વૃદ્ધના પેટમાંથી નીકળ્યા આટલા બધા પથરીના ટૂકડા, 40 મિનિટ સુધી ચાલ્યું ઓપરેશન, અંતે ડોક્ટરો પણ રહી ગયા હેરાન

વૃદ્ધના પેટમાંથી નીકળ્યા 2215 પથરીના ટૂકડા – 40 મિનિટ સુધી ચાલ્યું ઓપરેશન ડોક્ટર પણ રહી ગયા

હરિયાણાના કેથલમાં મેડિકલ સાયન્સનો વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીંયા 80 વર્ષના એક વૃદ્ધના પેટમાંથી 40 મિનિટના ઓપરેશન દરમિયાન પથરીના 2215 ટૂકડા કાઢવામાં આવ્યા છે.

મળેલી જાણકારી પ્રમાણે કૈથલના તિતરમના સતબીર હરિયાણા પોલીસમાં ફરજ બજાવે છે. સતવીરના પિતા શ્રીચંદના પેટમાં કેટલાક દિવસોથી તકલીફ થઈ રહી હતી. છેવટે તેના માટે તેમને જયપુરની એક હોસ્પિટલમાં બતાવવામાં આવ્યા. અહીં ચિકિત્સકોએ 22 ડિસેમ્બરે તેમનું પથરીનું ઓપરેશન કર્યું.

image source

હોસ્પિટલના સંચાલક ડો. દેવેન્દ્ર પંવારની દેખરેખમાં દૂરબીનથી આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. લગભગ 40 મિનિટ ચાલેલા આ ઓપરેશન દરમિયાન શ્રીચંદના પેટમાંથી પથરીના 2215માં ટુકડા કાઢવામાં આવ્યા હતા. જેને ગણતા જ 70 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો. એક સાથે આટલી બધી સંખ્યામા પથરીના ટુકડા જોઈને ડોક્ટર પણ ચકિત રહી ગયા હતા.

જો કે હજુ સૌથી વધારે પથરી નિકવાનો રેકોર્ડ તેના કરતાં ક્યાંય વધારે છે

image source

ચોક્કસ આ વૃદ્ધના પેટમાંથી જેટલા પ્રમાણમાં પથરીના ટૂકડા મળ્યા છે તે ચકિત કરનારા છે. પણ તેના કરતાં પણ વધારે પથરીના ટૂકડા આ પહેલાં પણ ઓપરેશન દરમિયાન નીકાળવામાં આવ્યા છે. તમને જણાવી દીએ કે ગુગલની માહિતી પ્રમાણે મનુષ્યના શરીરમાંથી સૌથી વધારે 11,050 પથરીના ટૂકડા નીકળી ચૂક્યા છે. જે પ્રથમ નંબર છે અને દ્વિતિય નંબર પર 5070 પથીના ટૂકડા પણ મનુષ્યના શરીરમાંથી કાઢવામાં આવ્યા છે. અને હવે આ હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે શ્રીચંદના પેટમાંથી નીકળેલી પથરી કે જેની સંખ્યા 2215 છે તે ત્રીજા ક્રમ પર હોઈ શકે છે.

image source

તમને જણાવી દઈએ કે સમગ્ર ભારતમાં લાખો લોકો કીડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યાથી પિડિત છે. અને ઘણા લોકોને અવારનવાર પથરીના કારણે સાધારણથી અસહ્ય દુઃખાવો થતો હોય છે અને છેવટે તેમણે તેના માટે ઓપરેશન કરાવવું પડે છે. જો કે કેટલીક હદે જો ખોરાકમાં ધ્યાન આપવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે.

image source

કીડની એ આપણા શરીરમાં એક મહત્ત્વનો ભાગ છે, જે યૂરિયા અને અપશિષ્ટ તેમજ લોહીની ગંદકી વધારાનું પાણી, ઝેરીલા પદાર્થને હટાવીને મૂત્ર દ્વારા તેને શરીરમાંથી બહાર કાઢી દે છે. હેલ્ધી લાઇફ માટે કિડની ઠીક રીતે કામ કરે તે ખૂબ જરૂરી છે. આપણે રોજ વિવિધ પ્રકારનો ખોરાક લઈએ છીએ, જે પછીથી ઉર્જામાં ફેરવાય છે, આ પ્રક્રિયા વિષાક્ત પદાર્થેનું નિર્માણ પણ કરે છે, આવા ઝેરીલા પદાર્થનો સંચય માણસના શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે. શરીરમાં પાણીની ઉણપથી પથરી બની શકે છે.

image source

આ પથ્થર સામાન્ય રીતે વટાણાના દાણા જેવા હોઈ શકે છે તેનાથી નાના પણ હોઈ શકે છે અને તેનાથી મોટા પણ હોઈ શકે છે. સામાન્ય રીતે કેલ્શિયમ ઓક્સાલેટ અને કેટલાક અન્ય યૌગિકોથી તે બને છે અને તેની સંરચના એક ક્રિસ્ટલીય હોય છે. કિડની સ્ટોનની સમસ્યા ખૂબગંભીર હોય છે. કિડની સ્ટોનની પીડા અસહનીય હોય છે. જો કીડનીમાં પથરી જામે તો તેનાથી વજન ઘટવું, તાવ આવવો, ગભરામણ થવી, હેમાટ્યૂરિયા, પેટમાં ભારે પીડા થવી અને પેશાબમાં મુશ્કેલી જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. મોટે ભાગે કીડનીની પથરી સર્જરી દ્વારા કાઢવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ