હું તારી રાહ જોઇશ.. વાંચો આ વાર્તા અત્યારેજ ક્લિક કરો અહિયાં…

5 સ્ટાર હોટેલમાં આગ લાગી હતી. બુમરાણ મચી હતી. અંશ પોતાના રૂમમાં ગાઢ નિંદ્રામાં સૂતો હતો. આખો દિવસ ના કામ અને ભાગમભાગ ને કારણે ગાઢ નિંદ્રા સ્વાભાવિક છે. અચાનક કોઈ એને જગાડવા એના ગાલ પર હાથ મૂકીને કહે હચમચાવે છે. અંશ ઉભોથા અંશ આગ લાગી છે. હોટેલમાં હમણાં બળીને બધું ખાખ થઈ જશે. અંશ ઝબકી ને જાગી જાય છે જોવે છે તો, આજુબાજુ કોઇ નથી પણ બહારની બુમરાણ સંભળાય છે. એ પોતાની બેગ લઈને બારી તોડી બહાર ગાર્ડનમાં આવી જાય છે.

મેનેજર આવીને અંશને કહે છે, સર આર યુ ઑકે?
યસ આઈ એમ ફાઇન અંશ દુવિધા અનુભવતો એટલું જ બોલે છે.
એ કોણ હતું? એ ગાલ પર કોનો સ્પર્શ હતો? સાચે જ એ ન હોત તો હું ન હોત. એ હોય તો પણ ક્યાં? આવા સેંકડો વિચાર અંશના મગજમાં ઘૂમી રહ્યા હતા.

અંશ એક ઇન્ટર નેશનલ કમ્પનીમાં ખૂબ જ સારી પોસ્ટ પર છે અને મુંબઈમાં બીજી કમ્પની સાથે મીટીંગ હોવાથી અંશ મુંબઈ આવ્યો હતો. મુંબઈ મીટીંગ પતાવી એ જ હોટેલ માં ડિનર અને નાઈટ હોલ્ટ કરી સવારમાં નીકળવાનું હતું પણ શોર્ટ સર્કિટને કારણે હોટેલમાં આગ લાગી અને.

અંશ પોતાની ગાડી લઈને જ આવ્યો હતો. રાત્રે જ સુરત જવા રવાના થઈ ગયો હતો.પોતે પાછળની સીટમાં બેઠો હતો અને ડ્રાઇવર ગાડી ચલાવતો હતો પણ આ જ વિચારમાં ગાડીમાં ક્યારે આંખો મીંચાઈ ગઈ ખ્યાલ જ ન રહ્યો. સવારના 7 વાગ્યા હશે. હજુ રસ્તામાં જ હતા. બોસનો ફોન આવ્યો કે સૌરાષ્ટ્રમાં એક ગામમાં આપણે જમીન રાખવા વિચારીએ છીએ તો તું સુરત આવી જા. કાલે સવારમાં જ નીકળવાનું છે.

ના સર જો બીજું કંઈ કામ ન હોઈ તો હું મુંબઈથી સીધો જ સૌરાષ્ટ્રમાં જઇ આવું. મને બધી જ ડિટેલ વોટસએપ કરી દો.
અંશ સામેથી જવાબ આપે છે.
બોસ પણ કહે છે ઓકે ધેટ્સ ગુડ આઈ વિલ સેન્ટ.
અંશ એ મુજબ ગાડીમાં પણ સુચન આપી દે છે. ઘરે પણ ફોન કરી જાણ કરી દે છે.

લગભગ તારાપુર ચોકડીથી 20 કિમિ દૂર હોઈ છે, ત્યાં ઘરે થી કોલ આવે છે બેટા કેટલે પહોંચ્યો?
અંશ કહે મમ્મી હું તારાપુર પહોંચવા આવ્યો. થોડી વાતચીત કરી ફોન મૂકી દે છે.
અંશ ગાડીમાં સુવા માટે આંખો બન્ધ કરી સુવા માટે પ્રયત્ન કરે છે. એ જ ચહેરો નજર સામે આવે છે અને કહે છે અંશ આગળ નહિ જતો અહીં જ ઉભો રહી જા. હું તને આગળ નહિ જવા દઉં. અંશ ઝબકીને જાગી જાય છે. કોણ છે તું ? એમ જોરથી બોલી ઉઠે છે.
ડ્રાઇવર આ સાંભળીને કહે છે સાહેબ શુ થયું?
અંશ કહે છે કઈ નહિ.

ડ્રાઇવર કહે સાહેબ ગાડી સાઈડ કરી દઉં. ચા પાણી પીએ તમે પણ ફ્રેશ થઈ જાઓ.
અંશ હા કહે છે ગાડી હોટેલ પાસે ઉભી રહે છે. ડ્રાઇવર ચા નાસ્તો કરે છે. અંશ ગાડીના ટેકે ઉભો ઉભો વિચાર કરે છે કે કોણ છે આખર આ? જાણીતો અવાજ અને વારંવાર રૂબરૂ આવે છે જાણે સામે સાક્ષાત હોય પણ આંખો ખુલે તો ભ્રમ. મમ્મીનો ફોન આવે છે ગભરાયેલા હોય છે બેટા તું ક્યાં છે?

કેમ મમ્મી શુ થયું? તું કેમ એમ પૂછે છે? અંશ કહે છે
ના બેટા ટીવી માં સમાચાર આવે છે તારાપુર ચોકડી પર ગમખ્વાર અકસ્માત થયો. એમા ત્રણ કાર અને અંદર બેઠેલા તમામ મુસાફરો ખૂબ જ ગમ્ભીર હાલતમાં છે.
અંશ તો અચરજ માં મુકાઈ જાય છે હેરાન પરેશાન થઈ ગયો હોય છે. મમ્મી હું હોટેલ પર છું તારાપુરથી 10 કિમિ પહેલા. હું સલામત છું કઈ જ નથી થયું કરીને ફોન મૂકી દે છે.

અંશ પણ ચા નાસ્તો કરી ને નીકળે છે. સિગરેટ પર સિગરેટ ચાલું. તારાપુર ચોકડી પાસે કાળજા કમ્પી જાય એવો અકસ્માત થયો હતો.
ડ્રાઇવર કહે સાહેબ જુઓ તો ખરાં કેટલો ભયાનક અકસ્માત છે.
ગાડી આગળ વધે છે. ગામડાઓ આવવાના ચાલુ થઈ ગયા. અંશ પાછળની સીટ પર બેઠો બેઠો પેલા અવાજના વિચાર માં હતો. અચાનક જ યાદ આવ્યું. પ્રિયા હા પ્રિયા નો અવાજ છે પણ એ ક્યાં હશે? આવા સંકેત કેમ આપે? કુદરત ખૂબ જ દર્દ સાથે દફન થયેલા એ સંજોગ અને પાત્રને કેમ પરત મેદાનમાં મૂકે છે. આવા વિચારો આવે છે.
પ્રિયા એટલે ?

અંશ જયપુર ની એન્જીનીયરીંગ કોલેજમાં હતો. રાત્રે મુવી જોઈ પોતાની રૂમ પર આવતા હતા. રસ્તામાં એક છોકરીની છેડતી ચાર પાંચ બદમાશો કરતાં હતાં. અંશ બદમાશોને પડકારે છે. બધાની સારી એવી ધુલાઈ પણ કરે છે. મીરાંને હોસ્ટેલ સુધી મુકવા જાય છે. રસ્તામાં વાત કરે છે કે હું પણ ગુજરાતી છું એન્જીનીયરીંગ માં એડમિશન લીધું છે. હું ઘરેથી જ આવું છું. આજે બસ મોડી આવી નહિ તો હું 9 થી 10 વાગે તો પહોંચી જાવ છું. પણ થેન્ક્સ આજ તું ન હોત તો મારું શું થતે? હેવાનોના હાથે બચાવીને તે જિંદગીભર ના ઋણ માં નાખી દીધી.

અંશ માત્ર હસે જ છે. હોસ્ટેલ પર મૂકી અંશ પોતાની રૂમ જતો રહે છે. જયપુર કોલેજ ખૂબ જ વિશાળ અને દેશભરમાંથી વિદ્યાર્થીઓ અહીં આવે. છોકરાઓ પાંચ સાત ભેગા મળીને રૂમ રાખીને રહે. છોકરીઓને હોસ્ટેલમાં રહેવાનું ફરજીયાત હતું.

પોતાના અભ્યાસ સાથે અંશ અને પ્રિયાના સંબંધો પણ આગળ વધતા જ ગયા. રાજસ્થાન અજાણ્યો પ્રદેશ જયપુર ના દરેક કિલ્લાઓ જોવા લાયક સ્થળોએ બન્ને સાથે ફરી લીધા હતા. બન્ને પ્રેમી પંખીડાઓને ખુલ્લું આકાશ મળી ગયું હતું.

અભ્યાસ પૂર્ણ થયો બન્ને ઘરે આવવા નીકળ્યા. નક્કી કરેલું કે પ્રેમનો એકરાર તો પોતાના વતનમાં જ કરશે. બન્ને પોત પોતાના ઘરે ગયા. બન્ને ખુશ હતા કેમકે ડીગ્રી સાથે જીવનસાથી પણ મળી ગયા હતા.
સાંજે પ્રિયાનો ફોન આવ્યો કે મારા સ્વપ્નના રાજકુમારને હું રિંગ પહેરાવી પ્રપોઝ કરીશ.
સામેથી રિપ્લે આવ્યો હું પણ મારી ક્વીનને રિંગ પહેરાવીશ.
પ્રિયા કહે કાલે વિશ્વેશ્વરીની તળેટીએ મારી રાહ જોજે.તુ આવજે હો હુ તારી રાહ જોઇશ.

પ્રેમ ભર્યા અનેક સંવાદને અંતે ફોન મુકાય છે.
સવારમાં અંશ તો બ્લેક ટી શર્ટ બ્લુ જીન્સ એકદમ હીરો જેવા લુકમાં જવા માટે નીકળે છે. વિશ્વેશ્વરી ના ડુંગર સૌથી ઉંચા અને તળેટીથી તો નયનરમ્ય વાતાવરણનો અદભૂત નજારો. જાણે એમ લાગે કે કૂદરતી દ્રષ્યની ફોટોફ્રેમ મૂકી છે. ચારેબાજુ હરીયાળી જ હરિયાળી.

અંશ તો ત્યાં પહોંચી ને કુદરતના પ્રેમમાં જ ખોવાઈ ગયો. આપેલા સમયથી ઉપર એક કલાક નીકળી ગયો હતો. અંશ ફોન કરે પણ સ્વીચ ઓફ આવતો હતો. એ કઈક કામમાં હશે કે ઘરેથી નિકળવામાં મોડું થયું હશે.વારંવાર મનને એમ કરીને મનાવતો હતો. બપોરનો એક વાગ્યો હવે તો અંશ ધીરજ ખોઈ બેઠો હતો. ફોનનો વારંવાર પ્રયાસ કરે છે પણ લાગતો જ નથી. અંતે ત્યાંને ત્યાં ભાંગી પડે છે. રડવા લાગે છે અને ત્યાંથી નીકળીને ઘરે આવે છે. ગામડે મન નથી લાગતુ એટલે સુરત રહેવા જાય છે. ધીરે ધીરે સમય જતો જાય છે દિલમાં પડેલા ઘાવ પણ ભરાતા જાય છે. અંશ ટેલેન્ટેડ છોકરો હોવાથી જલ્દીથી નોકરીમાં સેટ થઈ જાય છે. કમ્પનીમાં પણ પોતાની પ્રામાણિકતા અને કાર્યશૈલી ને લીધે આગળ આગળ વધતો જ ગયો. આ વાતને લગભગ પાંચ વરસ વીતી ગયા હતા. એટલે બહુ બધું ભૂલી ગયો હતો.

ચાલુ ગાડીમાં બધું જ મનમાં યાદ આવે છે. અરે બોસે જે જમીન જોવા કિધેલું એ ગામ અને પ્રિયાનું ગામ પણ એક જ છે.અચાનક જ મનમાં લાઈટ થાય છે. મનમાં નિર્ણય કરે છે કે આ વખતે તો મીરાંને મળવું છે. ભલે એને પ્રપોઝ નથી કરવો પણ મારી શુ ભૂલ હતી? મારે પૂછવું જ છે.
પ્રિયા પપ્પાનું નામ ને બધું પાછું તાજું કરે છે અને તે ગામમાં પહોંચે છે. પોતાનું બિઝનેસનું કામ પૂરું કરીને પ્રિયાની ખોઝમાં નીકળે છે. ડ્રાઇવરને પોતે હોટેલમાં જ રહેવા કહ્યું કે તમે આરામ કરો રાત્રે ડ્રાઇવિંગ કરવાનું છે. હું મારૂ કામ પતાવીને સાંજે આવી જઈશ.

ગામ આવ્યું અંશને થયું પેલી સુંદર જગ્યા જ્યાં વરસોથી નથી ગયો ત્યાં જઈ આવું. અંશ પોતાની ગાડી જવાય ત્યાં સુધી જાય છે પછી ચાલીને તળેટીએ પહોંચે છે. એ જ મનોરમ્ય વાતાવરણ હતું પણ આ વખતે દિલ મનોરમ્ય ન હતું.એ જ તળેટી જ્યા જઈને જોવે તો અંશ તો આભો જ બની જાય છે.

અરે પ્રિયા તું અહીં?
પ્રિયા તો અંશને જોઈને રીતસરની દોડિ ને ગળે વળગી પડી અને બન્નેની આંખોમાંથી ચૌધાર આંસુનો વરસાદ વરસતો હતો. બન્ને એકબીજાને સ્નેહ અને પ્રેમ આલિગન હતુ.

અંશ પૂછે છે પ્રિયા મારી શુ ભૂલ હતી? તું કેમ આવી નહી?
પ્રિયા કહે અંશ હું એ દિવસે ન આવી શકી પણ પછી ના બધા જ દિવસે હું અહી તારી વાટ જોતી હતી. મારો પ્રેમ સાચો હતો એટલે તું આવ્યો.
હું તો એ પ્રેમ વિસરી ગયો હતો. મને એમ હતું કે પ્રિયા હવે મને ક્યારેય નહીં મળે? હા મારી જિંદગી મારા દિલનો એક ખૂણો કાયમ ખાલી રહ્યો અને એ સ્થાન કોઈને આપવાની કોશિશ પણ નથી કરી.
મારો તો અંશ જ રહ્યો. તુ જે રિંગ મને પહેરાવવા લાવ્યો હતો એ રિંગ તે તારી આંગળીમાં આજ પણ પહેરી છે એ જ કહી દે છે કે તારો પ્રેમ સાચો હતો એટલે જ હું હરપલ તારી સાથે જ રહું છું.

અંશ એની આંગળી સામે જોઈને વિચાર કરે છે.
શુ વિચારે છે અંશ આજે પણ ખાલી જવું છે ? તું તારી વીંટી મને પહેરાવી દે. હું પણ જો તારા માટે રિંગ લાવી છું.
બન્ને એક બીજાને રિંગ પહેરાવી ને પ્રપોઝ કરે છે. સાંજ સુધી બન્ને સાથે સમય પસાર કરે છે. પ્રિયા ખૂબ ખુશ હતી.

ચાલ પ્રિયા જવે સાંજ પડી જશે તું તારા ઘરે જા. હું કાલ તારી ઘરે આવીશ. મને તારા ઘરનું એડ્રેસ આપ. અંશ કહે છે.
પ્રિયા એડ્રેસ આપે છે અને અંશના ગામના પાદરમાં મીરાંને ઉતારીને હોટેલ તરફ નીકળે છે. જે તે રાત્રે અંશ દુઃખી હતો.

એમ અંશ આજની રાત્રે ખૂબ ખુશ હતો. હોટેલમાં આવી સાંજે જમીને સુઈ ગયો.

સવારમાં એકદમ રેડિ થઈને નીકળ્યો મીરાંને ઘરે. એડ્રેસ પૂછતાં પૂછતાં ગાડી ઉભી રહી પ્રિયાના ઘરની સામે. ગામની વચ્ચોવચ પાકા મકાન હતા. ઘર પણ જોતા સમૃદ્ધ લાગતું હતું. થ્રિ પીસ સૂટ પહેરેલ એકદમ હેન્ડસમ જેવા દેખાતા અંશને જોઈને પ્રિયાના પપ્પાએ આવકાર આપ્યો પણ ઓળખી ન જ શકે એ સ્વાભાવિક છે. શહેરમાં કોઈ ઘરે આવે તો પહેલા ઓળખાણ થાય પછી જ ઘરમાં પ્રવેશ મળે પણ ગામડાનો નિયમ હોય પહેલા ઘરમાં આવે એટલે યોગ્ય સન્માન થાય પછી ઓળખાણ થાય.
પ્રિયાના પપ્પાએ કહ્યું આપની ઓળખાણ ન પડી.

હું અંશ છું તમને મીરાંએ વાત કરી જ હશે. શ્યામે વિનમ્રતાથી કહ્યું
શુ? જો વીણા અંશ આવ્યો છે. પ્રિયાએ આપને વાત કરેલી એ અંશ. પ્રિયાના પપ્પા અચરજ અને દુઃખની લાગણીથી બોલ્યા
પ્રિયાના મમ્મી અને પ્રિયાની બહેન બન્ને દોડતા દોડતા બહાર આવ્યા. બન્ને અંશને જોતા જ રહ્યા.

પ્રિયાના મમ્મી અંશને જોઈને રડી જ પડ્યા.
અંશ કઈ પરિસ્થિતિ સમજી ન શક્યો એટલે પૂછયુ તમે કેમ રડો છો? પ્રિયા કેમ ક્યાંય દેખાતી નથી કયા છે એ?
પ્રિયાની બહેન અંશને અંદર લઈ જાય છે. અંદર જઈને જોવે છે તો પ્રિયાનો મોટો ફોટો જેમે હાર ચડાવેલો હોય છે.
અંશ તો અવાચક થઈ જાય છે.

(વધુ આવતા અંકે ) હુ તારી રાહ જોઇશ અદ્ભુત કથાના બીજા અંકમાં અંશના લગ્ન – પ્રિયાના માતા પિતા આપશે પોતાની દિકરી ને વિદાય

લેખક : વિજયકુમાર ખુંટ

આગળનો પાર્ટ વાંચવા મટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી