વાજિદ ખાને હોસ્પિટલમાંથી ગાયેલુૃ આ ગીત સાંભળીને તમે પણ થઇ ભાવુક, જોઇ લો વિડીયોમાં તમે પણ

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી છે ત્યારે દરેક દેશવાસીને ઘરમાં રહેવા મજબુર બન્યા છે. ત્યારે બોલીવુડની દુનિયામાં આ લોકડાઉન ખુબ જ દુઃખદ સમય માંથી પસાર થઈ રહ્યું છે.

image source

બોલીવુડમાં એપ્રિલ મહિનાના અંતમાં ૨૯ તારીખના રોજ અભિનેતા ઈરફાન ખાનનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી બીજા જ દિવસે દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું મૃત્યુ કેન્સરની બીમારીના કારણે થયું હતું. ત્યાર પછી મોહિત બઘેલનું મૃત્યુ થયું હતું.

image source

હજી બોલીવુડના સેલેબ્સ આટલા મોટા આઘાત માંથી બહાર આવ્યા જ હતા નહી ત્યાં જ બોલીવુડના અતુટ ભાગ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ જોડી એવી સાજીદ- વાજીદ માંથી એક પાર્ટનર વાજીદ ખાનનું હાલમાં જ કીડની સંબંધિત બીમારીના કારણે રવિવારરોજ મધ્ય રાત્રિ દરમિયાન જ વાજીદ ખાનએ અંતિમ શ્વાસ લીધા હતા. આવા સમયે ફરીથી બોલીવુડની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઘણી મોટી ખોટ વર્તાઈ રહી છે.

image source

સંગીતકાર વાજીદ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની કીડની સંબંધિત બીમારી સામે લડી રહ્યા હતા. ત્યાર બાદ વાજીદ ખાનને હોસ્પીટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા.

image source

હાલમાં વાજીદ ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાજીદ ખાનના આ વિડીયોમાં વાજીદ ખાનને તેમના અવાજના કારણે ઓળખી રહ્યા છે કારણ કે, વાજીદ ખાનને આ વિડીયોમાં જોઇને ઓળખવા ખુબ મુશ્કેલ છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલ આ વિડીયોમાં વાજીદ ખાન સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’નું ટાઈટલ સોંગ ‘હુડ હુડ દબંગ દબંગ’ ગાઈ રહ્યા છે. વચ્ચે વાજીદ ખાન ગીત ગાતા ગાતા રોકાઈ જાય છે.

image source

ત્યારપછી ફરીથી હસવા લાગે છે અને ગીત ગાવા લાગે છે. વાજીદ ખાનએ ગીત પૂરું કર્યા પછી અંતમાં ‘લવ યુ બ્રધર’ કહે છે. વાજીદ ખાનએ સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’, ‘વોન્ટેડ’, ‘વીર’, ‘નો પ્રોબ્લમ’, ‘ગોડ તુસી ગ્રેટ હો’, ‘પાર્ટનર’ સાથે જ ઘણી ફિલ્મોના ગીતોને પોતાના અવાજથી કંડાર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ