ટિપ્સ: નેમપ્લેટનો આકાર અને તેના નામથી જાણી શકાય છે તમારો સ્વભાવ, આ રીતે કરો પસંદગી

આજકાલ નેમપ્લેટ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે. આ સમયે વ્યક્તિની પર્સનાલિટી, એટીટ્યૂડ, પસંદ અને શોખનો પણ ખ્યાલ આવે છે. તેના માટે નેમપ્લેટ એવી હોવી જોઇએ જેનાથી ઘરે આવનારા મહેમાન અને સંબંધીઓ પ્રભાવિત થઇ જાય. માર્કેટમાં અનેક પ્રકાની નેમપ્લેટ્સ અનેક વેરાયટીમાં મળે છે. જેમ કે, એક્રેલિક, સ્ટીલ પ્લેટ, વુડ, એલ્યુમિનિયમ, બ્રાસ, સિરેમિક, ગ્રેનાઇટ વગેરે. જો તમે તમારા ઘરને ટ્રેડિશનલ લૂક આપવા ઇચ્છો છો તો તમે વુડન કે સ્લેટ નેમપ્લેટનો ઉપયોગ કરી શકો છો. આજે અમે આપને નેમપ્લેટની પસંદગી, તેના આકારનું મહત્વ અને નેમપ્લેટ પર લખાતા શબ્દોનું મહત્વ જણાવી રહ્યા છીએ, તે તમને તમારી પર્સનાલિટી વધારવામાં મદદ કરશે. જાણો સાચી નેમપ્લેટની પસંદગી કઇ રીતે કરી શકાશે…

image source

નેમપ્લેટની પસંદગીમાં રાખો આ વાતોનું ધ્યાન

– નેમપ્લેટ એવી હોવી જોઇએ જે દેખાવમાં આકર્ષક અને સ્ટાઇલિશ હોય.

– અલગ અલગ જગ્યાએ વપરાતી નેમપ્લેટના ફોન્ટ પણ અલગ હોય છે. તેમાં યુઝ કરાતા ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખો.

image source

– નેમપ્લેટની પસંદગી સમયે તમારા દરવાજાનો રંગ અને નેમપ્લેટના બેકગ્રાઉન્ડ કલર કોન્ટ્રાસ્ટમાં હોય તેનું ધ્યાન રાખો.

– નેમપ્લેટ બેકગ્રાઉન્ડ અને ફોન્ટ કલર પણ કોન્ટ્રાસ્ટમાં હોવા જોઇએ.

– દરવાજો સિંપલ અને વુડન પોલિશિંગવાળો છે તો તેના માટે કોકોનટ શેલ્સ, નેચરલ ટિવગ્સ, ઘૂંઘરું અને ઘંટડીવાળા એથનિક નેમપ્લેટ્સ પસંદ કરો.

image source

આ રીતે પસંદ કરો નેમપ્લેટનો આકાર

– ધ્યાન રાખો કે નેમપ્લેટ આકારમાં લાંબા ન હોય અને સાથે તેની ઉંચાઇ પણ ઓછી હોય.

– નેમપ્લેટ લગભગ 12*4 ઇંચની હોવી જોઇએ.

– મોટા આકારની નેમપ્લેટને માટે નાની સાઇઝના ફોન્ટ સિલેક્ટ કરીને નેમપ્લેટને આર્કષક બનાવી શકો છો.

– નાના દરવાજાને માટે મોટા આકારના નેમપ્લેટની પસંદગી કરો.

image source

આ રીતે પસંદ કરો નેમપ્લેટનો આકાર

– મોટી દિવાલ કે દરવાજા માટે નેમપ્લેટ પસંદ કરતી સમયે ફોન્ટ બોલ્ડ રાખો, તેનાથી નેમપ્લેટની શોભા વધે છે.

– દરવાજાની ડિઝાઇન અનુસાર નેમપ્લેટનો શેપ જેમકે લંબચોરસ, ઓવલ કે બ્રિજ શેપ સિલેક્ટ કરો.

– ડોર નેમપ્લેટની કિંમત નેમપ્લેટની સાઇઝ, મટિરિયલના પ્રકાર અને અક્ષરોની સંખ્યા પર આધાર રાખે છે.

image source

– નેમપ્લેટની ડિઝાઇન અને બજેટ પ્રમાણે તેની પસંદગી કરો.

– નેમપ્લેટની કિંમત સાથે એડજેસ્ટ કરવાને બદલે તમારી પસંદ અને ડિઝાઇન પ્રમાણે નેમપ્લેટ પસંદ કરો.

નેમપ્લેટ જણાવે છે તમારી આ વાતો….

નેમપ્લેટ – જેમાં ફક્ત દંપતિનું નામ લખ્યું હોય

image source

કેટલાક દંપતિ નેમપ્લેટ પર ફક્ત પોતાનું નામ લખાવે છે, જેમકે વિભા એન્ડ રામ. રિલેશનશીપ એક્સપર્ટ કહે છે કે આ પ્રકારની નેમપ્લેટ લગાવતા દંપતિ મેચ્યોર હોય છે. તેઓ દામ્પત્ય જીવનની સમસ્યાને ઉકેલવામાં માહિર હોય છે. આ પ્રકારની નેમપ્લેટ સંબંધોની મજબૂતી દર્શાવે છે. આ સિવાય કેટલાક દંપતિ એવા હોય છે જે પોતાના બાળકોના નામ પણ નેમપ્લેટ પર લખાવે છે. જોઇન્ટ ફેમિલિમાં રહેનારા આ પ્રકારની નેમપ્લેટ દરવાજા પર લગાવે છે. આ નેમપ્લેટ દર્શાવે છે કે આ ઘરમાં રહેનારા લોકો એકમેકની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે.

સરનેમ નેમપ્લેટ્સ

આ પ્રકારની નેમપ્લેટ પર દંપતિ ફક્ત પોતાની સરનેમ જ લખાવે છે. જેમકે કોઠારી. એક્સપર્ટ માને છે કે ફક્ત સરનેમની નેમપ્લેટ લગાવનારા લોકો અહંકારી હોય છે. તેઓ હકીકત સાથે જલ્દી રૂબરૂ થતા નથી.

image source

હેડ ઓફ ધ ફેમિલિ નેમપ્લેટ

કેટલાક લોકો પરિવારના મુખ્ય વ્યક્તિના નામની નેમપ્લેટ બનાવડાવે છે. એક્સપર્ટ કહે છે કે આ પ્રકારના લોકોના પરિવારમાં પુરુષ કે સ્ત્રી પ્રધાન સત્તા હોય છે.

પોસ્ટમેન નેમપ્લેટ

image source

કેટલાક લોકો નેમપ્લેટ બનાવતી સમયે તેમાં પોતાનું નામ અને ઘર નંબર લખાવે છે. જેમ કે , રામ કપૂર, 303. પોસ્ટમેન નેમપ્લેટ લગાવતા દંપતિ જીવનમાં નાની ચીજો માટે ભાવુક હોય છે. તેમને એ વાતથી કોઇ મતલબ નથી કે લોકો તેમના માટે શું વિચારી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ