વોલ્યૂમેટ્રિક્સ ડાયટથી કરો વજન ઓછું એ પણ બહુ સરળ રીતે, જાણો કેવીરીતે કરશો..

વજન ઓછુ કરવા નવો ડાઈટ પ્લાન

આજ સમાજ અને લોકોની જીવનશૈલીમાં ઘણો ફરક આવી ચૂક્યો છે. દુનિયાની સૌથી મોટી ચિંતા હવે ફિટનેસને લઈને છે. આજની મલ્ટી ટાસ્કીંગ લાઈફમાં શરીરની ચુસ્તતા જાળવી રાખવી ખૂબ જરૂરી છે. ડાઈટ પર કાબુ અને વર્કઆઉટને પોતાના રુટીનમાં શામેલ કરીને તમે આસાનીથી આવુ કરી શકો છો. આવા અને ડાઈટ પ્લાન છે, જે તમારી જરૂરતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. તમે તમારી પસંદ અને સ્વાસ્થયને અનુસાર ડાઈટ પ્લાનનું ચયન કરી તેને અપનાવી શકો છો. જણાવી રહી છે મૃદુલા ભારદ્વાજ.

જાડાપણું આજ લોકોની મોટી સમસ્યા બની ચૂક્યુ છે. વજન ઉતારવા અને ફિટનેસ માટે ન જાણે કઈ-કઈ પ્રકારના ટોટકા આજમાવવામાં આવી રહ્યા છે. ક્યારેક ભૂખ્યા રહેવુ તો ક્યારેક જરૂરથી વધુ વર્કઆઉટ. એવામાં તે આ ભૂલી જાય છે કે ખાનપાનનું ધ્યાન ના રાખીને તે પોતાના સ્વાસ્થય સાથે રમત કરી રહ્યા છે. જો અમુક ડાઈટ પ્લાનને અનુસરીને ચુસ્ત રહી શકાય છે તો ભૂખ્યા રહેવાની શું જરૂર?

ડીએએસએચ ડાઈટ

ડીએએસએચ ડાઈટ આંતરરાષ્ટ્રીય સ્તર પર ખૂબ પ્રખ્યાત છે. ડીએએસએચ ડાઈટનો અર્થ છે ડાઈટરી એપ્રોચિઝ ટૂ સ્ટોપ હાઈપરટેંશન. આ એક હ્દયને સ્વસ્થ રાખતુ ડાઈટ છે, જેને ઉચ્ચ રક્તચાપ વાળા લોકો માટે બનાવવામાં આવ્યુ છે જેથી તેમનો રક્તચાપ ઓછો કરવામાં મદદ મળે. આમાં બધી પ્રકારના અનાજ, ફળ, શાકભાજી, મેવા અને ઓછી કે ફૈટ ફ્રી ડેરી ઉત્પાદોને શામેલ કરવામાં આવ્યા છે. આ ડાઈટ દરમિયાન તે ખાદ્ય અને પીવાના પદાર્થો પણ રોક લગાવવામાં આવે છે, જેમાં મીઠુ, લાલ માંસ અને વસા શામેલ હોઈ છે.

આ ડાઈટથી પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની માત્રા વધી જાય છે. આ રક્તચાપને નિમ્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે. અધ્યયનમાં મળી આવ્યુ છે કે આ ડાઈટ શરૂ કરવાના બે અઠવાડિયાની અંદર રક્તચાપમાં કમી થવા લાગે છે અને બે મહિનામાં જ રક્તચાપમાં ખરાબ કોલેસ્ટ્રોલમાં કમી આવવા લાગે છે. ડીએએસએચ ડાઈટ દરમિયાન તેને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ઓછા મીઠાનું સેવન કરવુ. આમાં તમે લાલ માંસ, માછલી, પોલ્ટ્રી, ફળ, શાકભાજી, વસામુક્ત ડેરી ઉત્પાદો, મેવા, બીજ, ફળિયોનો ઉપયોગ કરો. જંક ફૂડ ખાવાથી બચવુ.

ધ જેની ક્રેગ ડાઈટ

જેની ક્રેગનો ડાઈટ પ્લાન કેલેરી અને વસામને નિયંત્રિત કરનાર ડાઈટ પ્લાન છે. આ ડાઈટમાં ફળ, શાકભાજી, બધી પ્રકારના અનાજ, ઓછા વસા વાળા દુધ ઉત્પાદ અને હ્દયને સ્વસ્થ રાખતા વસાયુક્ત આહાર પર જોર આપવામાં આવે છે. આ ડાઈટમાં લીન મીટ, પોલ્ટ્રી, માછલી, ફળિયો, ઈંડા અને મેવા પણ શામેલ છે. આ ડાઈટ પ્લાન દરમિયાન જંક ફૂડ અને સોડાનું સેવન નિષેધ છે. આ એક સંતુલિત આહાર પ્લાન છે, જેને સારી રીતે ઉપયોગ કરી શકાય છે. તેમાં તમારે કેલેરી ગણવાની જરૂર નથી પડતી.

લર્ન ડાઈટ

આમાં ૫૫ થી ૬૦ ટકા ઉર્જા કાર્બોહાઇડ્રેટ્સ અને ૧૦ ટકાથી પણ ઓછી ઉર્જા સંતૃપ્ત વસાથી મળે છે. લર્ન ડાઈટનો અર્થ છે-લાઈફ સ્ટાઈટ, એક્સરસાઈઝ, એટીટ્યુડ, રિલેશનશિપ અને ન્યૂટ્રિશન. આ ડાઈટ પ્લાનમાં ફળ, શાકભાજી, ફળિયોને શામેલ કરવામાં આવ્યા છે. જેટલા બની શકે આ ડાઈટ પ્લાન દરમિયાન વસાયુક્ત ભોજનથી દૂર રહેવુ. આ ડાઈટમાં તમને સારા કાબરેહાઈડ્રેટ મળે છે, સાથે જ વસાયુક્ત આહારની સખ્ત મનાઈ હોઈ છે.

વેટ વોચર્સ

વેટ વોચર્સ ડાઈટમાં તેના સદસ્ય વજન ઓછુ કરવા માટે લોકોની આદતો, ખાનપાન, વધુ વ્યાય‍ામ પર જોર દેવામાં મદદ કરે છે. આ ડાઈટ પ્લાનને અંતર્ગત વસાયુક્ત ભોજન બિલકુલ મનાઈ હોઈ છે. બાફેલા શાકભાજી, ફળ અને સલાડ જેવા આહાર પર વધુ જોર આપવામાં આવે છે. વેટ વોચર્સ આધુનિક દ્રષ્ટિકોણ રાખે છે, જેનાથી તમે નિયંત્રિત ભાગમાં પોતાના મનપસંદ અાહારની મજા માણી શકો છો.

સ્લિમ ફાસ્ટ ડાઈટ

સ્લિમ ફાસ્ટ ડાઈટ પ્લાન ૩-૨-૧ ને અનુસાર કામ કરે છે. મતલબ આ પ્લાનમાં ૩, સૌ કેલેરી સ્નેક્સ, ૨ ભોજન પ્રતિસ્થાપન અને ૧ પાંચસો કેલેરિોનો સંતુલિત અાહાર પ્રતિદિન આપવામાં આવે છે. આમાં લીન મીટ, ફળ, શાકભાજી શામેલ કરવામાં આવ્યા છે. જંક ફૂડ અને વધુ કેલેરી વાળા ખાદ્ય પદાર્થની મનાઈ હોઈ છે. આ ડાઈટ પ્લાનને ક્યારેય પણ આસાનીથી ઉપયોગ કરી શકાય છે.

વોલ્યૂમેટ્રિક ડાઈટ

આ ઉર્કા ઘનત્વ અને તૃપ્તિની અવધારણા પર આધારિત છે. ના તેનાથી જીવનશૈલીમાં કોઈ પરિવર્તન આવે છે અને ના જ આ જલ્દી વજન ઓછુ કરવાનો દાવો કરે છે. વોલ્યૂમેટ્રિક ડાઈટમાં ઉચ્ચ નમીયુક્ત ભોજન જેમ કે તાજા ફળ અને શાકભાજી, જેમાં પાણીની માત્રા વધુ હોઇ છે, શામેલ છે, જેમ કે ટામેટા, બ્રોકલી, સલાડ, કોબી વગેરે. તેના સિવાય તમે તમામ અનાજથી બનેલા પાસ્તા, ચોખા, ઉચ્ચ ફાઈબર યુક્ત બ્રેડ અને અનાજ, વગર ક્રિમના સુપ અને સલાડનું સેવન કરો છો. માંસ અને ડેરી ઉત્પાદ ઓછા વસા વાળા જ લો. તમે ખાંડ અને આલ્કોહોલનું પણ ખૂબ ઓછી માત્રામાં સેવન કરી શકો છો, પરંતુ તેની કેલેરીને રેકોર્ડ કરવી પડશે.

ઓરનિશ ડાઈટ

આ ખૂબ ઓછા વસા પર આધારિત શાકાહારી ડાઈટ પ્લાન છે, જે હ્દયરોગ, કેન્સરનો સામનો કરવા અને વજન ઘટાડવાનો વધારો આપે છે. આ કાર્યક્રમમાં મેડિટેશન, કસરત અને સમૂહ સમર્થનની ભલામણ કરવામાં આવે છે. આ પ્લાનમાં ક્યારેય પણ ભોજન કરી શકાય છે, જેમાં ફળ, શાકભાજી, બીન્સ અને અનાજ શામેલ છે. વસામુક્ત અને ઓછા વસા વાળા ડેરી ઉત્પાદોનું સેવન પણ શામેલ છે. આલ્કોહોલ, લાલ માંસ, પેય પદાર્થ, વસા, તેલ, શુગર અને મીઠુ, જે તમારા શરીર માટે અનુકુળ નથી, તેના સેવનની સખ્ત મનાઈ છે. સફરજન, અનાનસ, સરભરી અને તરબૂચ જેવા ફળ આ ડાઈટ પ્લાનનો મહત્વનો ભાગ છે. આ પ્લાનમાં થોડી-થોડી વારમાં ખાવાથી તમને ઉર્જા મળે છે અને મેટાબોલિક રેટ પણ વધે છે, જે કેલેરી બાળવા અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

વ્યાયામથી વધે છે રક્ત નિર્માણની ક્ષમતા નિયમિત વ્યાયામથી શરીર જ ચુસ્ત નથી રહેતુ, પરંતુ હાડકા પણ મજબૂત થાય છે. મૈકમાસ્ટર વિશ્વવિદ્યાલય ના અનુસંધાનકર્તાઓ એ એક અધ્યયનમાં આ દાવો કર્યો છે કે વ્યાયામથી શરીરની લોહી બનાવવાની ક્ષમતા વધે છે, જેનાથી વ્યકિતના સમગ્ર સ્વાસ્થય સુધરવામાં મદદ મળે છે. શોધમાં આ પણ કહેવામાં આવ્યુ છે કે નિયમિત વ્યાયામથી શરીરના મિસેનશિમલ સ્ટેમ સેલ્સ હાડકા અથવા વસમા પરિવર્તિત થઈ જાય છે.

જાડાપણું ઓછુ કરવુ થશે આસાન

ઓસ્ટ્રલિયાના વૈજ્ઞાનિકો એ જાડાપણું ઓછુ કરતા બ્રાઉન ફૈટનો વિકાસ કર્યો છે. તેમનો દાવો છે કે તેનાથી જાડાપણું ઓછુ કરવામાં મદદ મળશે. વધુ વાઈટ ફૈટના કારણે તેમનું જાડાપણું વધે છે. વાઈટ ફૈટ ઉર્જા સંગ્રહનું સ્થાન છે, જ્યારે કે બ્રાઉન ફૈટ ઉર્જા ઉત્પાદક છે. ૫૦ ગ્રામ વાઈટ ફૈટમાં ૩૦૦ કિલો કેલેરી ઉર્જા સંગ્રહ થાય છે, જ્યારે કે એટલી જ બ્રાઉન ફૈટ પ્રતિદિન ૩૦૦ કિલો કેલેરી ઉર્જા ઓછી કરે છે.

લાંબા જીવન માટે કરો સારા કામ

તમે વિચારી રહ્યા હશો કે ભલા સારા કામથી આયુષ્યને શું લેવા દેવા! પરંતુ એક શોધ કહે છે કે આ બન્નેમાં ખૂબ ગાઢ સંબંધ છે. જો તમે સારા કામ કરો છો તો તમારા જીવનની લંબાઈ વધી શકે છે. એક અમેરિકી અધ્યયનમાં આ વાત સામે આવી છે. આ અધ્યયનમાં ૧૦,૩૧૭ કોલેજીયન છાત્રોને શામેલ કરવામાં આવ્યા હતા. શોધમાં મળી આવ્યુ કે જે છાત્રો એ બીજાની ખૂશીને ધ્યાનમાં રાખીને કામ કર્યા, તેમના મૃત્યુની ટકાવારી ફક્ત ૧.૬ હતી, જ્યારે કે અન્યની ૪.૩ ટકા.

કેટલુ સારુ લાગે છે ને, જ્યારે કોઈ આપણને કહે છે કે ચાહે કેટલુ પણ ખાઓ વજન નહિ વધે. પરંતુ આપણું મન આ વાતને માનવા માટે તૈયાર નથી હોતુ, કે આવુ પણ હોઈ શકે છે? પરંતુ અમે તમે જણાવી રહ્યા છીએ કે આ સાચુ છે. આવુ થઈ શકે છે. બારબરા જે રોલ્સ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ વોલ્યૂમેટ્રિક્સ ડાયટ વધારે ખાવાની થ્યોરીની વકિલાત કરે છે અને આ ડાયટને ૨૦૧૮માં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યુ છે. આ ડાયટ તમારા ભોજનની ક્રેવિંગને કંટ્રોલ નથી કરતુ અને ના તો સમયમાં બધાઈને જમવાની સલાહ આપે છે. આખરે આ વોલ્યૂમેટ્રિક્સ ડાયટ શું છે અને આ ડાયટમાં આપણે શું ખાવાનું છે? અમે તમને આ બાબતમાં પૂરી જાણકારી આપી રહ્યા છીએ.

વોલ્યૂમેટ્રિક્સ ડાયટના સિધ્ધાંતોને અનુસાર, તમારે એવા ફૂડ ખાવા જોઇએ, જેમાં કેલેરી તો ઓછી હોઈ પરંતુ ફાઈબર, પાણી અને પોષણની માત્રા ભરપૂર હોઈ. આવામાં આ ડાયટ માટે તાજા ફળ અને શાકભાજી ખૂબ સરસ વિકલ્પ છે, ખાસ કરીને જેમાં સ્ટાર્ચ ના હોઈ કે ઓછો હોઈ. સુપ અને લો ફૈટ ડેરી ઉત્પાદ આ ડાયટનો આવશ્યક ભાગ છે, જેને તમે જેટલા પણ ઈચ્છો એટલુ ખાઈ શકો છો. તેના સિવાય દિવસભરમાં તમે એકવાર સ્ટાર્ચ વાળા શાકભાજી કે ફળ, અનાજ, લો ફૈટ મીટ અને દાળ ખાઈ શકો છો.

પનીર, ફ્રાઈઝ, બ્રેડ અને સલાડ ડ્રેસિંગ જેવા ખાદ્ય પદાર્થો નો ઉપયોગ અઠવાડિયામાં વધુમાં વધુ બે થી ત્રણ વાર જ કરવો. ડાયટ દરમિયાન ચિપ્સ, કુકીઝ, ડિપ ફ્રાઈડ ફૂડ્સ, કેન્ડી અને માખણથી જેટલી બની શકે એટલી દૂરી બનાવી રાખો. આ ડાયટ વજન ઓછુ કરવામાં કારગર સાબિત થાય છે, કારણ કે જે ફૂડ્સ તમે તમારા ડાયટમાં ઉપયોગ કરો છો, તે વોલ્યૂમમાં તો વધુ હોઈ છે, પરંતુ કેલેરીઝમાં ખૂબ ઓછુ અને આ જ કારણથી વધુ ખાવા પર પણ તમારુ વજન વધવાનું જોખમ નથી રહેતુ. આ ડાયટની સૌથી સારી વાત આ છે કે આમાં સમય અને ખાવાની કોઇ મર્યાદા નથી, તો આ ડાયટમાં ભૂખની તકલીફથી બે-ચાર નથી થવુ પડતુ.

આ ડાયટ ખૂબ જ પૌષ્ટિક છે અને તેને લાંબા સમય સુધી વગર કોઈ નુક્સાનને અનુસરણ કરી શકાય છે. જોકે તેના સાથે એક તકલીફ એ છે કે ઓછી કેલેરી લેવાના કારણે બની શકે છે કે તમે કાંઈક એવા ફેટી એસિડ્સ ના ખાઓ, જે તમારા માટે ફાયદાકારક હોઇ શકે છે. અખરોટ, મગફળી, બદામા ખરજૂબના બીજ જેવા સિડ્સ અને નટ્સ, એવોકાડો અને માછલી આ તમામ તમારા હ્દયના સ્વાસ્થય માટે ફાયદાકારક છે. જોકે કોઈપણ ફૂડને ખાવાની મનાઈ નથી અને તને દિવસમાં એકવાર ઓમેગા-૩ અને ફેટી એસિડથી ભરપૂર ફૂડ્સને ઓછી માત્રામાં પોતાના ડાયટમાં શામેલ કરી શકો છો

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ