આજનો દિવસ :-પ્રમુખ સ્વામી મહારાજ જન્મદિવસ વિશેષ…

પ્રમુખ સ્વામી મહારાજ

? જન્મ :-
૭ ડીસેમ્બર, ૧૯૨૧
ચાણસદ, વડોદરા

? અવસાન :-
૧૩ ઓગસ્ટ, ૨૦૧૬
સાળંગપુર, બોટાદ

? અમુલ્ય વચનો

“બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.”

જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશે, તેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં.

ધર્મ શું છે?..ફક્ત સદાચાર.

માણસની આધ્યાત્મિક જરુરિયાત માટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલિટરીની જરૂર છે, તેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે.

આપણે જેમ મૂતિઁમા ભગવાન જોઇએ છીએ તેમ….દરેક માનવમાં ભગવાન જોવા જોઇએ.

? થોડું વધારે

પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું નહોતું. માગશર સુદ ૮, સંવત ૧૯૭૮ (૭ ડિસેમ્બર, ૧૯૨૧)ના રોજ આ નાના સરખા ગામમાં પંચાયતના ચોરાની સામેની ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પહેલા ઘરમાં નાના એવા પરિવારમાં તેમનો જન્મ થયો. તેમનું જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું. માતાપિતાની ભક્તિ તેમને વારસામાં મળી હતી. નાનપણથી જ તેમણે સ્વામીનારાયણ ભગવાનના ચરણોમાં જીવન સમર્પિત કર્યું હતું. ઈસ ૧૯૩૯ ના વર્ષમાં ૭ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજ પાસેથી પ્રમુખ સ્વામી બાપાએ પાર્શદ દિક્ષા મેળવી હતી. દિક્ષા પછીના એક વર્ષ તેમને સફેદ વસ્ત્રમાં રહેવું પડયું હતું. શાસ્ત્રીજી મહારાજને આ શાંતિભાઈ પેટેલની ભક્તિમાં પૂર્ણ ભાવ લાગ્યો, એટલે શ્રીજી કુપા વચ્ચે શાસ્ત્રીજી મહારાજે ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ ના દિવસે ગોંડલમાં શાંતિભાઈ પટેલ નારાયણસ્વરૂપદાસજી તરીકે જીવન શરૂ કર્યું હતું. ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આઘ્યાત્મિક વારસદાર છે. સ્વામીનારાયણ સંપ્રદાયની પેટાશાખા એવી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ હોવાને કારણે તેમને પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખવામાં આવે છે.

? જીવનપ્રસંગ

? પ્રમુખ સ્વામી મહારાજ

૭ નવેમ્બર, ૧૯૩૯ નો દિવસ

શાન્તિલાલ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું “ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચીઠ્ઠી આપી છે. અઢાર વર્ષના યુવાન શાન્તીભાઈએ કવર ખોલી ચીઠ્ઠી વાંચી.. તો તેમાં લખ્યું હતું. ” સાધુ થવા આવી જાઓ”
શાન્તિભાઈ વડોદરા જવા ને બદલે પાછા ઘેર આવી, માતા-પિતાને ચીઠ્ઠી બતાવી ને કહ્યું રાવજીભાઈના ભાઈલી ગામે મારે સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે. આ હરિભક્ત કુટુંબે આ પળને જીવનની ધન્ય પળ ગણી હસ્તે મુખે , કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે શાન્તીભાઈને વિદાય દીધી.

? જયારે આમલી વાળી પોળમાં આવેલા સત્સંગીના ઘરમાં ( અમદાવાદ ) શાન્તિલાલને દિક્ષા આપી , પછી શાસ્ત્રી મહારાજે પૂછયું ” શૂ ભણવું છે ? ” ત્યારે શાન્તિલાલમાથી નારાયણ સ્વરુપ થયેલ એવા પૂ. પ્રમુખ સ્વામી મહારાજે અંગ્રેજી ભણાવવાની ઇચ્છા જણાવી. ત્યારે વચન સિદ્ધ પુરુષ શાસ્ત્રીમહારાજે કહયું ” સંસ્કૃત ભણો , મોટા મોટા અંગ્રેજ સાહેબો તમને નમશે.

પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા.

આપણે સૌ એ પૂ. બાપાને બિલ ક્લીન્ટન ( અમેરિકાના પ્રમુખ ) ચારલસ પ્રિન્સ ( ઇગ્લેન્ડ ) ના રાજાને નમતા જોયા.

? શાંતિલાલ શાસ્ત્રીજી મહારાજના બે સાધુ નિલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીની સાથે જોડાયા અને તેમની સાથે સાકરદા ગામે અને પછી બોચાસણ જવા રવાના થયા હતા. નિર્ગુણદાસ સ્વામીની સાથે શાંતિલાલ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજને મળ્યા હતા. શાસ્ત્રીજીએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, “સવારમાં હું તમને પાર્ષદ તરીકે દીક્ષા આપવા ઈચ્છું છું. એ પ્રમાણે ૨૨ નવેમ્બર, ૧૯૩૯ (વિ. સં. ૧૯૯૬ના કારતક સુદ અગિયારસ)ના પવિત્ર દિવસે શાંતિલાલ શાંતિ ભગત બન્યા હતા. શાંતિ ભગતે ગુરુની મરજીને માન આપ્યું અને અભ્યાસ માટે સીધા બોચાસણ પહોંચી ગયા હતા. શાસ્ત્રીજી મહારાજે એક દિવસે નવા નવા દીક્ષા અપાયેલા હરિસ્વરૂપ સ્વામી અને શાંતિ ભગતની પરીક્ષા લીધી. તેમણે આ બેઉ જણને ‘રામ’ શબ્દના આઠ રૂપો બોલી જવા કહ્યું ત્યારે શાંતિ ભગત કડકડાટ બોલી ગયા, પણ હરિસ્વરૂપ સ્વામી અચકાઈ ગયા હતા. શાસ્ત્રીજી મહારાજ શાંતિ ભગત પર ખુશ થઈ ગયા હતા.

થોડા સપ્તાહો બાદ, શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતને ભગવતી દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ (વિ. સં. ૧૯૯૬ની પોષ સુદ એકમ)ના દિવસે સવારે ગોંડલમાં અક્ષર દેરી ખાતે યોગીજી મહારાજે મહાપુજા કરી. શાસ્ત્રીજી મહારાજે દીક્ષાવિધિ કરી અને નક્કી કર્યું કે શાંતિ ભગત હવે નારાયણસ્વરૂપદાસના નામે ઓળખાશે. એ માટે એમણે કહ્યું હતું કે, “એ નારાયણનું સાકાર સ્વરૂપ છે. એ પછી એમણે યોગીજી મહારાજને નારાયણસ્વરૂપ સ્વામીને આશીર્વાદ આપવા કહ્યું જેથી તેઓ યોગીજી મહારાજ જેવા ગુણો પામે. ત્યાર બાદ નારાયણસ્વરૂપદાસજીએ અન્ય સાધુઓ સાથે પહેલા ગોંડલમાં અને પછી ભાદરણમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. સંસ્કૃતનો અભ્યાસ કરતી વખતે આ સાધુઓને ગામમાં ભીક્ષા માગવી પડતી અને મંદિરમાં કામ પણ કરવાનું રહેતું હતું.

નારાયણસ્વરૂપની પ્રખર બુદ્ધિમત્તા, વ્યવસ્થાપનની શક્તિ અને સાધુપણું જોઈને પ્રભાવિત થયેલા શાસ્ત્રીજી મહારાજે ૧૯૪૬માં સાળંગપુર મંદિરના કોઠારી તરીકે નિમ્યા હતા. ૧૯૫૦ સુધી એમણે આ પદે ફરજ બજાવી હતી. શાસ્ત્રીજી મહારાજને નારાયણસ્પરૂપ મહારાજ માટે વિશેષ અનુરાગ હતો, તેઓ સ્વામીને પ્રેમથી ‘નારણદા’ કહીને બોલાવતા હતા. એક વાર સાળંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ માંદા પડ્યા ત્યારે એમણે હળવી ટકોર કરી કે જો નારણદા અહીં હોત તો તેઓ ઝડપથી સાજા થઈ જાત. આ વાત અટલાદરામાં મળતા પળનોે પણ વિચાર કર્યા વિના નારણદા ભારે વરસાદ છતાં સાળંગપુર જવા માટે રવાના થયા હતા. ભરવરસાદમાં ટ્રેનમાં લગભગ ૧૦૦ કિલોમીટર સુધી લટકતા ગયા, પછી બોટાદ સ્ટેશનેથી કાદવકીચડ અને ખાડામાં અને જળબંબાકાર મેદાનમાંથી ચાલતાં ૧૧ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આમ નારાયણસ્વરૂપ ગુરુ શાસ્ત્રીજી મહારાજની ખુશાલી અને આનંદ વચ્ચે સાળંગપુર આવી પહોંચ્યા હતા.

સન ૧૯૫૦માં માત્ર ૨૮ વર્ષની ઉંમરે તેઓ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારથી પ્રમુખસ્વામી મહારાજ તરીકેનું તેમનું નામ લોકલાડીલું બન્યું હતું. સન ૧૯૭૧માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના દ્વિતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે તેઓ લાખો ભક્તોના ગુરુપદે બિરાજમાન થયા હતા.

જીવનભર પરિવ્રાજક રહીને લોકસેવા માટે અવિરત 17000થી વધુ ગામડાં-નગરોમાં ઘૂમનાર પ્રમુખસ્વામી મહારાજ છેલ્લાં ત્રણેક વર્ષથી તીર્થધામ સારંગપુર ખાતે વધતી ઉંમર અને સ્વાસ્થ્યને કારણે સ્થાયી થયા હતા.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

— Vasim Landa
The Dust of Heaven ✍️

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી