટા એક ચોક્કસ સમય પર સ્થિર હોય છે જેમાં ઘડિયાળનો નાનો (કલાક) કાંટો 10 ના અંક પર અને મોટો (મિનિટ) કાંટો 2 ના અંક પર હોય છે અને એ 10:10 નો સમય જ દર્શાવતા હશે.

image source

અમે અહીં જેન્તીલાલ ડોટ કોમના જાણવા જેવું વિભાગમાં “માનો યા ન માનો” શીર્ષકથી પ્રકાશિત ખાસ સીરીઝમાં આના કારણ વિષે ટૂંકમાં જાણકારી આપી હતી કે ઘડિયાળ પર 10:10 નો સમય દર્શાવવા પાછળ એ હેતુ હોય છે કે તેનાથી જોનારને ઘડિયાળનો દેખાવ મનમોહક લાગે છે.

image source

પરંતુ એ સિવાય પણ અમુક સામાન્ય કારણો છે જેને કારણે ઘડિયાળની મોટાભાગની જાહેરાતમાં 10:10 નો સમય દર્શાવેલો હોય છે. તો એ અન્ય કારણો ક્યા ક્યા છે ચાલો જાણીએ.

સ્માઈલી જેવો દેખાવ

image source

ઘડિયાળમાં 10:10 નો સમય રાખવા પાછળનું એક કારણ આ પણ છે કે જો 10:10 પર ઘડિયાળના બન્ને કાંટા સ્થિર હોય તો ઘડિયાળની મુખાકૃતિ સ્મિત કરતી એટલે કે સ્માઈલી પોઝ આપતી હોય એવું દર્શાય છે. શરૂઆતમાં જયારે ઘડિયાળની જાહેરાતો આવતી ત્યારે ઘડિયાળમાં 8:20 નો સમય દર્શાવવામાં આવતો જે ઘડિયાળની મુખાકૃતિ નિરાશાજનક હોય તેવું દર્શાવતી હોવાથી 10:10 નો સમય રાખવાનું શરુ થયું.

કંપનીનું નામ સ્પષ્ટ વંચાય

image source

ઘડિયાળને 10:10 પર વેંચવા પાછળ કંપનીઓનો એક હેતુ એ પણ હોય છે કે આ સ્થિતિમાં ઘડિયાળના બન્ને મુખ્ય કાંટામાંથી કોઈપણ એકબીજા પર નથી આવતા અને બન્નેનું સ્થાન પણ એવું છે કે ઘડિયાળમાં કંપનીનું નામ અને વિગત પણ ગ્રાહક કોઈપણ અવરોધ વિના વાંચી શકે.

વી ફોર વિક્ટ્રી

image source

ક્રિકેટ કે અન્ય કોઈ રમતમાં જયારે વિજેતા ટીમ જીતી જાય ત્યારે અથવા જીતવાનો આશાવાદ ધરાવતી હોય ત્યારે તેના ખેલાડીઓ પોતાના હાથની બે આંગળીઓ વડે અંગ્રેજીમાં ” V ” આકાર દર્શાવી ” V ” ફોર Victori એટલે કે જીતનું પ્રતીક દર્શાવતા હોય છે.

image source

એ જ રીતે ઘડિયાળમાં 10:10 નો સમય પણ એક રીતે ” V ” નો આકાર દર્શાવે છે જે સફળતાનું નિશાન હોવાથી અનેક ઘડિયાળ બનાવતી કંપનીઓ પોતાની પ્રોડ્કટની જાહેરાતમાં 10:10 નો સમય દર્શાવીને ગ્રાહકના હાથમાં સોંપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ