જલ્સા કરોને જેંતીલાલ

વૃંદાવન અને મથુરા : કૃષ્ણભૂમિની સાથે આ જગ્યાઓ પણ છે ત્યાં જોવાલાયક, શું તમે લીધી છે મુલાકાત…

મથુરા-વૃંદાવનમાં દરવર્ષે અનેક ભક્તો દર્શન કરવા માટે આવે છે. આવામાં જો તમે હજી સુધી નથી ગયા અને જો જવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને અમુક એવી ખાસ જગ્યાઓ વિષે જણાવીશું જે તમે જયારે પણ મથુરા-વૃંદાવન જાવ તો એકવાર મુલાકાત જરૂરથી લેજો.

આમ તો કૃષ્ણના અનેક મંદિરો આખા દેશમાં આવેલ છે પણ મથુરા અને વૃંદાવનની તો વાત જ અલગ છે. અહિયાં આખું વર્ષ ભક્તોનું આવનજાવન ચાલુ જ રહે છે. જો તમે પણ આ મંદિરોના દર્શન કરવા જાવ છો તો અહિયાં જણાવેલ જગ્યાઓની મુલાકાત લેવાનું ચુકતા નહિ.

ભગવાન શ્રીકૃષ્ણના મામા કંસનો કિલ્લો પણ અહિયાં આવેલ છે અને અહિયાં આવનાર દરેક લોકો અહિયાં આવે જ છે. આ હિંદુ અને મુગલ આર્કિટેક્ચરનો એક અદ્ભુત નમૂનો છે. આના સિવાય એ પણ કહેવામાં આવે છે જયારે યમુનામાં પુર આવ્યું હતું ત્યારે આ કિલ્લાએ મથુરાના લોકોનો જીવ બચાવ્યો હતો. કંસના કિલ્લાને હવે પુરાના કિલ્લા કે પછી મથુરાનો પુરાના કિલ્લા તરીકે ઓળખાય છે. આની પાસે જ બહુ પ્રખ્યાત વાસુદેવ અને બ્રહ્મા ઘાટ આવેલ છે, તો હવે જયારે પણ મથુરા જાવ તો અહીયાની મુલાકાત જરૂરથી લેજો.

યમુના નદીના કિનારે આવેલ કેસી ઘાટ એ વૃંદાવનની સૌથી આકર્ષક જગ્યા છે. માન્યતા તો એવી પણ છે કે પ્રભુ શ્રીકૃષ્ણએ આ સ્થાન પર કેસી નામની રાક્ષસીનો વધ કર્યો હતો અને ત્યારબાદ આ જગ્યાએ તેઓએ સ્નાન કર્યું હતું. એટલે જ આ જગ્યાનું નામ કેસીઘાટ રાખવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે અહિયાં પ્રવાસીઓ અને ભક્તો આ પવિત્ર જગ્યાએ દર્શન કરવા આવે છે. આ જગ્યાએ સ્નાન કરવાથી પ્રભુ કૃષ્ણ એ ભક્તની દરેક સમસ્યાઓ હરી લે છે. પોતાના દરેક પાપમાંથી મુક્તિ માટે પણ અહિયાં ભક્તો પ્રાર્થના કરતા હોય છે.

મથુરા વૃંદાવન જઈને ફક્ત કૃષ્ણ, યમુના નદી કે પછી ફક્ત હિંદુ મંદિર જ જોવા નથી મળતા અહિયાં તમને જામા મસ્જીદ પણ જોવા મળશે. આનું નિર્માણ Abd-un-Nabi Khan ૧૬૬૨માં કરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે મુગલ બાદશાહ ઓરંગઝેબના ત્યાં ફોજદાર હતા. આ પ્રસિદ્ધ કૃષ્ણ જન્મભૂમિ મંદિરની નજીક આવેલ છે. આ મસ્જીદ પર થયેલ અદ્ભુત કારીગરી એ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે.

Exit mobile version