એક ગ્લાસ નવશેકા પાણી સાથે આ ચીજનું સેવન કરવાથી તમારું બહાર નીકળેલું પેટ અંદર જશે

આજના સમયમાં જંકફૂડ વધુ ખાવાથી અને શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થવાને કારણે શરીરના વજન અને જાડાપણાની સમસ્યા વધતી જાય છે, આ જાડાપણું હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને રક્તવાહિનીમાં રોગોનું જોખમ અનેકગણું વધારે છે. અત્યારની દરેક વ્યક્તિ વજન ઘટાડવા માટે ડાયટિંગનો આશરો લે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ડાયટિંગ શરીરમાં નબળાઇ અને રોગો થવાનું જોખમ વધારે છે.

image source

આજે અમે તમને એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે સરળતાથી તમારું જાડાપણું ઘટાડી શકશો અને તમે પાછા ફીટ થઈ શકો છો. જ્યારે તમે વધુ પડતા તેલયુક્ત ખોરાકનું સેવન કરો છો, ત્યારે ખોરાક ચરબી સ્વરૂપે પેટની આજુબાજુ સંગ્રહિત થાય છે, જેના પરિણામે જાડાપણાની સમસ્યા થાય છે. આજે અમે તમને તમારું જાડાપણું ઘટાડવા માટે ગરમ પાણી સાથે એક ચીજનું સેવન કરવા વિશે જણાવીશું જેની મદદથી તમારું શરીર એકદમ ફિટ થશે.

જાડાપણાને ઘટાડવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે –

દરરોજ સવારે ઉઠીને એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી હિંગ અથવા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને આ પાણી પીવો.

image source

– થોડા દિવસો સુધી સતત આ ઉપાય અપનાવવાથી તમે તમારું બહાર નીકળેલું પેટ સરળતાથી અંદર જશે અને તમે એકદમ ફીટ દેખાશો. આ પીણું પાચક શક્તિને પણ મજબૂત બનાવે છે અને પાચક શક્તિને સ્વસ્થ રાખે છે.

image source

– એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મરીનો પાઉડર,ચાર ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્ષ કરીને રોજ સવારે પીવાથી વજન ઓછું થાય છે.ખાલી પેટ પર સવારે ગરમ પાણીમાં લીંબુ નાંખો અને તેમાં એક ચમચી મધ નાખીને રોજ પીવાથી પણ વજન ઓછું થાય છે.

જાડાપણાની સમસ્યાથી બચવા માટેના અન્ય ઉપાય.

image source

– જો તમે સ્વસ્થ રહેવા અને જાડાપણાથી બચવા માંગો છો,તો પછી હંમેશા એક વાત ધ્યાનમાં રાખો કે તમારો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન દરરોજ નિયમિત અને એક જ સમય પર હોવું જોઈએ. આ આદત તમને વધુ ખોરાક લેતા અટકાવશે. જેથી તમારું વજન અને જાડાપણું નિયંત્રણમાં રહેશે.

image source

– ચાલવું, ઝડપથી ચાલવું અને દોડવું એ એક કસરત જ છે જે તમારું વજન ઝડપથી ઘટાડે છે. ઝડપથી ચાલવાથી તમને થોડા દિવસોમાં જ ઇચ્છિત પરિણામો સરળતાથી મળી રહે છે. ફક્ત ચાલવાથી તમે 0.46 કિગ્રા એટલે કે એક પાઉન્ડ વજન ઓછો કરી શકો છો, પરંતુ તે બધું જ તમે એક અઠવાડિયામાં કેટલું ચાલશો તેના પર નિર્ભર છે. તમે ચાલવાની જગ્યાએ પગથિયાં ચડીને-ઉતરીને પણ વજન ઘટાડી શકો છો, પરંતુ તમારે આ કાર્ય નિયમિત રીતે કરવા જોશે તો જ તમારો વજન સરળતાથી ઓછો થશે.

image source

– જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે આલ્કોહોલનું બંધ કરવું પડશે. હાલના સમયમાં ઘણા લોકો દરરોજ આલ્કોહોલનું સેવન કરે છે જો તમે દરરોજ આલ્કોહોલનું સેવન કરો છો, તો તમારી આ આદત આજે જ છોડી દો કારણ કે તે તમારું વજન ઓછું કરવાને બદલે સતત તમારું વજન વધારશે.

– તણાવને કારણે વજન વધવાની સમસ્યા થઈ શકે છે આજકાલ લોકો ભાગ-દોડવાળા જીવન અને વ્યસ્ત જીવનશૈલીમાં પણ તણાવનો સામનો કરી રહ્યા છે, જો તમારો તણાવ ઓછો નહીં થાય તો તમારું વજન ઓછું નહીં થાય કારણ કે તણાવમાં રહેલા વ્યક્તિને વધુ ભૂખ લાગે છે, જેના કારણે તે એક પછી એક વસ્તુઓ ખાવાનું રાખે છે, જેનાથી તેમનો વજન વધતો જ રહે છે.

image source

– આજકાલ લોકો મોટે ભાગે આખી રાત મોબાઈલ અને લેપટોપમાં વ્યસ્ત રહે છે અને સવારે કામ પર જવાના કારણે વહેલા જાગે છે, જેના કારણે તેઓ પુરી ઊંઘ નથી લઈ સકતા અને પૂરતી ઊંઘ ન આવવાના કારણે વજન વધવાની સમસ્યા ઉભી થાય છે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે લોકો રાતે મોડા સૂઈને સવારે મોડા ઉઠે છે, આ રીતે ઊંઘના ખોટા સમયના કારણે પણ વજન વધી શકે છે.

image source

– જે લોકો બેઠા-બેઠા કામ કરે છે તેનું વજન પણ ઝડપથી વધી જાય છે, કારણ કે ડાઈટના નિષ્ણાંતો અને ફિટનેસના નિષ્ણાતોના જણાવ્યા મુજબ જે લોકો દિવસના લાંબા સમય સુધી બેઠા-બેઠા કામ કરે છે, તેમનું વજન ઝડપથી વધી જાય છે જો તમને પણ આખો દિવસ બેસીને કામ કરવાની ટેવ હોય તો પછી તમારે વચ્ચે વિરામ લેવાનું શરૂ કરો, જો તમે વચ્ચે 10 મિનિટ વિરામ લેશો તો તમારા વજનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત