વ્રત અને ઉપવાસમાં કેમ ચોખા નથી ખાવામાં આવતા, જાણો આ રસપ્રદ માહિતી…

હિંદૂ ધર્મમાં અગિયારસના વ્રતનું અધિક મહત્વ છે. આ ઉપરાંત શિવરાત્રી સહિતના તહેવાર નિમિત્તે પણ પણ વ્રત કરવાનું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસ અને વ્રત સંબંધિત ખાસ નિયમ દર્શાવાયા છે. આ વ્રત કરવા માટે જરૂરી છે કે તેના નિયમોનું પણ પાલન કરવામાં આવે. આ વ્રતનું પાલન નિયમપૂર્વક કરવાથી જ વ્રત કર્યાનું પુણ્ય મળે છે અને આ જન્મ બાદ વ્રતીને મોક્ષ પ્રાપ્ત થાય છે.


ઉપવાસ કરવાનો સૌથી મહત્વનો નિયમ છે કે તેમાં ચોખા ન ખાવા. આ વાત તમે અનેકવાર સાંભળી હશે કે વ્રત કર્યાના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. આ નિયમ પાછળ ખાસ કારણ છે. શું છે આ કારણ આજે તમને પણ જણાવી દઈએ.


માતા શક્તિ એક સમય જ્યારે ક્રોધિત થયા હતા ત્યારે મહર્ષિ મેઘાએ પોતાના યોગથી શરીરનો ત્યાગ કરી અને તેઓ પૃથ્વીમાં સમાઈ ગયા હતા. તેઓ ત્યારબાદ જવ અને ચોખા તરીકે જમીનમાંથી ઉત્પન્ન થયા હતા.

ત્યારબાદ ચોખાને મહર્ષિ મેઘાનું સ્વરૂપ માનવામાં આવે છે અને વ્રતમાં ચોખા ન ખાવાની પ્રથા શરૂ થઈ. ચોખાને પવિત્ર પણ માનવામાં આવે છે અને ચોખાને કચરામાં ફેંકવાને પણ પાપ સમાન માનવામાં આવે છે.


આ પ્રથા પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. વૈજ્ઞાનિક કારણ અનુસાર ચોખામાં પાણીની માત્રા વધારે હોય છે અને પાણી પર ચંદ્રનો પ્રભાવ વધારે હોય છે. ઉપવાસ કર્યો હોય ત્યારે ચોખા ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધી જાય છે અને મન વિચલિત તેમજ ચંચળ બને છે. મન ચંચળ થાય છે ત્યારે વ્રત કરનારનું મન કાબૂમાં રહેતું નથી અને તે વ્રતના નિયમોનું પાલન કરી શકતાં નથી. તેથી વ્રત કર્યું હોય ત્યારે ચાોખાનું સેવન કરવાની મનાઈ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ