પાઘ-પાઘડી અને સાફા સમ્બન્ધિત મહત્વના રીવાજો… સાથે બીજી રસપ્રદ વાતો…

વિસરાયેલી વિરાસત “પાઘડી”

(પાઘ, ફેંટો, સાફો) (જાજરમાન વ્યક્તિત્વનું રહસ્ય “પાઘડી “) પાઘ,-પાઘડી એ દેશ,અને સંસ્કૃતિનાગોઉંરવ નું પ્રતિક છે. પરંતુ વાસ્તવમાં પાઘડીએ3000, વર્ષ જૂનીપરંપરા છે. તેના મુળિયાઆદિકાળજેટલા જુના છે.
પાઘડીની ઉત્પતિ :
આદિમાનવ નદી, સરોવર, કે ઝરણામાં નહાઈને ચહેરાપર પથરાયેલી વાળની લટોને કુદરતી રીતે હાથથી પાછળ ઠેલીદેતા હતા. ધીરે ધીરે તેમને વાળને બાંધવા માટે ઝાડની ડાળી, પાંદડા અને વેલનો ઉપયોગ કરવા માંડ્યો.અને સમયાન્તરે તેમાંથી કપાળ ફરતે ઝીણા કપડાનો “ઓપસ” બાંધવાની શરૂવાત થઇ. આમ ભાત,ભાતના કપડાઓમાંથી પાઘડી બનવા લાગી અને માનવજાતિ, અને જ્ઞાતિના ફાંટાઓ સાથે પાઘડીઓ પણ ફંટાવા લાગી અને, અનેકાનેક પાઘડીઓ અસ્તિત્વમાં આવી .
પાઘડીઓની જાત અને પ્રકાર : “મોરબીની વાડની ઈંઢોણી, ને ગોંડલનીચાંચ , જામનગરનો ઉભો પૂળો , પાઘડીએ રંગ પાંચ , બારાડીની પાટલીયાળી, બરડે ખૂંપાવાળી, ઝાલાઆંટલ્યાળી, ભારે રુવાબ ભરેલી ઘેરીને ગંભીર ઘેડની, જોતા આંખ ઠરેલી, સોરઠની તો સીધી સાદી, ગીરની કુંડાળું ગોહીલવાડની લંબગોળ,ને વળાંકીવધરાળું, ડાબા કે જમણા પડખે એક જ સરખી આંટી, કળા ભરેલી કાઠીયાવાડી, પાઘડી શિર પલાનટી, ભરવાડો નું ભોજ્પરુને, રાતે છેડે રબારી ,
પૂરી ખૂબીકરીપરજીયે, જાજા ઘા ઝીલનારી બક્ષી,જુનાગઢબાબીઓની, સિપાહીઓને સાફો, ફકીરોને લીલો કટકો,મુંજાવર ને માફો .વરણકાટીયો વેપારી કે ,વસવાયા ની જાતિ , ચારણ,બ્રાહ્મણ, સાધુ, જ્ઞાતિ પાઘડીએપરખાતી
રાજા-મહારાજાઓ ની પાઘડી,મહાજનોની પાઘડી, ખેડૂતોની પાઘડી ભીલ્ર-રબારીઓ ની પાઘડી,વિવિધ ફેરીયાઓની પાઘડી,રાજસ્થાનીપાઘડી,કાઠિયાવાડીપાઘડી,

રાજા-મહારાજાઓની પાઘડી ઉંચીગુણવત્તાવાળાકાપડમાં સોનેરી બુટ્ટીઓની ભરતકામવાળી, અને હીરા-મોતીના શણગાર સજાવેલી હોય તો, ખેડૂતની પાઘડી સાદા-સફેદ કાપડની બનેલી હોય છે. મહાજનની પાઘડી નવમીટર ના કાપડની હોય,અને ભીલની પાઘડી પાંચહાથકાપડની બનેલી હોય છે પાઘડીઓના રંગ,તેની લંબાઈ, અને ખાસ કરીને પાઘડીનાવળમાં ઘણું મહત્વ વણાયેલુંછે.પહેલાના સમયમાં પેઢીથી ચાલીઆવતી દોસ્તી અને દુશ્મનીપણ પાઘડી પરથી નક્કીથતી હતી.

પાઘડી પરથી ફક્ત જ્ઞાતિ, કે ગોર જ જાણી શકાયછે, તેવું નથી પરંતુ તેના વળ ઉપરથી માણસનું મનોબળ પણ પરખાતું હતું.

 • પાઘડી સમ્બન્ધિત લોકગીત …
 • 1.”બીનાકંઠ કો ગાવે રાગ, બીના લુણ કો રાંધે શાક,બીનાપેઈચકીબાંધેપાગ, ન તો,રાગ, ન તો શાક,ન તો પાગ,,,,”
 • 2.”વાંકીનદીવલામણે,કણશલેવાંકી જાર ,પુરૂષ વાંકી પાઘડી, નેણા વાંકી નાર “
 • 3.”ઘોડા,જોડા,તલવાર,મુંછ તણો મરોડ ,એ પંચુ ઈ રાખશી,રાજપૂતીરાઠોડ “
 • 4.” વનડાજી તો પાઘાબાંધેનેપ્યારા લાગે ,,,,”
 • 5.” ટહેલ નાખતો એ ટીપણાસાથે,ભાલેટીલુંનેપાઘછે માથે ,ખભે ખડીઓ ને લાકડી સાથ ,એ ઘરો ની એંધાણીકસનો ભારતે “
 • 6.”તારી વાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,,,” (વીણા મહેતા)પાઘ, પાઘડી,અને સાફાસમ્બન્ધિત કેટલીક કહેવતો
 • 1..પાઘડી વેંચી ને ઘી ન ખાવું .
 • 2. પાઘડી ઉછાળવી
 • 3. પાઘડી પગ નીચે
 • 4. પાઘ ના વળ ઢીલા થવા .
 • 5. પાઘડી ઉતરી ગઇ.
 • 6. પાઘ-પાઘડી ના ચીંથરાથઇજવા
 • 7. પાઘડી ગઇ એટલે લાજ ગઇ
 • 8.સવાશેર સુતરની લાજ
 • 9.પાગ-પાઘડી બદલ, ભાઈ
 • 10.પાઘડી પનેપથરાયેલું છે
 • 11. પાઘડી ફેરવી .
 • 12 પાઘડીનો વળ છેડે
 • *13 “જેટલા વળ કાઠીયાવાડીનીપાઘડીમાં, તેટલા વળ તેના પેટમાં “(પૂર્વગ્રહયુક્ત, આ કહેવત ભાગેગુજરાતમાં,અને ખાસ કરીને વડોદરામાંવધુચલણમાં છે.પાઘ-પાઘડી અને સાફાસમ્બન્ધિત મહત્વના રીવાજો
 • * પ્રાચીન સમયમાં સાફાને માન -સન્માન નું પ્રતિક ગણાતું હતું.
 • * ભારતીય પ્રાચીન પરમ્પરા હતી કે માથાપર શેર-સુતર બાંધવું જરૂરી હતું.
 • * પ્રાચીન સમયમાં માથાપર પાઘડી, અને હોઠપરમૂંછ રાખવા ગોઉરવપુર્ણ ગણાતું હતું* પાઘ,પાઘડી, અને સાફાને વ્યક્તિની,મર્દાનગીની નિશાની ગણવામાં આવતી હતી શુભપ્રસંગે પાઘડી/સાફો પહેરવો આવશ્યક હતો.
 • * કોઇપણ પાઘડીને પગથી, ઠોકરમારવી, ઓળંગવું,અને જમીનપર મુકવું એ પાઘડી બાંધનારનું અપમાન કર્યું ગણાતું હતું
 • * પાઘડી બાંધવી એ સન્માન સૂચક હોય છે, પણ પોતાનાથી નીચલી સ્તર અથવા સામાજિક પરમ્પરા અનુસાર નિમ્નવ્યક્તિ પાસેથી પાઘડી બંધાવવી યોગ્ય ન ગણાતું
 • * જેવી રીતે રાખડી બાંધીને ભાઈ બનાવવામાં આવે છે, તેવીરીતે શસ્ત્રોની અદલાબદલી કરીને, અથવા પાઘડીની અદલાબદલી થી ભાઈ બનાવવામાં આવે છે
 • * પ્રાચીન સમયમાં યુદ્ધ દરમિયાન કોઈ રાજાની પાઘડી ઝુટવીને ભાગવું વિજય સૂચક મનાતું પાઘડી શત્રુના હાથમાં જવી એ અપમાનજનકમાનવામાં આવતું .
 • * વરઘોડો આવતા પહેલાની સુચના આપવાવાળા ભાઈ કન્યા પક્ષવાળા આજે પણ રાજસ્થાનમાં પાઘડી બાંધી ખુશ કરે છે .
 • * વ્યક્તિ દેવ-દર્શને અથવા તીર્થસ્થાને જાય,અને ઈશ્વર સામે માથાપરથી પાઘડી ઉતારીને,બે હાથ જોડીને,પગેલાગે છે
 • * રણમેદાનથી કોઈની પણ પાઘડીનું ઘરે પાછું આવવું એ વ્યક્તિના મ્રત્યુ સમાચાર આવ્યા ગણવામાં આવતા હતા.
 • * પ્રાચીન સમય માં, અને આજે પણ,ઘણી જગ્યાએ રાજઘરાનામાંજનાનખાના સ્ત્રીઓના મહેલમાં, અથવા રૂમમાં બધાએપાઘડીબાંધી ને જ પ્રવેશ કરવાનો રીવાજ છે.
 • * કોઇપણ કુટુંબનાવડીલનાઅવસાનના બાર દિવસપછી ઘરના મોટાપુત્રને સમાજની પરમ્પરા અનુસાર જનસમુદાય સમક્ષ સગા-સબંધી દ્વારા પાઘડી બાંધીનેઉતરાધિકારી તરીકે જાહેર કરવામાં આવે છે (પાઘડી રસમ).
 • * પ્રાચીન સમયમાં સ્ત્રીઓ પણ યુદ્ધમાં,પાઘ, પાઘડી,કે સાફાબાંધતી જેમકે ઝાંસીની રાણી, રાણી ર્ગાવતી,પન્નાદાયી, રઝિયા સુલતાના વી.વી.

  સંકલન – વ્યોમેશ ઝાલા.

તમને યાદ છે ખરી આ પાઘડી? શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે, દરરોજ આવી અનેક વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી