આ વ્યક્તિના હાથોમાં છે કંઈક અજબ શક્તિ! કોઈપણ મોબાઈલ ફોન ચોંટી જાય છે. જાણો આખો રસપ્રદ કિસ્સો…

ચમત્કાર! આ ગુજરાતી માણસના હાથમાં ચોંટી જાય છે મોબાઈલ ફોન… સોશિયલ મીડિયામાં તેમના વિશે થઈ રહી છે વાતો… આ વ્યક્તિના હાથોમાં છે કંઈક અજબ શક્તિ! કોઈપણ મોબાઈલ ફોન ચોંટી જાય છે. જાણો આખો રસપ્રદ કિસ્સો…

સોશિયલ મીડિયામાં એ સમાચારે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. એક સામાન્ય પરિવારના ગુજરાતી ભાઈના હાથમાં અચાનકથી એવી શક્તિ આવી ગઈ છે જેમાં તેમના હાથમાં ચોંટી જાય છે કોઈપણ કંપનીના મોબાઈલ ફોન. આ બાબત શું છે અને તે કોઈ બીમારી છે, ચમત્કાર કે કોઈ અગાધ શક્તિ તેમનામાં આવી ગઈ છે એવું કંઈજ સમજાતું નથી. પરંતુ જેમ જેમ લોકોને તેમના વિશે ખ્યાલ આવે છે લોકો એમને મળવા પહોંચે છે અને સોશિયલ મીડિયામાં પણ એમના નામની ચર્ચા થવા લાગી છે. આ વ્યક્તિ છે, હિંમતનગર તાલુકાના નાનકડા ગામ ગાંધુપુરાના રહેવાસી ભરતભાઈ ધુળા. આમને જોવા આજકાલ લોકોના ટોળા ઉમટ્યાં છે.

હાથમાં મોબાઈલ ચોંટી જવો એ કોઈ ચમત્કાર કે કોઈ બીમારી?

આપણે આપણી આસપાસ અનેક એવા જાદુ કે કૌતુક જોઈએ છીએ કે કોઈના હાથમાંથી કોઈ જાદુઈ વસ્તુ ચોંટી. હાથમાંથી કંકુ ઝર્યું અને ગણેશજીએ ચમચીથી દૂધ પીધું એવું આપણે કેટકેટલું સાંભળીએ છીએ. જેને આપણે કદાચ અંધ શ્રદ્ધા અને ચમત્કાર કહી દઈએ છીએ. બીજી તરફ લોખંડની કોઈ વસ્તુનું ચુંબક સાથે આકર્ષાવવું અને ચોંટી જવું એ પણ એક પ્રકારે વૈજ્ઞાનિક બાબત છે. અનેક પ્રોફેશનલ જાદુગરો હાથની સફાઈ કરીને જાદુના ખેલ બતાવતા હોય છે. પરંતુ આ બાબત એવી છે કે જે નથી કોઈ અંધ શ્રદ્ધા કે ચમત્કારની વાત, હાથની સફાઈ કે જાદુગર હોવાનો તેમનો કોઈ દાવો નથી. વૈજ્ઞાનિક કોઈ કારણ કે તથ્ય મળ્યું નથી. તો શું છે આ જાણીએ…

અચાનક જાણ્યું કે ભરતભાઈના હાથમાં ચોંટે ચે મોબાઈલ ફોન…

કુદરતી કરામાતની વાત જાણીએ તો એક દિવસ અચાનકથી ભરતભાઈ ધુળાને ખ્યાલ આવ્યો કે તેમના હાથમાં તો મોબાઈલ ફોન ચોંટી જાય છે. આમાં વધુ કૌતુક એ પણ છે કે આખા શરીરમાંથી હાથ અને એ પણ ફકત ડાબો જ હાથમાં એવી શક્તિ છે કે જેમાં મોબાઈલ ફોન ચોંટે છે. આ બાબતની મિત્રોને જાણ કરી ભરતભાઈએ ત્યારે આશ્ચર્ય સાથે ચિંતા પણ થવા લાગી સૌને. તરત જ તેમના હાથ સાબુથી ધોવડાવવા લઈ ગયા. એ સમયે કોઈને કંઈ જ સમજાયું નહીં કે શું કરવું અને શું ન કરવું? થોડો સમય જતાં એમને સમજાયું કે એમના શરીરમાં કંઈક એવી શક્તિ અચાનકથી પ્રવેશી છે જેને કારણે તેમના ડાબા હાથમાં કોઈપણ કંપનીના મોબાઈલ ફોન જેમ લોખંડ ચુંબકને ચોંટે એ રીતે ચોંટી જાય છે.

હકીકત જાણીને સૌએ આપ્યું આ રીતે રીએક્શન…

મિત્રો અને પરિવાર આ જાણીને અચંબિત થઈ ગયા. સૌને એટલી તો નવાઈ લાગી કે કોઈ ડોક્ટરને બતાવવું જોઈએ કે કોઈ શારીરિક પરિક્ષણ કરાવવું જોઈએ તેની પણ હજુ સુધી સમજણ પડી નથી. સાવ નાનું ગામ હોવાથી વાત પણ જોતજોતાંમાં ફેલાઈ ગઈ અને સૌ તેમને ત્યાં એકઠ્ઠાં થવા લાગ્યાં. આમના શરીરમાં કોઈ ચમત્કારિક તત્વ ઘુસી ગયું છે કે શરીરમાં કોઈ ચુંબકીય ફેરફારો થયા છે એ હવે ખ્યાલ આવશે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં અને આસપાસના ગામ લોકોમાં આ બાબતને એક કૌતુકની જેમ જોવાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ