વાંચો આ વૃદ્રાએ શું કહ્યું કોરોના વાયરસ વિશે, જેમના ઘરમાં પ્લેગથી થયા હતા અનેક લોકોના મોત

કોરોના વાયરસનો ગંભીર પ્રકોપ જોઈ 120 વર્ષની વૃદ્ધાને 1920માં ફેલાયેલો પ્લેગ યાદ આવી ગયો.

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં રહેતી એક વૃદ્ધા દેવીને કોરોના વાયરસનો ગંભીર પ્રકોપ જોઈ એકવાર ફરી તેમને 1920 માં ફેલાયેલા પ્લેગની યાદ આવી હતી. જો કે આ વખતે તે પહેલાની જેમ ડરતી નથી કારણ કે, તેણીએ તેમની ભાષામાં કહ્યું કે તે સમયે ડૉકટરો ખૂબ જ ઓછા હતા, પરંતુ આજકાલ મોટી સંખ્યામાં ડૉકટરો છે, તેથી ડરવાની કોઈ જરૂર નથી.

કોરોના વાયરસે ફરી એકવાર 120 વર્ષીય વૃદ્ધા દેવીના મનહ્ર્દયને ઝંઝોળીને રાખી દીધું છે. 1920 માં દેશમાં રોગચાળાની જેમ ફેલાયેલા પ્લેગથી મળેલા ઘા ફરી પાછા તાજા થઈ ગયા છે. તે વખતે તેઓ યુવાન હતા. પ્લેગથી તેમના પતિ સહિત પરિવારના 11 સભ્યોનું મૃત્યુ થયું હતું, પરંતુ ત્યારે પણ તેમણે ખૂબ જ હિંમતથી કામ લીધું હતું. આજે હવે તેમના સામે કોરોના છે તો તેઓ તેની સામે લડવા તેમની ત્રણ પેઢીના પરિવારોની હિંમત વધારી તેમને મજબૂત કરી રહી છે. તેઓ બધાને કહે છે કે, હવે ડરશો નહિ, ત્યારે ડૉકટર નહોતા, પણ હવે તો ઘણા છે.

image source

પ્લેગ તેના પતિ સાથે 11 પરિવારજનોને ભરખી ગઈ હતી:-

ઉંમરનો રેકોર્ડ બનાવી ચુકેલી વૃદ્ધા દેવીની યાદશક્તિ હજી પણ અકબંધ છે. 1920 માં ભયંકર રીતે ફાટી નીકળેલા પ્લેગના રોગચાળાને યાદ કરતાં તેણીએ ધ્રૂજતા અવાજે કહ્યું હતું કે, પ્લેગથી તેમના પતિ સુકુરુવા સહિત ગામના 11 સભ્યોનું મૃત્યુ થયું હતું, જેમાં બાબા અયોધ્યા, દૂરના ફુઆ બિલરા અને નૈહા સહિત ગામના મલ્હા રૈકવાર પણ હતા. તેમજ પરિવારના અન્ય 11 સભ્યોનું પણ મૃત્યુ થયું હતું. આખા ગામે ત્યારબાદ જંગલમાં શરણ લીધું હતું. જ્યારે લોકો મરવા લાગ્યા ત્યારે તેઓ પણ પુત્રી સાથે જંગલમાં રહેવા લાગી હતી.

એક મૃતદેહનો અંતિમ સંસ્કાર કરીને આવતા ત્યાં તો ઘરમાં બીજો એક મૃતદેહ તૈયાર રહેતો:-

image source

જ્યારે એક મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા બાદ ગામના લોકો પરત ફરતાં ત્યારે અન્ય એક મૃતદેહ ઘરે તૈયાર રહેતો હતો. ઘણા મૃતદેહોને તો માટીમાં દફનાવવા પડ્યા હતા. દફન કરવાની એટલે જરૂર પડે કેમ કે ત્યાં મૃતદેહને સળગાવવા માટે લાકડાઓની અછત થઈ ગઈ હતી. ગભરાટ એટલો ફેલાયેલો હતો કે લોકો મૃતદેહથી વહેલી તકે છુટકારો મેળવવા માંગતા હતા.

તે વૃદ્ધાની પુત્રી પણ હાલમાં 100 વર્ષની છે:-

image source

બાંદા મુખ્ય મથકથી 30 કિલોમીટર દૂર તેંદુહી ગામમાં પોતાના 70 વર્ષીય નાના પુત્ર ચુન્નુ સાથે વૃદ્ધા રહે છે. તે પોતાના બાળકોને પ્રોત્સાહન આપતા એમ કહે છે કે અમારા સમયમાં તો ડૉક્ટર સુધી જીવતા નહોતા રહ્યા, પણ હવે તો દરેક ગામમાં ડૉક્ટર છે. ડરવાનું કોઈ કારણ નથી. વૃદ્ધાની મોટી પુત્રી ફુલમતિયા જ સો વર્ષની છે. તે નરૈની ક્ષેત્રના પતરહા ગામમાં રહે છે. બીજા પતિ દ્વારા વૃદ્ધાને ત્રણ પુત્રો ગંગાદીન (88 વર્ષ), જમુના (75 વર્ષ) અને ચૂન્નુ (70 વર્ષ) છે, જેઓ ગામમાં જ રહે છે. વૃદ્ધા પૌત્રો સાથે વાત કરીને સમય વિતાવે છે. ગામના બેની પ્રસાદ શુક્લા કે જેઓ એંસી વર્ષની વય પસાર કરી ચુક્યા છે, તેમણે જણાવ્યું કે તેઓ બાળપણથી જ આ વૃદ્ધાને જોતા આવ્યા છે. ગામના વડા અશોકસિંહે જણાવ્યું કે, આખા વિસ્તારમાં આ વૃદ્ધાથી બીજું કોઈ ઉંમરમાં મોટું નથી.

ખુલ્લી હવા અને તાજી શાકભાજી પ્રથમ પસંદગી છે:-

વૃદ્ધાના પુત્ર ચુન્નુએ જણાવ્યું કે અમ્માએ શહેરી દેખાવને ઘર પર ચઢવા દીધો નથી. તેઓ શરૂઆતથી જ સાદું ભોજન કરતા આવી રહ્યા રહ્યા છે. હવે તેઓ થોડું જ ભોજન ખાય છે. સાંજે અંધારું થાય એ પહેલાં સૂઈ જવું અને પરોઢ થાય એ પહેલાં જાગી જવું એ તેમની આદત છે. તેઓને ખુલ્લી હવામાં બેસવું પસંદ છે. અમારા ખેતરોમાં વાવેતર કરેલી શાકભાજીઓ ખવડાવવા પર ભાર મૂકે છે. તેમની હાજરી અને રોકટોક પરિવારને ભટકવા દેતા નથી. અમ્માની એ વાત પણ સાચી છે કે હવે તો મોટા ડૉકટરો પણ છે. સારવાર માટે વ્યક્તિએ વધુ દૂર જવું પડતું નથી. જો આપણે ડોકટરોની સલાહનું પાલન કરીશું, તો બધું સારું થઈ જશે.

1920 માં પ્લેગ તેની ચરમસીમાએ હતો:-

image source

ડૉકટરોના જણાવ્યા મુજબ, પ્લેગ ઉંદરો (રોડન) ને કારણે થયો હતો, જે માખીઓ દ્વારા મનુષ્ય સુધી પહોંચ્યો હતો. પ્લેગ એ એક બેક્ટેરિયમ હતું, જે સ્પર્શ દ્વારા ફેલાતું હતું. અચાનક વધુ તાવ, શરીરમાં અતિશય પીડા થવી, સાથે સાથે શરીરની ગ્રંથિઓમાં સોજો આવવો, ત્યારબાદ તરત જ મૃત્યુ થતું હતું. આ રોગચાળો હોંગકોંગથી ભારત આવ્યો હતો. 1920 માં, આ રોગચાળો ભારતમાં તેની ચરમસીમાએ હતો. મોટી સંખ્યામાં લોકો આ રોગથી મૃત્યુ પામ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ