વોશિંગ મશીનમાં કપડાં નાખતા પહેલા જાણો આ અગત્યની 8 વાત, ક્યારેય નહિ ખરાબ થાય મશીન.

શું તમે વોશિંગ મશિનમાં કપડાં ધુઓ છો ? તો જાણીલો આ મદદરૂપ ટીપ્સ, વોશિંગ મશિનમાં કપડા ધોવામાં મદદરૂપ આ ટીપ્સ અજમાવો

image source

આજના સમયમાં મોટા ભાગના શહેરોના મોટા ભાગના ઘરોમાં ઘર કામમાં મદદરૂદપ એવા બધા જ એપ્લાયન્સસીસ વસાવવામાં આવે છે પછી તે માઇક્રેવેવ ઓવન હોય, વોશિંગ મશિન હોય કે પછી વેક્યુમ ક્લિનર હોય, રેફ્રિજરેટર હોય ગમે તે હોય. આ બધા જ સાધનોએ ગૃહિણીઓનું કામ ઘણા અંશે સરળ બનાવી મુક્યું છે. પણ જો આ જ સાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં ન આવે અને તેને લગતી કેટલીક ટીપ્સ તેણી જાણતી હોય તો આ સાધનોના વપરાશને ઓર વધારે ઉપયોગી બનાવી શકાય છે. તો આજે ઘરમા સૌથી વધારે વપરાતા હોય તેવા સાધન એટલે કે વોશિંગ મશિનને લગતી કેટલીક ટીપ્સ જણાવીએ.

બને ત્યાં સુધી વસ્ત્રોને તેના પ્રકાર પ્રમાણે અલગ અલગ ધોવાનુ રાખો

image source

આ ટીપ સર્વસામાન્ય છે તેને માત્ર અહીં ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ અપનાવવામાં આવે છે, વિદેશમાં દરેક વસ્ત્રોને અલગ કરવા માટે અલગ અલગ બાસ્કેટો રાખવામાં આવે છે. જોકે ત્યાં આપણે અહીંયાની જેમ રોજ વસ્ત્રો ધોવામાં નથી આવતા પણ અઠવાડિયામાં એક કે બે વાર જ વસ્ત્રો ધોવામા આવે છે. વોશિંગ મશિનમાં કપડાં ધોતી વખતે તમે તેને આ રીતે વહેંચી શકો છો એક તો રંગીન વસ્ત્રો અને ધોળા વસ્ત્રો. બીજા વધારે પડતા ગંદા વસ્ત્રો અને થોડા ગંદા વસ્ત્રો. સુતરાઉ વસ્ત્રો અને વુલન વસ્ત્રો.

આ રીતે વસ્ત્રોને વહેંચીને તેના પ્રકાર પ્રમાણે ધોવા. જો બધા જ વસ્ત્રો એક સાથે ધોવામાં આવશે તો ગંદા વસ્ત્રો ખુદ તો થોડા ઘણા ચોખ્ખા થશે પણ જે ઓછા ગંદા વસ્ત્રો છે તે જોઈએ તેટલા સ્વચ્છ નહીં થાય. આ ઉપરાંત જો ઉનના વસ્ત્રો સુતરાઉ કપડાં સાથે ધોવામાં આવશે તો તેના રેશા સુતરાઉ વસ્ત્રોને ચોંટી જશે જે તેના દેખાવને અસર કરશે.

વોશિંગ મશિનમાં વસ્ત્રો ધોતા પહેલાં આ બાબતો નું ધ્યાન રાખવું

image source

રોજિંદા વસ્ત્રોમાં નાના નેપ્કીન જેવા વસ્ત્રોથી માંડીને ચાદર જેવા મોટા વસ્ત્રો પણ હોય છે. માટે તમે જ્યારે વેશિંગમશિનમાં વસ્ત્રો નાખો ત્યારે સૌથી પહેલાં મોટા વસ્ત્રો તેમાં નાખવા. જો તેને ગમે તેમ વોશિંગ મશિનમાં નાખશો તો તે એકબીજામાં ગુંચવાઈ જશે.

વોશિંગ મશીનમાં ડીટરજન્ટનો ઉપોયગ આ રીતે કરો

વોશિંગ મશીનમાં સૌથી વધારે મહત્ત્વની બાબત તેને ધોવાની રીત છે. જો તમે વ્યવસ્થિત કપડા ધોવા માગતા હોવ તો તમારે સૌ પ્રથમ તો મશિનમાં પાણી ભરાવા દેવું ત્યાર બાદ તેમાં ડીટરજન્ટ ઉમેરવો તેને પાણીમાં બરાબર રિન્ઝ કરી લેવો 10-15 સેકેન્ડ પુરતો અને ત્યાર બાદ એક એક કરીને વસ્ત્રો તેમાં ઉમેરવા તેને 10 મિનિટ સુધી રિન્ઝ થવા દેવું અને ત્યાર બાદ મશિનને અરધો પોણો કલાક રેસ્ટ આપવું એટલે કે તેને બંધ કરી દેવું અને ત્યાર બાદ મશીન ચાલુ કરી વસ્ત્રો ધોઈ લેવા. તેમ કરવાથી વસ્ત્રો સ્વચ્છ ધોવાશે.

image source

મશીન માટેના યોગ્ય ડીટરજન્ટનો ઉપયોગ કરો

જો તમે મશીનમાં વસ્ત્રો ધોવા માગતા હોવ અને ચોખ્ખા વસ્ત્રો ધોવા માગતા હોવ તો તમારે તેને અનુરુપ વોશિંગ પાઉડર લેવો જોઈએ. આપણે બધા જાહેરાતોમાં જોતા હોઈએ છીએ કે હાથે ધોવાના વસ્ત્રો માટે અલગ ડીટરજન્ટ હોય છે, ટોપ લોડ માટે અલગ હોય છે અને ફ્રન્ટ લોડ માટે અલગ હોય છે. તો તે પ્રમાણે ડીટરજન્ટનો ઉપયોગ કરો. વોશિંગ મશિન માટે લિક્વીડ ડીટર્જન્ટ પણ ઘણા સારા રહે છે.

ડીટર્જન્ટ વાપરતી વખતે કાપડનો પ્રકાર પણ ધ્યાનમાં રાખો.

– તમે કેવા વસ્ત્રો મશિનમાં ધુઓ છો તેના આધારે પણ તમારે ડીટર્જન્ટની પસંદગી કરવી જોઈએ. જેમ કે તમે સિંથેટીક, સિફોન મટીરિયલના વસ્ત્રો ધોતા હોવ તો તમારે તેના માટે લિક્વિડ ડીટર્જન્ટ અથવા તો વાળ ધોવાના શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી ડીટરજન્ટની હાર્શ અસર પણ તમારા સોફ્ટ વસ્ત્રો પર નહી પડે.

image source

– આ ઉપરાંત નવજાત બાળક જો ઘરમાં હોય તો તેમના વસ્ત્રો તમારે સોફ્ટ ડીટર્જન્ટથી ધોવા જોઈએ. કારણ કે તેમની ત્વચા ખુબ જ કોમળ હોય છે.

– ધોળા વસ્ત્રો માટે બ્લિચીંગ બેઝ્ડ ડીટર્જન્ટનો ઉપયોગ કરો અને રંગીન વસ્ત્રો માટે વસ્ત્રોમાં ચમક આવે તેવો ડીટર્જન્ટ ઉપયોગમાં લો.

– આવી રીતે તમને એવું લાગશે કે વોશિંગ મશિનમાં વસ્ત્રો ધોવા મોંઘા પડે છે પણ લાંબા ગાળે તેમ નથી થતું. કારણ કે આ રીતે વસ્ત્રો પ્રમાણે વોશિંગ પાઉડરનો ઉપયોગ કરવાથી વસ્ત્રોની આવરદા વધે છે અને વસ્ત્રો લાંબો સમય ટકી રહે છે.

ગંદા વસ્ત્રોને મશિનમાં આ રીતે ધુઓ

ઘરમાં સૌથી વધારે ગંદા વસ્ત્રો બાળકના યુનિફોર્મ હોય છે. તેમાં ધૂળ હોય છે ટીફીનમાં આપવામા આવેલા શાકના ડાઘ હોય છે. તેમજ કીચનના ગાભાઓ તેમજ ઘરના નેપ્કીન પણ વધારે ગંદા હોય છે. તો આવા વસ્ત્રોને મશિનમાં નાખતા પહેલાં જ બહાર જ થોડા વધારે ઘસી લેવા જોઈએ. આમ કરવાથી તેની ગંદકી બીજા વસ્ત્રોને નહીં લાગે અને મશિનમાંથી જ્યારે બધા વસ્ત્રો ધોવાઈને આવશે ત્યારે તે એકદમ સ્વચ્છ હશે.

રંગ છોડતા વસ્ત્રોને હંમેશા અલગ જ રાખવા

image source

આપણે જ્યારે ક્યારેય નવું વસ્ત્ર લાવીએ ત્યારે તેને ધોતા પહેલાં તેનું નાનકડું પરિક્ષણ કરી લેવુ કે તે રંગ તો નથી છોડતું. જો તેની તપાસ કર્યા વગર જ રંગીન વસ્ત્ર મશિનમાં નાખી દેવામાં આવશે તો તેનો રંગ બીજા બધા જ વસ્ત્રોને લાગી જશે. ધોળા વસ્ત્રો પરથી તો તમે બ્લિચ કરીને પણ રંગ કાઢી શકશો પણ હળવા રંગના વસ્ત્રો પર લાગેલો રંગ તમે દૂર નહી કરી શકો.

મશીનમાં વધારે પડતા કપડાં ન નાખો

તમારે મશીનમાં હંમેશા તેની કેપેસીટી કરતાં ઓછા જ વસ્ત્રો નાખવા. જો વધારે પડતા વસ્ત્રો નાખશો તો મશિન તેને વ્યવસ્થિત ધોઈ નહીં શકે અને તેની ક્ષમતા પર પણ લાંબા ગાળે તેની અસર થશે.

image source

આ સિવાય વધારે પડતાં વસ્ત્રો મશિનમાં નાખવાથી તેને ધોવા માટે જે જગ્યા જોઈએ તે મશીનને નહીં મળે માટે તમારા મશીનનો લોડ વધતા તેનું માત્ર ટબજ હલશે પણ તેની અંદરના વસ્ત્રો જે ફંગોળાવા જોઈએ તેમ નહીં ફંગોળાય બસ ત્યાંના ત્યાં જ પડ્યા રહેશે. અને વસ્ત્રો વ્યવસ્થિત સાફ નહીં થાય.

વસ્ત્રોને ઉંધા કરીને મશિનમાં ઉમેરો

વસ્ત્રોને ઉંધા કરીને મશિનમાં ઉમેરવાથી ડીટર્જન્ટની હાર્શ અસર તેની ઉંધી બાજુએ વધારે થશે અને તેની બહારની બાજુ સેફ રહેશે. ઘણીવાર આપણા જીન્સ તેમજ ઘેરા રંગના વસ્ત્રોને એ રીતે ધોવથી તેનો રંગ ફેડ થઈ જાય છે કારણ કે તેના પર ડીટર્જન્ટની સીધી જ અસર થાય છે.

image source

મશીનને આવી રીતે રાખો સ્વચ્છ

– મશીનમા વસ્ત્રો ધોવાઈ ગયા બાદ તમારે મશીનને પણ સાફ કરી લેવું જોઈએ. ખાસ કરીને તેનું ડીટરજન્ટ બોક્ષ સાફ કરવું જોઈએ.

– મશીનના ટબની દિવાલમાં જે ફિલ્ટર આવે છે તેને પણ ડીટેચ કરીને સાફ કરવા જોઈએ. તેમાં તમારા વસ્ત્રોની ગંદકી તેમજ રેશાઓ ભરાયેલા હોય છે. જો તેને નિયમિત રીતે સાફ કરવામાં નહી આવે તો મશીનમાં એક ગંધ આવશે અને તમારા વસ્ત્રો પણ સ્વચ્છ નહીં થાય. તેને તમે સરળતાથી તેની ઠેસી દબાવીને ડીટેચ કરી શકો છો અને ત્યાર બાદ નકામાં ટૂથબ્રશથી સાફ કરી શકો છો. અને ફરી પાછુ લગાવી શકો છો.

image source

– આ ઉપરાંત સ્પેશિયલ વોશિંગ મશિન સાફ કરવાનો પાઉડર પણ બજારમાં ઉપલબ્ધ હોય છે જેનો ઉપયોગ તમારે દર એક બે મહિને મશિન સાફ કરવામાં કરવો જોઈએ. તેના માટે તમારે મશિનના ટબને ફુલ ભરાવા દેવાનું અને તેમાં વોશિંગ મશિન સાફ કરવાનું એક પેકેટ ઉમેરી દેવું. અને તેને મશિન ચાલુ કરીને ધોવાવા દેવું.

– મશિન ધોતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી તે વધારે અસરકારક રીતે સાફ થશે.

કેટલીક મહત્ત્વની ટીપ્સ

– તમારા ઘેરા રંગના વસ્ત્રોને તમારે હંમેશા ઠંડા પાણીમાં જ ધોવા જોઈએ. આ રીતે તમે તેના રંગોને પ્રોટેક્ટ કરી શકો છો. ઠંડુ પાણી વસ્ત્રમાંના કલરને તેમના તેમ રાખવામાં મદદ કરે છે.

image source

– જો ઉનના વસ્ત્રો સંકોચાઈ જતાં હોય તો તેના માટે તમારે તેના માટે આવતા સ્પેશિયલ લીકવીટની જરૂર નથી. તેના માટે તમે બેબી શેમ્પુનો પણ ઉપયોગ કરી શકો છો.

– જો તમારા રંગીન વસ્ત્રોનો રંગ ઉડી જતો હોય તો વસ્ત્રો ધોતી વખતે તેમાં એક ચમચી મીઠુ ઉમેરી દેવું. તેમ કરવાતી રંગીન કપડાનો કલર નહીં જાય.

image source

– જો તમે તમારા વસ્ત્રોને જલદી સુકવવા માગતા હોવ તો. જ્યારે મશીનના છેલ્લા ફેરામાં બધું જ પાણી બહાર નીકળી જાય ત્યારે તેમાં એક કોરો ટુવાલ ઉમેરી દેવો. તેમ કરવાથી તમારા વસ્ત્રો વધારે સુકા થઈ જશે અને તેને સુકાતા વાર નહીં લાગે.

– શું તમારા જીન્સમાંથી ગંધ આવે છે તો તેને ધૂઓ નહીં પણ તેને ફ્રીઝરમાં મુકી દો. ઠંડું વાતાવરણ ગંધ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાને મારી નાખે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ