ક્યાં ગાયબ થઈ ગઈ ‘વોન્ટેડ’માં સલમાનની હિરોઈન બનેલી આયેશા, ડેબ્યૂ ફિલ્મમાં મચાવી હતી ધમાલ

બોલિવૂડ અભિનેત્રી આયેશા ટાકિયાએ વર્ષ 2004માં અજય દેવગણની ફિલ્મ ‘ટારઝન – ધ વન્ડર કાર’ થી ડેબ્યૂ કરીને ફિલ્મ ઉદ્યોગમાં ધમાલ મચાવી દીધી હતી. મહારાષ્ટ્રના મુંબઇમાં જન્મેલી આયેશાએ તેની કારકિર્દીમાં ‘સોચા ન થા’, ‘સલામ-એ-ઇશ્ક’, ‘નો સ્મોકિંગ’ અને ‘ડોર’ જેવી ઘણી ફિલ્મો કરી છે.

image source

જોકે તેની મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર વધારે કરિશ્મા ન બતાવી શકી, પરંતુ તે પછી વર્ષ 2009 માં તે સુપરસ્ટાર સલમાન ખાન સાથે વોન્ટેડ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી અને આયેશાના કમબેક તરીકે જોવા મળી હતી. પરંતુ પાઠશાલા અને મોડ જેવી ફિલ્મો આપ્યા પછી આયેશા અચાનક જ ફિલ્મ ઉદ્યોગથી ક્યાંક ગાયબ થઈ ગઈ.

image source

તો સવાલ એ ઉભો થાય છે કે આયેશા અચાનક કેમ લાઈમલાઈટથી દૂર થઈ ગઈ અને તે આ દિવસોમાં શું કરી રહી છે? નાનપણથી જ અભિનેત્રી બનવાની ઈચ્છા ધરાવનારી આયેશાએ મોટી હિટ ફિલ્મો આપી છે, જ્યારે તેણીએ ઘણી મોટી ફિલ્મોથી હાથ પણ ધોવા પડ્યા છે.

image source

શાહરૂખ ખાનની ફિલ્મ મે હુ ના માં પહેલા અમૃતા રાવનું પાત્ર આયેશા ભજવી રહી હતી. પરંતુ બાદમાં તેને આ ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી. આની પાછળનું કારણ ફિલ્મ મેગેઝિને આયેશાનો એટીટ્યુડ ગણાવ્યો.

image source

આવી જ રીતે આયેશા આમિર ખાનની ફિલ્મ ગજિનીમાં પણ જોવા મળે તેમ હતી. તેમણે આ વિશે ઘણી વાર ખુલ્લેઆમ વાત પણ કરી પરંતુ પછી કોઈ કારણોસર તેને આ ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી. દેખીતી રીતે જ આયેશાનો એટિડ્યૂડ ફિલ્મ ઉદ્યોગમાં સમસ્યા બની રહ્યો. જ્યાં સુધી આયેશાના સિનેમાથી દૂર થવાની વાત છે, તે વોન્ટેડના શૂટિંગ પહેલા શરૂ થઈ હતી.

image source

‘વોન્ટેડ’ શરુ થયા પહેલા આયેશા 5 વર્ષથી હોસ્ટપિટેલિટી બિઝનેસમેન ફરહાન આઝમી સાથે સંબંધમાં હતી. વોન્ટેડના શૂટિંગ અને ફિલ્મની રિલિઝ વચ્ચે આયેશાએ 23 વર્ષની વયે ફરહાન સાથે લગ્ન કરી લીધા.

image source

લગ્ન બાદ તે ફિલ્મોથી દૂર થવા લાગી. લગ્ન પછી તેણે એક જ ફિલ્મમાં કામ કર્યું હતું. અને આ ફિલ્મ નાગેશ કુકનૂર નિર્દેશિત ‘મોડ’ હતી. આ ફિલ્મની ક્રિટીક્સે ખૂબ પ્રશંસા કરી હતી.

આજકાલ આયેશા ક્યાં છે?

image source

ફિલ્મોથી દૂર થયા પછી આયેશા પતિના રેસ્ટોરન્ટ બિઝનેસમાં પોતાનો હાથ અજમાવી રહી છે. તેણે 2013માં એક પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ તેણે મિખાઇલ રાખ્યું હતું. આયેશાએ કહ્યું કે તે તેના પરિવારને સમય આપવા માંગતી હતી, તેથી તેણે આ ઉદ્યોગથી અલગ થવાનું નક્કી કર્યું. તો આ રીતે, આયેશા આ દિવસોમાં તેના પરિવાર અને તેના ફેમિલી બિઝનેસમાં વ્યસ્ત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!