વાહ ભાઈ વાહ, હવે ગેસ કે ચૂલાની કંઈ જરૂર નથી, પાણીમાં નાખીને રાંધી શકશો ભાત

આ દુનિયામાં જેટલી શોધ થાય એટલી ઓછી કહી શકાય. એમાં પણ હવે દર પ્રતિદિન દુનિયા સહેલી થતી જાય છે. જેને આપણે સ્માર્ટ વર્ક કહીએ છીએ. હવે લોકો સ્માર્ટ વર્કમાં જ માનતા થયા છે કોઈ પાસે આજના યુગમાં સમય નછી. જો એક મિનિટમાં કામ પતે તો કોઈ પાસે બે મિનિટ નથી એવા માહોલમાં એક ભયંકર સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે બાસમતીથી લઇને આપણે અન્ય ઘણા પ્રકારના ચોખા ખાધા હશે, પરંતુ મેજિક રાઈસ વિશે બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે.

image soucre

મેજિક રાઈસ વિશે જો વાત કરવામાં આવે તો બિહારમાં ઊગતા આ રાઈસ સ્પેશિયલ છે, તે રાંધવા ચૂલો કે ગેસની જરૂર પડતી નથી. આ ભાતને નોર્મલ પાણીમાં નાખતા તે ખાવાલાયક રંધાઈ જાય છે, આથી તેનું નામ મેજિક રાઈસ પાડવામાં આવ્યું છે. આ ખાસ પ્રકારના ચોખાની ખેતી બિહારના ચંપારણ જીલ્લાના હરપુર ગામમાં રહેતા વિજય ગિરિ નામના ખેડૂતે કરી છે.

image source

સૌથી મોટી વાત એ છે કે જેમણ આ શોધ કરી એ ભાઈ માત્ર ધોરણ 10 સુધી ભણેલાછે. જેનું નામ વિજય છે. આ ભાઈ અનાજ અને ઘઉંની અલગ પ્રજાતિ ઉગાવવા માટે ખુબ ફેમસ છે. મેજિક અનાજની ખાસિયત વિશે જો વિચારવામાં આવે તો તેને સામાન્ય પાણીમાં અડધા-પોણા કલાક માટે રાખો. તેનો સ્વાદ ચૂલા કે કૂકરમાં રાંધવાથી પણ ના આવે તેવો ટેસ્ટી હોય છે.

image source

જો આ મેજિક રાઈસની કિંમતની વાત કરીએ તો તે 40થી 50 રૂપિયા પ્રતિ કિલોના છે. આ રાઈસ આસામમાં પણ ફેમસ છે. ત્યાં તેને GI જેવું ટેગ મળેલું છે. આ ઉપરાંત વિજય ગિરિ કાળા ઘઉં અને કાળું અનાજ પણ વાવી રહ્યા છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટસનું પ્રમાણ વધારે હોય છે અને તે શુગરના દર્દીઓ મારે સારો વિકલ્પ માનવામાં આવે છે. ત્યારે હવે જોવાનુ એ રહ્યું કે આ ચોખા આખા વિશ્વમાં કેવા ધૂમ મચાવે છે અને કેવા હિટ રહે છે. જ્યારે માર્કેટમાં ચોખા આવે પછીની શુ પરિસ્થિતિ થાય એ જોવાનું રહ્યું.

image source

સામાન્ય રીતે લોકો ભાક ખાવાના ટેવાયેલા હોય છે. ત્યારે જો એના ફાયદાની વાત કરવામાં આવ તો ચોખામાં પ્રોટીન, વિટામિન્સ અને ખનિજ હોય છે. નબળું પાચનતંત્ર ધરાવતા લોકો માટે ભાતનું ઓસામણ અત્યંત ફાયદાકારક હોય છે. રાત્રિના ભોજનમાં રોટલીની જગ્યાએ ભાત ખાવા સ્વાસ્થ્યવર્ધક છે. મરડાના રોગમાં ભાતનું સેવન લાભપ્રદ રહે છે. ભાત સરળતાથી પચી જાય છે. ચોખા જેટલા જુના હોય એટલા જ સ્વાદિષ્ટ અને ગુણોથી ભરપૂર હોય છે.

image source

પરંતુ કેટલાક લોકો એવું માને છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે. જ્યારે ભાત સાવ સહેલાઈથી પચી જનારું ભોજન છે. ભાતને દાળ, શાક, રસમ વગેરે અનેક વસ્તુઓ સાથે ખાઈ શકાય છે. ભાતમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વો હોય છે. ભાતનું ઓસામણ એટલે ભાત બનાવતી વખતે બચેલો સફેદ ઘટ્ટ પાણી જે અત્યંત લાભકારક હોય છે. જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. જેથી ભાતને ઓસામણ સહિત જ ખાવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ