વોલનટ બ્રાઉની- ટેસ્ટી અને હેલ્ધી, બાળકો તો ખુશ થઇ જશે…

વોલનટ બ્રાઉની (Walnut Brownie)

સામગ્રી :-

* ૧૦૦ ગ્રામ ર્ડાક ચોકલેટ,
* ૧૩૦ ગ્રામ બટર ( room temperature પર),
* ૧૧/૨ કપ મેંદો,
* ૧ કપ દળેલી ખાંડ,
* ૧ ટી.સ્પૂન વેનીલા એસેન્સ,
* ૨ ટી.સ્પૂન બેંકીગ પાવડર,
* ૧/૨ કપ ચોપ વોલનટ ( અખરોટ),
* ૧/૨ કપ દૂધ,

રીત :–

એક બાઉલમા મેંદો અને બેકીગ પાવડર ચાળી ને રાખો.
-હવે ગેસ પર એક તપેલી મા પાણી લો તેના પર ચોકલેટ વાળો બાઉલ મૂકો (ડબલ બાઉલર રીત) ચોકલેટ મેલ્ટ કરવા મૂકો. થોડી ચોકલેટ મેલ્ટ થાય એટલે બટર નાખી મિકસ કરો. આને થોડી થોડી વારમાં હલાવતા રહેવુ .મેલ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો .
-હવે તેમા સુગર, એસેન્સ નાખી મિકસ કરો. ત્યારબાદ આમાં મેદો નાખી મિકસ કરો આ મિશ્રણ માં જરૂર પ્રમાણેનું દૂધ નાખી કેક જેવુ બેટર તૈયાર કરો.છેલ્લે વોલનટ નાખી મિકસ કરી ગ્રીસ કરેલા મોલડમાં બેટર નાખી મોલડને થપથપાવી દો.
-હવે મોલડ ને 180 ડ્રિગ્રી પ્રી. હીટ ઓવન માં ૩૦ થી ૩૫ સુધી બેક કરવા મૂકો. પછી તેને સળી થી ચેક કરવુ જો સળી સાફ આવે તો બ્રાઉની તૈયાર છે .નહીતો ૫-૭ મિનિટ ફરી મૂકવી.
– મોલડને બાહર કાઢી ઠંડુ થાય એટલે સવૅ કરો.

* બ્રાઉની ગરમ પણ સવૅ થાય અથવા વેનીલા આઈસ્કિમ સાથે ઠંડી પણ સવૅ કરી શકો છો.
* બ્રાઉની ના બેટર ઉપર પણ થોડા વોલનટ સ્પિંનકલ કરી શકો છો.
* બાળકો ને બહુ ભાવે કેમકે તેમા ચોકલેટ હોય એટલે.
* બ્રાઉની ચા જોડે કે કોફી સાથે પણ સવૅ કરાય છે.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

ખુબ સરસ, શેર કરો તમારા ફેસબુક પર અને દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી