જલ્સા કરોને જેંતીલાલ

વૃદ્ધાશ્રમ – દરેક માતા પિતાએ ગાંઠ બાંધીને રાખવી જોઈએ આ વાતો…

મને એ સમજ નથી પડતી કે આવા આશ્રમ ખોલવાની જરૂર કેમ પડે??? કેમ માં બાપ પોતાનું બાળક ખરાબ હોય તોય કોઈ જગ્યાએ મૂકી નથી આવતા કે  એને ઘરની બહાર પણ નથી કાઢી મુકતા પણ સતત એની જ ચિંતા કરે છે… એનું કારણ એકજ છે કે માં એ એને નવ માસ સુધી પેટમાં રાખી ને પેટ ચીરીને બહાર લાવે છે કદાચ એટલેજ એ પોતાનાથી એને અલગ કરવાનું ક્યારેય વિચારતા નહીં હોય….

જે સમજણ માં બાપ ને હોય એ સમજણ દીકરા દીકરી કે એમના બાળકો કેમ નથી રાખતા??? શુ એ એમજ મોટા થઈ ગયા સમજદાર થઈ ગયા??? શુ માબાપ કરતા થોડું વધારે ભણે એટલે એવું કે માં બાપ ને સમજણ નથી એવું??? આજે હું તમને એક સત્ય હકકીકત કહું છુંતમે ક્યારેય મુસ્લિમ સમાજનો કોઈ વૃદ્ધાશ્રમ જોયો છે??? ના કેમ??કારણ એ લોકો એવું માને છે કે માં બાપ કે ચરણો મેં જન્નત હોતી હેતો પછી એ વાત શુ આપણને લાગુ નથી પડતી?????

હું એક ઘરડાઘરની મુલાકતે ગઈ હતી  ત્યાં એક રૂમ માં 3 જણ હોય અને જેને જેની સાથે ફાવે એની સાથે રહેવાનું મેં ત્યાં જઈ જોયું તો બધા પોત પોતાના ભાગનું કામ કરતા હતા અને જેનાથી ના થાય એ બીજા પાસે કરાવે બધાં હળી મળી કામ કરે  જે લોકો ઘરડા હતા તે બધા પોતાનું કામ જાતે કરતા હતા ને  નવાઈ ની વાત તો એ હતી કે એમના મોઢા ઉપર કોઈ ફરિયાદ નહોતી કે કેમ એમને કાઢી મુક્યાં??????

એક સત્ય ઘટના કહું છું સરલા બેન એટલે  એક દમ સુખી સંપન્ન ઘર બધા જ પૈસે ટકે સુખી છોકરો બહાર સેટ થયો લગ્ન પણ ત્યાંજ કર્યા અને બીજું કોઈ સંતાન નહીં એટલે ઘરડા 75 વર્ષના સરલા બાનો એ એક સહારો હવે દીકરો ત્યાં સિટિઝન થયો એટલે માં ને બોલવાની કાર્ય વાહી કરવા માંડી અને સરલા બેનના પતિ તો થોડા વર્ષો પહેલાજ મરી ગયા હતા એટલે સરલા માસી એકલા થયા એટલે દીકરાને ઘણી વાર કેવડાવ્યું કે તું આવીજ પણ દીકરો આવ્યો જ  ના પણ જેવી ખબર પડી કે સરલા બેને  બધી મિલકત વેચવા કાઢી છે એટલે તરતજ એ ઇન્ડિયા આવ્યો અને માને પટાવી લીધી અને માએ બધી મિલકત પોતાના દીકરા ના નામે કરી દીધી અને પોતાની પાસે કંઈજ ના રાખ્યું  અને હવે દીકરો બધું કામ પતિ ગયું બધું પોતાના નામે થઈ ગયું એટલે બધું વેચી માંને પટાવી એને એની સાથે  અમેરિકામાં લઇજવા તૈયાર કરે છે માં પણ ખુશ ચાલો મારો દીકરો  મને રાખશે એટલે મારે શું ચિંતા….

અને દીકરો માને એરપોર્ટ પર લઈજાય છે માં વિમાન ઘર જોઈ ખુશ થાય છે અને ત્યાંજ દીકરો કહે માં તું અહીં બેસ આ તારી બેગ લઇ હું અંદર જઇ બધું પતાવી આવું છું અને માં ખુશ થતી બસે છે એક કલાક બે કલાક ત્રણ કલાક પણ દીકરો પાછો નથી આવતો અને સરલા બા રડે છે અને પોતાના  દીકરાને શોધી લાવો હું ક્યાં જઈશ એના વગર અને ત્યાંજ પોલિસ ને ખબર પડે છે કે દીકરો માં ને ઉલ્લુ બનાવી ક્યારનોય જતો રહ્યો અમેરિકા ની ફ્લાઈટ માં અને સરલા બા પોતાના ઘરે પાછા આવે છે ત્યારે ખબર પડે છે કે ઘર તો કોઈને વેચીને ગયો છે એટલે હવે મારે ક્યાં જવાનું અને સરલા બા એજ ઘરડા ઘરમાં રહે છે જેની હું મુલાકાતે ગઈ હતી શુ આવું  થઈ શકે આતો સમાજ માટે એક કલંકિત બાબત કહેવાય.

એક દીકરો આટલી હદ સુધી માં ને છેતરી શકે.??? જો તમારે કોઈ વૃદ્ધાશ્રમ માં ના જવું હોય તો તમારા બાળક પર તમે આધારીત રહેશો નહીં બધુજ એનું છે પણ ક્યારે જયારે તમે હયાત ના હોવ ત્યારે  માટે જ્યાં સુધી તમે બંને કે પછી કોઈ એક તમારી પાસે એટલું તો હોવુજ જોઈએ જેટલું જીવન જીવવા જરૂરી છે તમારા ઘરમાં આવનાર વહુને દીકરી ની જેમ રાખો તોજ એ તમને માં નો દરજ્જો આપશે એને વહુજ ગણશો તો ચોક્કસ એ તમને સાસુ ની જેમ રાખશે .તમારી પોતાની દીકરીને સલાહ આપો કે આજે તારો જે પતિ છે એ તારા સાસુ સસરા ના હોત તો ક્યાંથી હોવાનો હતો માટે એમનું આદર કરતા શીખવાડો થોડુંક સહન કરતા શીખવાડો સામે ના બોલવું એ સંસ્કાર આપો અને તમે જેટલું જતું કરશો એટલુંજ એ જતું કરતા શીખશે એટલે બને ત્યાં સુધી ઘરમાં સંપ બની રહે એવું કરો….

હું માનું છુ ત્યાં સુધી ફફત બાળકો જવાબદાર નથી હોતા ઘણી વખત બાળકો સારા હોય છે પણ માં બાપ જુનવાણી છે એટલે થોડું એવું ચાલવાનું બસ તમે એટલું યાદ રાખો એ ગમે તેવા હશે પણ મારા મા બાપ છે બસ આજ જરૂર હોય છે ઘરડા ગઢપણ માં કર કોઈ થોડીક વાત કરે એમનું ધ્યાન રાખે જો બંને પક્ષે જતું કરવાની સમજ દારી હશે તો હું નથી માનતી કે  સમાજ માં  કલંકિત  ગણાંય એવું આવું  કોઈ આશ્રમ ખોલવુ પડે સમજ દારી એજ સચોટ ઉપાય…..

લેખક : નયના પટેલ.

તમારા વિચાર કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારી આસપાસના કિસ્સા પણ લખી શકો છો.

Exit mobile version