મુસાફરી દરમ્યાન ચાલુ વાહને ઊલ્ટી થાય છે, અજમાવો આ ઉપાય

મુસાફરી કરતા સમયે ઊલ્ટી આવે છે, તો અજમાવો આ ઉપાય

તમે હંમેશા જોયું હશે કે અનુભવ્યું હશે કે, મુસાફરી દરમિયાન અનેક લોકોને ઊલટી આવે છે. કેટલાક લોકોને વાહનોના ધુમાડાથી, તો કેટલાક લોકોને બંધ ગાડીમાં આવી સમસ્યા થવા લાગે છે. કેટલાક લોકો બોટમાં બેસે તો આવી સમસ્યા થાય છે. ઊલટી એક સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે પણ આપણે મુસાફરી કરવા નીકળીએ છીએ, તો આ કારણથી આપણી બધી એનર્જિ મરી જાય છે, અને વ્યક્તિ અસહાય અનુભવે છે. તે સમયે સમજમાં નથી આવતું કે શું કરીએ. પરંતુ આજે અમને તમને એવા ઉપયો બતાવીએ, જેના કર્યા બાદ તમને ક્યારેય મુસાફરીમાં ઊલટી નહિ આવે.

ખાલી પેટ ન રહો

સૌથી મોટી સલાહ એ છે કે, તમે જ્યારે પણ બહાર ફરવા નીકળો ત્યારે ખાલી પેટ ન રહો. આવું હંમેશા યુવતીઓ સાથે થાય છે. તેઓ પોતાનો મોટાભાગનો સમય મેકઅપમાં લગાવે છે અને વગર ખાએ ઘરથી બહાર નીકળે છે. આવામાં મુસાફરી દરમિયાન પેટમાં ગેસ બને છે, જેને કારણે જીવ ઊંચોનીચો થયા કરે છે. તેના થોડા સમય બાદ ઊલટી થાય છે. તો આવું બિલકુલ ન કરો.

ગાડીની સરળ દિશામાં ન જુઓ

જો તમને હંમેશા ઊલટીની ફરિયાદ રહે છે, તો તમે મુસાફરી દરમિયાન આ બાબતનું હંમેશા ધ્યાન રાખો. તમે જ્યારે પણ મુસાફરી કરો છો, તો બારીની બહાર રોડ પર બિલકુલ ન જુઓ. આવું કરવાથી મગજ એક બિન્દુ પર કેન્દ્રિત થઈ જાય છે અને પછી ઊલટીની ફરિયાદ થાય છે. ગાડીમાં હંમેશા વચ્ચે બેસો અથવા તો બહાર જોતા સમયે દૂરની ચીજોને જુઓ.

લીંબું-મીઠું

જો બધુ કર્યા બાદ પણ તમને ઊલટી થાય છે, તો તરત લીંબુના બે ભાગ કરીને તેના પર થોડું મીઠું નાખો અને ચાટી જાઓ. આવું કરવાથી તમને તરત ફાયદો થશે. પછી તાજી હવા લેવાનો પ્રયાસ કરો.

પાછળની સીટ પર ન બેસો

જો તમે બસમાં સફર કરો છો, તો હંમેશા એવી જગ્યા પસંદ કરો કે જ્યાં સ્પીડનો અહેસાસ ઓછો થાય. કોઈ પણ મોટા વાહનની પાછળની સીટ પર બેસવાથી ગતિનો અહેસાસ વધુ થાય છે. તેથી હમેશા વચ્ચેની સીટ અથવા કારમાં ફ્રન્ટ સીટ પર બેસો.

મિન્ટની ચોકલેટ ખાઓ

જો તમને મુસાફરીમાં ઈચકી આવે છે, તો હંમેશા મિન્ટની કોઈ ચોકલેટ ખાઓ. તેનાથી મન સારું રહેશે તમે કચ્ચા આમ કે ટોફી પણ ખાઈ શકો છો. તેનાથી તમારા જીવનો ગભરાટ ઓછો થઈ જશે અને તરત રાહત મળશે.

આંબલીનો પ્રયોગ

આંબલી એવી વસ્તુ છે, જે તરત રાહત આપે છે. આંબલી પર મીઠું ભભરાવીને મોઢામાં રાખી લો. તેનાથી મોઢાની અંદર વિટામિન સી પેદા થશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જેથી ઊલટી નહિ આવે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવવા કે વાંચતા માંગો છો તો લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી