લાંબા સ્વસ્થ જીવન માટે આ વ્યાયામ આજથી જ શરૂ કરી દો

તેમાં કોઈ જ બે મત નથી કે નિયમિતે વ્યાયામ તમને સ્વસ્થ તો રાખે જ છે પણ તેનાથી તમારા શરીરમાં કેટલાક ચમત્કારી ફેરફારો પણ થાય છે. તમને જણાવી દઈએ કે નિયમિતે વ્યાયામ કરવાથી તમારું જીવન લાંબુ બની શકે છે. એટલે કે તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહીને તમારું જીવન પસાર કરી શકો છો. એક સંશોધન પ્રમાણે જો નિયમિત રીતે વ્યાયામ કરવામા આવે તો મૃત્યુનું જોખમ 30 ટકા સુધી ઓછું થઈ જાય છે.

આ બાબત પર અત્યારસુધીમાં ઘણા બધા અભ્યાસો કરવામાં આવ્યા અને તે દ્વારા સાબિત થઈ ચુક્યું છે કે શરીર પાસે નિયમિત વ્યાયામ કરાવવાથી તેને ગંભીર બીમારીઓનું જોખમ ઘટી જાય છે. આ સંશોધનો દ્વારા તે પણ ખબર પડે છે કે શારીરિક પ્રવૃત્તિઓ કરવાથી તમારી માનસિક અવસ્થા પણ સ્વસ્થ રહે છે, તમારું શરીર ઉર્જામય રહે છે, તેમજ તમારામાં આત્મવિશ્વાસ તેમજ આત્મ સમ્માનની ભાવના પણ વધે છે અને તમારી ઉંઘ પણ સુધરે છે.

નિયમિત વ્યાયામ કરવાથી, ટાઈપ 2 ડાયાબીટીસ, હૃદય રોગ, સ્ટ્રોક, તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે. જ્યારે જ્યારે વ્યાયામની વાત આવે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે કેવા પ્રકારનો વ્યાયામ શરીર માટે યોગ્ય ગણાય. આ વિષે પણ ઘણા બધા અભ્યાસ કરવામાં આવ્યા છે.
એક અભ્યાસ માં ચાલવું, દોડવું અને તરવું આ ત્રણે વ્યાયામની એકબીજા સાથે સરખામણી કરવામાં આવી છે. જેમાં આ ત્રણે માટે લાંબી ઉંમરને સૌથી વધારે અસર કયો વ્યાયામ કરે છે તેના પર સંશોધન કરવામાં આવ્યું હતું.

આ અભ્યાસમાં 20થી 90 વર્ષની ઉંમરના કુલ 40,000 થી વધારે પુરુષોએ ભાગ લીધો હતો. આ સંશોધનોમાં સંશોધકોએ સતત 32 વર્ષ સુધી તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. અભ્યાસના અંતે સંશોધકોને જાણવા મળ્યું કે તરવૈયાઓએ ચાલનારાઓ તેમજ દોડનારાઓની સરખામણીએ મૃત્યુના જોખમને 50 ટકા ઓછું કર્યું છે.
નિષ્ણાતોને જ્યારે આ પરિણામ જાણવા મળ્યા ત્યારે તેમને આશ્ચર્ય થયું. તેમણે દોડનારા લોકો અને તરવૈયાઓ બન્નેના મૃત્યુમાં ઓછા જેખમની આશા રાખી હતી, પણ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે તરનારની દોડનારની સરખામણીએ ઘણો ઓછો મૃત્યુ દર હોય છે.

સંશોધકોએ જાણ્યું કે તરવૈયાઓ એરોબિક હોય છે, પણ ચાલનારા અને દોડનારાની જેમ શરીરના નીચેના ભાગના સાંધાઓમાં વધારે તાણ નથી ઉભી થતી. તે જ કારણ છે કે તરવાનો વ્યાયામ બાકીના બન્ને વ્યાયામ કરતાં વધારે લાભ આપે છે.
સંશોધન દ્વારા એ પણ જામવા મળ્યું કે નિયમિત રીતે તરતા લોકોને ચાલતા તેમજ નિષ્ક્રિય જીવન જીવતા લોકોની સરખામણીએ હાઈ કાર્ડિયોરેસ્પાઇરેટરી ફિટનેસનો લાભ અને આનંદ મળે છે. સંશોધકોએ તારણ કાઢ્યું કે તરવું એ કાર્ડિયોસ્કોપિક ફિટનેસમાં સુધારો લાવવા માટે પરંપરાગત વ્યાયામની સરખામણીએ એક સ્વસ્થ વિકલ્પ છે.

તે તમારા સાર્વત્રિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે સૌથી યોગ્ય વ્યાયામ છે. આ વ્યાયામ જુની બીમારીઓ ધરાવતા દર્દીઓને સૌથી વધારે લાભ આપે છે.
જે લોકો દોડવા કે અન્ય કોઈ શારીરિક પ્રવૃત્તિઓ કરવા માટે અસમર્થ હોય તેમના માટે તરવું એક ઉત્તમ વિકલ્પ છે. જો તમને તરવું પસંદ હોય પણ આવડતું ન હોય તો આ વ્યાયામ ચોક્કસ શીખી લેવા જેવો છે. તે એક લાઈફ સેવર એક્સરસાઇઝ પણ છે અને લાઈફને લોંગ એટલે કે જીવનને લાંબુ કરનારી પણ છે.

તરવાથી તમારા સ્નાયુઓ મજબુત બને છે, તમારા હાડકા મજબૂત બને છે તમારું શરીર ફ્લેક્સિબલ બને છે, આ ઉપરાં હૃદય રોગમાં પણ રાહત રહે છે, વજન પણ અંકુશીત રહે છે અને વજનને ઘટાડી પણ શકાય છે. આ ઉપરાંત જો તમને સતત પીઠ દર્દ રહ્યા કરતો હોય તો તેમાં પણ લાભપ્રદ છે, તો વળી અસ્થમાના લક્ષણોમાં પણ સ્વિમિંગ રાહત આપે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ