“નક્ષત્ર” – આજે વાંચો આ રહસ્યમય નવલકથાનો ભાગ 10….

વાંચો પ્રકરણ 3 વાંચો પ્રકરણ 4   વાંચો પ્રકરણ 5 વાંચો પ્રકરણ 6 વાંચો પ્રકરણ 7   વાંચો પ્રકરણ 8  વાંચો પ્રકરણ 9

પ્રકરણ – 10…..

હું અને કિંજલ વિવેકથી છુટા પડી એસ્પન તરફ જવા લાગ્યા. ત્યારનું વાતાવરણ વરસાદ આવે એવું હતું પણ અચાનક પૂર્વ તરફથી ફૂંકાયેલા પવને વાદળોને ખસેડી નાખ્યા, સુરજ એકદમ ખુલ્લો દેખાવા લાગ્યો. ક્યારેક ક્યારેક કોઈં એકલ-દોકલ વાદળ એને એકાદ મિનીટ માટે ઢાંકીદે તો જરાક અંધારા જેવું થઇ જતું પણ બીજી જ પળે એ વાદળું હટીને ઉજાસ ફેલાઈ જતો. મને થયું આજ વિવેક પણ આમ જ અમારા જીવનમાં ઉજાસ બનીને આવ્યો હતો.

“ઇન્ટરેસ્ટીંગ બોય. વોટ યુ થીંક?” કિંજલે મારી તરફ જોઈ કહ્યું.
“સ્યોર.” મેં કહ્યું.
“તારે એને એ ત્રિશુળ વિશે નહોતું પૂછવું જોઈતું.” કિંજલે મારા તરફ જરા ઠપકા ભરી નજરે જોઈ ને કહ્યું.

“કેમ?” મેં એકદમ નવાઈથી પૂછ્યું, હવે મેં એને ત્રિશુળ વિશે પૂછ્યું એમાં શું પ્રોબ્લેમ હતો મને ન સમજાયું.
“જવાબ આપતી વખતે એ જરાક ખચકાટ અનુભવી રહ્યો હતો, મને લાગ્યું એને એ સવાલ ગમ્યો ન હતો.” કિંજલના અવાજમાં જરાક ચિંતાના ભાવ હતા.
“હી ઇસ માય ચાઈલ્ડહુડ ફ્રેન્ડ, હું એને ગમે તે પૂછું એ ખોટું ન લગાવી શકે.” મેં વિવેક મારો બાળપણનો મિત્ર છે એ બાબત પર ગર્વ લેતા કહ્યું.
“આઈ નો બટ હી વોઝ સ્ટેમરીંગ વાઇલ આન્સરીગ એબોઉંટ નાગાઝ.” કિંજલે ઉમેર્યું, “હેવ યુ નોટીસડ ઈટ?”

“યસ, આઈ હેવ નોટીસડ..આઈ મીન મને પણ એવુ જ લાગ્યું એણે જલ્દીથી પોતાનું વાક્ય ફેરવી નાખ્યું હતું, આઈ થીંક હી વોઝ હાઈડીંગ સમથીંગ.” મેં મારી શંકા રજુ કરી.
“યસ, આઈ ઓલ્સો થીંક સો.” કિંજલ પોતાના ભવાં ઊંચા કરતા બોલી.
“પણ એ શું છુપાવતો હતો અને કેમ?” મેં કિંજલના એક્ષપ્રેસન વાંચવાનો પ્રયાસ કર્યો પણ એ બ્લર હતા.

“એતો ખબર નથી, નિશા પણ એના ટેટુ વિશે કોઈ પૂછે ત્યારે એમ જ ગભરાઈ જાય છે. બહુ અજીબ છે. અશ્વિનીને એની વીંટી વિશે કોઈ પૂછતું કે મજાક કરતું ત્યારે એ પણ એવુ જ રીએક્ટ કરતી..” કિંજલે કહ્યું.
“અને અશ્વિની અને કપિલ એ બધા ગમે ત્યારે ઉદાસ બની જાય છે. એમના ચહેરા પણ ઉદાસ થઇ જાય છે. એમની આંખોનો રંગ પણ બદલાઈ જાય છે એમની આંખો ગમે ત્યારે ફિક્કી બની જાય છે..” મેં કહ્યું.
“કદાચ વિવેક ઈચ્છાધારી નાગ વિશે વાત કરતો હશે?” કીજલે સંભાવના દર્શાવી.

“ઈચ્છાધારી નાગ..?” મેં નવાઈ પામી પૂછ્યું.
“હા કોઈને કહીશ નહી પણ કોલેજમાં મેં અમુક છોકરીઓને વાત કરતા સાંભળ્યા છે કે આપણા શહેરનું નામ નાગપુર કેમ છે. કેમકે જૂની વાતોને જો સાચી માનીએ તો અહી પહેલા એવા લોકો રહેતા હતા જે પોતાની મરજી મુજબ માનવ અને નાગમાં પરિવર્તન પામી શકતા.”

“યુ મીન સેપ સીફટર….??????” મેં નવાઈથી કહ્યું, મને વિશ્વાસ ન હતો થતો એની કાલ્પનિક વાતોમાં, અને નવાઈ પણ લાગી રહી હતી કે કિંજલ જેવી કોલેજમાં ભણતી છોકરી આવી સુપર-સ્ટેશનમાં માનતી હતી.
“હા રૂપ બદલનાર નાગ એવું કહેવાય છે કે એ લોકોને લીધે જ આપણા શહેરનું નામ નાગપુર છે.”
“પણ એનાથી વિવેકની વાત સાથે શુ લેવા દેવા?” મેં સવાલ કર્યો.
“કહેવાય છે કે એ નાગ લોકોમાંથી કેટલાક ખરાબ હતા, એ લોકો આસપાસના વિસ્તારોના લોકોને મારી નાખતા. આપણા શહેરની બાજુમાં જે તારા ઘર પાછળથી ચાલુ થાય એ જંગલ બહુ વિશાળ હતું ને ત્યાં જતા પણ લોકો ડરતા.”

“કેમ?” મારા મો માંથી પ્રશ્ન સરી પડ્યો કેમકે મેં એ પહેલા કોઈના પાસેથી એ વાત સાંભળી નહોતી. પપ્પા જંગલ અધિકારી હતા પણ એમનેય ક્યારેય જંગલના ભૂતકાળ કે શહેરના ઈતિહાસ વિશે નહોતું જણાવ્યું.
“કેમકે ત્યાં એ નાગ લોકોનો ત્રાસ હતો. એવા નાગ લોકો કે જે નિર્દોષ વટેમાર્ગુઓનો જીવ લેતા.. જોકે લોકોનું માનવું છે કે દરેક નાગ ખરાબ ન હતા પણ કેટલાક મિસચીવીયસ અને ક્રુઅલ નાગ એ બધું કરતા જે તેમની જાતિના નિયમોમાં માનતા ન હતા.”

“પછી?”
“પછી આસપાસના વિસ્તારોમાંથી અમુક લોકોએ દુરના એક પ્રદેશમાં રહેતા મદારીઓના એક કબીલાને અહી લાવ્યો જેમણે નાગ લોકોના મુખિયાથી એક સંધી કરી કે એ પોતાના નાગ લોકોને કાબુમાં રાખશે. એ મદારી કબીલાના લોકો ઈચ્છાધારી નાગ સામે લડવા ટેવાયેલ હતા તેમને કેટલાક નિયમોનો સમૂહ તૈયાર કર્યો અને એ નિયમોમાં ન માનનારા નાગને એમણે મારવાનું શરુ કર્યું. તેઓ નાગ હન્ટર હતા એમ કહીએ તો પણ ચાલે.”

“અને?”
“અને વરસો બાદ હવે આપણે આ શહેરમાં રહીએ છીએ પણ હજુયે એ નાગ જાતિના લોકો આપણી વચ્ચે જ છે. બસ એ લોકો આપણને ખબર નથી પડવા દેતા. અને એમાંના ખરાબ નાગથી આપણને એ મદારી વંશના લોકો બચાવતા રહે છે.આજના મોડર્ન જમાનામાં પણ એ નાગ અને મદારી વચ્ચેની આંતરિક લડાઈ ચાલુ જ છે બસ તેઓ તેમની લડાઈમાં આમ લોકોને કે પોલીસ સુધ્ધાને ઇન્વોલ્વ નથી કરતા.”
“તું આવી વાતોમાં વિશ્વાસ કરે છે? તું આવી અંધશ્રદ્ધા અને લોક્વાયકામાં માને છે?” મેં કિંજલ તરફ જોઈ કહ્યું
“કેમ તને વિશ્વાસ નથી થતો આ બધા પર?” કિંજલે મારા સવાલનો જવાબ સવાલથી જ આપ્યો.

“ના, હું મુંબઈમાં મોટી થઈ છું હું આવી સુપર-સ્ટેશનમાં કે ઓમેનમાં વિશ્વાસ નથી કરતી. લોકો તો છાસવારે વિચ અને વિચક્રાફ્ટ, વોર અને વોર્લોકની અફવાઓ પણ ફેલાવતા હોય છે શું એ બધું સાચું હોય છે? શું તે ન્યુઝમાં કેટલીયે વાર નિર્દોષ સ્ત્રીઓને ડાકણ કહી જીવતી સળગાવી દેતા નથી સાંભળી?” મેં એની સામે ઠોસ દલીલ રજુ કરી.
“જો એવું ન હોત તો વિવેકના પિતાજી જાદુગર કેમ છે? તને ખબર છે આપણા શહેરના મોટા ભાગના મદારી પરિવારના લોકો અન્ય શહેરોમાં જાદુગર તરીકે કામ કરે છે.”

“હા મને ખબર છે પણ એ લોકોમાંથી કોઈ એક જાદુની તકનીક શીખ્યું હશે ને બાકીનાને પણ એ ધંધે લગાવ્યા હશે.” મેં લોજીકલ રીતે એ સમજાવવા પ્રયાસ કર્યો.
“ના, એ બધાની જોડે અસલી જાદુ છે. બસ એ લોકો એવો દેખાવ કરે છે કે એમની પાસે અસલી જાદુ નથી અને બસ એ બનાવટી જાદુ બતાવે છે.”
“યુ મીન રીઅલ મેજિક?”
“યસ. ધે હેવ રીઅલ મેજિક એન્ડ ટુ પર્ફોમ ઈટ ધે હેવ સમ ઇન્સટ્રમેન્ટસ”
“યુ મીન એ ત્રિશુલ…?? તો એ ત્રીશુળ એમને નાગથી રક્ષણ આપે છે…??”

“હા. કેમ તને એ ત્રિશુલ પાછળ કોઈ અન્ય હેતુ દેખાય છે?”
“ચાલો એકવાર માની પણ લઈએ કે મદારી લોકો પાસે રીઅલ મેજિક છે, તો નાગ લોકો પોતાની જાતને એમનાથી કઈ રીતે બચાવે છે?? શું એમની પાસે કોઈ જાદુ હોય છે??”
“હા, લોકોના કહેવા મુજબ એ લોકો ગમે તેનું રૂપ ધારણ કરી શકે છે અને ઘણી બધી સુપરનેચરલ તાકાત ધરાવે છે. પણ મદારી સામે એમની કોઈ જ તાકાત કામ નથી આવતી.”

“આ બધી કાલ્પનિક વાતો છે. જસ્ટ ઈમેજીનેશન ડન ઇન લેઝર ટાઈમ” મેં કહ્યું.
“હા, તો કેમ વિવેકના પપ્પાને બિન વગાડતા આવડે છે?? એમની જાતીનો દરેક વ્યક્તિ બિન વગાડતા શીખે છે કારણ કે ગમે ત્યારે નાગ લોકોના જાદુને બેઅસર કરવા એમને બિન વગાડવાની કળાની જરૂર પડે છે. ધીસ ઈઝ ધ ફેક્ટ નોટ ફિકશન, સમ ફિકશન મેં બી એડેડ બાય ધ ટાઈમ બટ ધ બેઝ ઈઝ ટ્રુ, ધ બેઝ ઈઝ ફેક્ટ.” એ મક્કમ સ્વરે બોલતી હતી.

“હા, તો નાગ લોકો પોતાની જાતને કઈ રીતે બચાવે છે?? ચાલો માની લઈએ કે તારી વાત સાચી છે તો પછી હમણા સુધી બધા જ નાગ મરી ગયા હોત કેમકે એમનું જાદુ તો મદારી સામે કામ આવતું નથી. કેન યુ એકપ્લેઈન ધીસ?” મેં પ્રશ્ન કર્યો ત્યારે લગભગ અમે મણી માર્કેટ સુધી આવી ગયા હતા. શગુન મણી માર્કેટમાં જ હતી.

“હા, એનોય જવાબ છે પણ મને વચન આપ કે તું કોઈને કહીશ નહી નહિતર મને પ્રોબ્લેમ થશે.”
“હા, પ્રોમિસ.”
“નાગ લોકો પાસે કોઈ એવી વસ્તુ છે જે એમનું મદારીના જાદુથી રક્ષણ કરે છે. એ વસ્તુ એમના પાસે હોય ત્યાં સુધી મદારી જાતિના લોકો એમનું કાંઈજ બગાડી શકતા નથી.”

“એવું શું છે?”
“નક્ષત્ર કંડારેલી વીંટી.”
“વોટ…? તું કહેવા માંગે છે કે ક્લાર્ક મેમ, અશ્વિની અને કપિલ નાગ છે…??? ઈચ્છાધારી નાગ.??”
“હા.”
“અશકય, આપણી સાથે જ આપણી કોલેજમાં ભણતા લોકોને તું નાગ કહે છે. પાગલ થઇ ગઈ છે કે શું?”
“તો અશ્વિની અને કપિલની આંખોનો કલર કેમ બદલે છે?”
“કેમકે એમને કોઈ એલર્જી હશે, વાતાવરણ બદલાય તો એમની આંખનો કલર બદલાઈ જતો હશે.”

“ના એવું નથી કહેવાય છે કે ઈચ્છાધારી નાગ જ્યારે માનવરૂપ ધારણ કરે ત્યારે એના માથા પરની મણી એના કપાળની અંદર રહે છે જેની ચમકને લીધે એમની આંખો સોનેરી રંગી દેખાય છે એ મણીને લીધે એમની આંખોમાં સંમોહનથી પણ ઊંચા પ્રકારની હિપ્નોટાઈઝ પાવર હોય છે. શું તને ક્યારેય કપિલની આંખો ડીપ ગોલ્ડ નથી દેખાઈ? શું તને એનામાં કોઈ સંમોહન શક્તિ મહેસુસ નથી થઈ?”
“હા, કેમકે એની કીકીઓ ભૂરી છે અને મને એની આંખોમાં સંમોહન શક્તિ દેખાય છે કેમકે હું એને ચાહું છું.”

“ઓકે, તો એ લોકોનો વ્યવહાર ગમે ત્યારે કેમ અચાનક બદલાઈ જાય છે..???”
“એ…” મારી પાસે કોઈજ જવાબ ન હતો. મને થયું કે કદાચ કિંજલ સાચી હોય… ના….. ના એવું શક્ય નથી મારા મને બીજી જ પળે કહ્યું.
“આ શક્ય નથી. આપણી સાથે રહેતા લોકો નાગ ન હોઈ શકે.”
“તો એને કઈ રીતે ખબર હતી કે તને સાપ કરડવાનો છે?”
“કદચ એ આશરે ત્યાં આવ્યો હોય.” ફરી મારી પાસે કોઈ જવાબ ન હતો છતાં મેં દલીલ કરી.

“એ આશરે ત્યાં કેમ આવે એને ત્યાં શું કામ હોય…?? અને એકવાત એ પણ કે તારો એ કોલેજનો પહેલો દિવસ હતો એને શું ખબર કે તું ક્યા રહે છે? અને માની લઈએ કે એ આશરે ત્યાં આવ્યો હતો તો તને ઝેર કેમ ન ચડ્યું?” કિંજલના સવાલે ફરી મને વિચારતી કરી મૂકી. અમે એસ્પન સુધી આવી ગયા હતા.

“બાય.” મેં કિંજલને કહ્યું. એની સોસાયટીનો ગેટ આવી ગયો હતો.
“બાય, બટ કોલેજમાં કોઈની આગળ આ વાત સેર ન કરતી. નહિતર આપણે કોલેજ છોડવાનો વારો આવશે. પેલા જેમ્સ અને નીલ પણ આ મદારી અને કપિલથી ડરે છે. એતો એમને ખબર નહી હોય કે વિવેક કોણ હતો એટલે જ એ એની સામે ગયા. એના પપ્પાથી લગભગ આખું શહેર ડરે છે.”

“હા હું નહી કહું પણ વિવેકના પપ્પાથી કેમ આખું શહેર ડરે છે?”
“કેમકે એ મદારી છે અને જાદુગર પણ. લોકો નથી ઇચ્છતા કે એ એવા માણસથી દુશ્મની કરે જે એમને સમજાય નહી. લોકો અલગ પડતા વ્યક્તિથી ડરે છે. જેમ ભૂતથી ડરે તેમ.” કિંજલે કહ્યું અને એની સોસાયટીના ગેટ તરફ વળી હું એને બાય કહીને એસ્પનમાં મારા ઘર તરફ જવા લાગી.

મારા મનમાં અનેક સવાલો હતા. શું ખરેખર કિંજલે કહ્યું એ બધું સાચું હોઈ શકે? હું જેને ચાહવા લાગી હતી એ એક નાગ હોઈ શકે? એ પણ ઈચ્છાધારી નાગ? શું હું મારા પ્રેમને ક્યારેય નહી મેળવી શકું ?
ના,ના એ બધું અશક્ય છે. હું કોલેજ કરતી ભણેલી છોકરી છું એ બધું માનવું અશક્ય છે. મેં વિચારોને ફંગોળી દેવાનો પ્રયાસ કર્યો.
તો પછી એ મારા ઘરે કઈ રીતે આવ્યો? સાપને એણે જોયો ન હતો છતાં એને કઈ રીતે ખબર પડી કે એ બેલા સાપ હતો? હું દવાખાના આગળ લથડી ત્યારે એટલા ટૂંકા સમયમાં એટલા દુરથી કઈ રીતે મારી પાસે આવી ગયો? એ જુઠ્ઠું કેમ બોલતો હતો? મેં એને દુર સુધી જતા જોયો હતો એ વાત કેમ એણે માની નહી? અને અચાનક એનો વ્યવહાર કેમ બદલાઈ ગયો? ખાસ તો એની આંખોનો રંગ કેમ બદલે છે? એ કેમ પોતાની આંગળીમાં નક્ષત્ર કંડારેલી વીંટી પહેરે છે?

જો… જો એવું હશે… એ નાગ હશે તો… હું મારા પ્રેમ ને ખોઈ બેસીસ તો… જો એ નાગ હશે તો સારો નાગ હશે કે ખરાબ… ના, ના, એ ખરાબ નાગ તો નહિ જ હોય.. કેમકે ખરાબ નાગ મને શું કામ બચાવે….. પણ જો એ સારો નાગ હોય તો એ મને બચાવ્યા પછી કેમ મારાથી આવો વ્યવહાર કરે… ક્દાચ મને બચાવ્યાનો અફસોસ થતો હશે તો? કદાચ એ ખરાબ નાગ હશે તો…?? કદાચ એ પેલા જાદુગરોથી બચવા એ વીંટી પહેરતો હશે તો….??? મારું મન વ્યગ્ર હતું. હું વ્યથિત હતી.. શું સાચું અને શું ખોટું એ મને કાઈજ સમજાઈ ન હતું રહ્યું… બસ હું મારા ઘર તરફ ડગલા ભરે જતી હતી.
બસ આ બધું ખોટુ જ છે….. લોકો તો ઘણી સ્ત્રીઓને ડાકણ છે એમ કહીને સળગાવી નાખતા હોય છે એ બધું ક્યાં સાચું હોય છે…?? ના, ના હું આ ન માની શકું આવું ન હોઈં શકે!!!!!

***

ઘરે ગયા પછી હાથ મો ધોઈ ફ્રેશ થઇ. એ જ મમ્મીના વેલકમીંગ વર્ડ્સ અને કોલેજમાં દિવસ કેવો ગયો? શું કર્યું કોઈ નવું દોસ્ત બન્યું કે નહી? એ પ્રશ્નોના જવાબ આપતા મેં નાસ્તો કર્યો. મમ્મીએ વેજ માર્સ મેલોવ બનાવ્યા હતા. જે મારા ખુબજ ફેવરીટ હતા. કદાચ જો કોલેજમાં કોઈ ઘટના ન થયેલ હોત અને મારું મૂડ સારું હોત તો હું બે ડીશ માર્સ મેલોવ પતાવી ચુકી હોત પણ એ દિવસે મને જરાય ભૂખ ન હતી. મમ્મીને કઈ શક ન પડે એ માટે મેં જેમતેમ કરીને એક ડીશ ખાઈ લીધી.

મમ્મીએ મારો ઉદાસ ચહેરો જોઈને જ પૂછ્યું હતું કે શું થયું કોઈ પ્રોબ્લેમ છે? હું માંડ જુઠ્ઠું બોલી હતી કદાચ એ પહેલી વાર હતું કે મારી મોટી ટોફી બ્રાઉન આંખો કોઈ સિક્રેટ સાચવી શકી હતી!!!!!
મમ્મીના સવાલ જવાબ અને માર્સ મેલોવની ડીશ પતાવી હું ઉપર મારા રૂમમાં ગઈ. રૂમમાં જઇ થોડીક વાર ફિલોસોફીના પ્રોજેક્ટ પર કામ કર્યું પણ કાઈ મન બેઠું નહિ એક જ વાત મનમાં ઘોળાયા કરતી હતી. આ બધું શું રહસ્ય છે?

પણ કોઈ જ જવાબ ન હતો એટલે મેં મારી જાતને તણાવ મુક્ત કરવાનો સરળ ઉપાય શોધ્યો. મેં મારું કમ્પ્યુટર ચાલુ કર્યું. આ કોમ્પ્યુટર પણ પપ્પાએ સસ્તામાં લાવેલી વસ્તુઓમાંનું એક હતું એટલે મને ખબર હતી કે એ ડબ્બામાં વિન્ડો લોડ થતા દસેક મિનિટ થશે. એ દસેક મિનિટના સમયનો સદુપયોગ મેં બે દિવસ પહેલા ક્યાંક આડાઅવળું મુકાઈ ગયેલ વોકમેન શોધવામાં કર્યો. અને નવાઈની વાત એ હતી કે મને મારુ વોકમેન મારા જ વોર્ડરોબના અપર સેલ્ફમાંથી મળ્યું.

મને થયું મેં અહીં પહેલા કેમ ન શોધ્યું? મેં કોમ્યુટર તરફ નજર કરી એ હજુ લોડિંગ થઈ રહ્યું હતું. એ લોડિંગમાં દસેક મિનિટ લેશે એતો મને ખબર હતી પણ જે વધુ ડરવા જેવી બાબત હતી એ મારું બી એસ એન એલ ડાયલ અપ કનેકશન હતું. ઇન્ડિયાનું નમ્બર વન કનેકશન એને ડાયલ અપ થતા કોમ્પ્યુટરને લોડ થતા લાગે એથી પણ વધુ સમય લાગતો અને ત્યારબાદ સર્ચ એન્જીનમાંથી સર્ચ રીઝલ્ટ મેળવતા એને એટલો જ બીજો સમય લાગતો.

ટૂંકમાં મારુ ડાયલ અપ કનેકશન નરકનો દરવાજો હતું. જો તમે તમારી જાતને બોર કરવા માંગતા હો તો જ તમારે એ ડાયલ અપ પર કામ કરવા બેસાય અથવા તો સમયનો બગાડ કરવા બેસવું હોય તો.
પણ મારે એ દિવસે ગમે તેમ કરીને સમય કાઢવો હતો એટલે મેં કોમ્યુટર ચાલુ કરી ડાયલ અપ કનેકસનને કામે લગાડ્યું.

આજે જાણે એ મારો સાથ ન આપવા માંગતું હોય એમ મને એણે બે વખત સમથિંગ વેન્ટ રોગ પ્લીઝ ટ્રાય અગેનના મેસેજ આપ્યા અને મેં કર્સરને એ મેસેજ નીચેના રીડાયલ પર ક્લિક કર્યું.

એ રીડાયલ થયું એટલી વાર મે કોમ્પ્યુટરની બાજુમાં જ પડેલ અંતર આગ પુસ્તક ખોલી એની પ્રસ્તાવના વાંચવા લાગી. એ પુસ્તક મેં હમણાં જ ખરીદ્યું હતું.

થોડીકવારે કનેકસન મળી ગયું એટલે મેં ન્યુ સોન્ગ ડાઉનલોઅડ કર્યા, એ બધા એમપી થ્રી, વિડિઓ સોન્ગ એ કનેકશન પર ડાઉનલોડ કરવા શક્ય ન હતું.

મેં દસેક જેટલા નવા સોન્ગ ડાઉનલોડિંગમાં મૂકી ગૂગલ ક્રોમ ખોલ્યું, મને મોજીલા અને ઓપેરા કરતા એના પર કામ કરવું વધુ ગમતું, એનું એક કારણ હતું કે એ બ્રાઉઝર સ્લો કનેકસનમાં પણ સારી રીતે કામ કરતું.

મેં ગૂગલ સર્ચમાં કી-વર્ડ ટાઈપ કર્યા, “ઈચ્છા ધારી નાગ” ગુગલમાં બધું અંગ્રેજીમાં જ લખવું પડે છે
ગુજરાતીમાં સર્ચનું પરિણામ નથી મળતું પણ જો કોઈ ગુજરાતી સર્ચ કરવી હોય તો સરળ રસ્તો છે એ સર્ચને વોટ્સએપ લેન્ગવેજમાં લખી નાખવું. મેં એ જ કર્યું મેં કી વર્ડ વોટ્સએપ લેન્ગવેજમાં ટાઈપ કર્યા અને મને કેટલાક પરિણામ મળ્યા.

આમ તો ગુગલ સર્ચના લાખો પરિણામ બતાવે પણ એમાંથી આપણા કામના માંડ ચાર પાંચ હોય. પણ થેન્ક્સ ગૂગલ કે એ કામના પાંચ પરિણામ ઉપર જ બતાવે નહિતર એ લાખોમાંથી એ કામના પરિણામને શોધતા વરસ લાગી જાય.

મેં પહેલા પરિણામ પર કર્સર લઈ જઈ ક્લિક કર્યું. મારા ધીમા કનેકસનમાં પણ એ સાઈટ જલ્દીથી ખુલી ગઈ મતલબ એના પર ખાસ લોડ ન હતો.

ન જ હોયને? એ બધું કોણ વાંચે છે? કોઈક વાર મારા જેવું કોઈ મુરખ એ સાઈટ ખોલતું હોય તો ભલે. મેં ધાર્યા કરતા સર્ચ પરિણામ જલ્દી મળ્યું. મેં ઉપરથી પહેલી સાઈટ ખોલી વાંચવાનું શરુ કર્યું,

ઈચ્છાધારી નાગ અને નગીન એ ભારતીય દંતકથાઓમાં જોવા મળતા જીવો છે જે પોતાનું રૂપ અને આકાર બદલી શકે છે. કહેવાય છે કે જે શાંત નાગ સો વરસ સુધીના જીવનમાં કોઈ નિર્દોષ પ્રાણીને ડંખ નથી મારતો એ સાપ ઈચ્છાધારી નાગ બને છે. એને એના વરદાન રૂપે ઘણી બધી અસીમ તાકત મળે છે જેમાની એક હોય છે માનવ રૂપ ધારણ કરવું. એ ગમે ત્યારે પોતાની ઈચ્છા મુજબ માનવ રૂપ ધારણ કરી શકે છે માટે તેને ઈચ્છાધારી નાગ કહે છે.

ઈચ્છાધારી નાગ જયારે પોતાના નાગના સ્વરૂપે હોય છે ત્યારે એના માથા પર એક નાગમણી હોય છે અને જયારે તે માનવ રૂપે હોય ત્યારે એ મણી ગાયબ થઇ જાય છે પણ મોટા ભાગના નાગ માનવ થાય ત્યારે તેમની આંખોની કીકી ભૂરી કે સોનેરી બની જાય છે કહેવાય છે કે એ મણીની ચમક તેમની આંખોમાં હોય છે તેમની આંખોમાં હિપ્નોટીઝમથી એ ભારે એવી આકર્ષણ શક્તિ હોય છે…..

મને એટલી માહિતીથી કોઈજ સંતોષ ન થયો એટલે મેં એ વેબસાઈટમાંથી બહાર જઈ બીજી સાઈટ એડ્રેસ પર ક્લિક કર્યું.
દંતકથા એવું પણ કહે છે કે તેમની મણી ચોરાઈ જતાં તેઓ બદલો લે છે અને તેમના જોડામાંથી એકને મારી નાખનાર સાથે પણ તેઓ બદલો લે છે.

ઇચ્છાધારી નાગ (નર) અથવા નાગિન (સ્ત્રી) એ ભારતીય લોકકથામાં એક પૌરાણિક આકાર-સ્થળાંતર સર્પ પ્રાણી છે. આ પ્રાણી મૂળ એક ઝેરી સાપ હોય છે જે કોઈ પણ જીવંત વસ્તુનું સ્વરૂપ લઈ શકે છે, પરંતુ મનુષ્યના સ્વરૂપમાં તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

બસ મને રસ પડતો જ ગયો અને મેં ત્રીજી સાઈટમાં ડોકિયું કર્યું.

પૌરાણિક કથાઓ મુજબ જ્યારે સાપ તેના જીવનના 100 વર્ષ પૂરા કરે છે ત્યારે તે તેની ઇચ્છા મુજબ માનવમાં આકાર બદલવા માટેની શક્તિ સાથે આપવામાં આવે છે. ઇચ્છાધારી નાગને પોતાની જાતને આસપાસના કોઈ પણ જીવના જેવો આકાર ધારણ કરવાની ક્ષમતાઓ હોવાનું માનવામાં આવે છે અને માનવીઓ જેવા ઉચ્ચ ક્રમના સસ્તનોના વર્તનની પણ એ નકલ કરે છે. તેના સાથી પાર્ટનર પ્રત્યે તેનામાં અસામાન્ય રીતે ઊંચી વફાદારી હોય છે. મણી કે પોતાના જોડને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરનાર કોઈપણ વ્યક્તિને ગંભીર અને જીવલેણ ઇજા પહોંચાડવામાં પણ તે ખચકાતા નથી…..

ઇચ્છાધારી નાગ, સાપ સ્વરૂપમાં, “નાગમણિ” નામના મણિ ધરાવે છે, જે હીરા કરતાં વધુ મૂલ્યવાન ગણાય છે. દંતકથાઓ સર્પના ડંખ મારફત ઘણાં લોકોના જીવ ગુમાવે છે એવું બતાવવામાં આવ્યું છે. જ્યારે સર્પ ચોરી થયેલી મણિ માટે વેર વાળે છે ત્યારે તે ખુબ જ ભયાનક બની જાય છે, પણ તેનું સૌથી રૌદ્ર સ્વરૂપ તો પોતાના જોડાને તોડનાર સાથે બદલો લેતી વખતે જોવા મળે છે..

મહાભારતની જેમ જ ઈચ્છાધારી નાગની વાત સાચી છે. આધુનિક દિવસની વાર્તામાં મહાભારતમાં ઉલોપી અને અર્જુનની વાર્તામાં તેના મૂળ જોવા મળે છે.. ઉલોપી એક નાગા રાજકુમારી હતી, જે નાગ મણિ ધરાવતી હતી, તે અર્જુન સાથે પ્રેમમાં પડે છે તેની સાથે લગ્ન કરે છે.

નાગ અને નાગિનનો જવાબ પૌરાણિક કથાના એક ભાગ છે. તમે જેટલું ઇચ્છતા હો તેટલો તેનો વિશ્વાસ કરો અથવા અવગણી શકો છો. અલબત્ત, નાગ-નાગિનની વાર્તાઓ સદીઓથી ચાલી આવે છે.

ત્યારબાદ મેં નાગમણી વિશે સર્ચ કરી અને કહેવાય છે કે ગુગલ પાસે દરેક પ્રશ્નોના જવાબ હોય છે એમ મને નાગમણી વિશે કેટલીક માહિતી મળી.

કેટલાક લોકો એમ માને છે કે નગમણીની મદદથી અમીર બની શકાય છે તો કેટલાક લોકો એમ મને છે કે નાગમણી જ ઈચ્છાધારી નાગને બધીજ જાદુઈ શક્તિઓ આપે છે તેની મદદથી કોઇપણ વ્યક્તિ પોતાનું રૂપ બદલવાની ક્ષમતા ધારણ કરી શકે છે. પરંતુ આ બધામાંથી કોઈ જ વાત પુરાવાને આધારે સત્ય સાબિત થયેલ નથી. માત્ર દંતકથાઓ જ એમના પુરાવા આપે છે.

મને ખાસ તો કઈ જાણવા ન મળ્યું. પણ એક ચીજ તો નક્કી હતી કપિલની આંખો આ ડેટા મુજબ જ ડીપ ગોલ્ડ હતી અને એની આંખોમાં હિપ્નોટાઈઝ જેવું કૈક જાદુ હતું કે પછી હું એને ચાહવા લાગી હતી એટલે મને એની આંખોમાં જાદુ દેખાતું હતું?

મારી પાસે અનેક સવાલ હતા પણ જવાબ ન હતા એટલે હું એ બધા સવાલોને મારા મનમાં સંઘરી સુઈ ગઈ.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ક્રમશ: વધુ આવતી કાલે…..

દરરોજ રાત્રે 9 વાગે વાંચો નવો ભાગ.

ટીપ્પણી