“હું તારી રાહ જોઇશ” – મૃત્યુ બાદ પણ પોતાનુ અધુરુ વચન પુરુ કરતી અદભુત પ્રેમ કથા…

હુ તારી રાહ જોઇશ….- ભાગ ૨

(અગાઉ જોયુ કે અંશને ભાષ થાય છે વારંવાર મુસીબતમાંથી બચાવે છે- પોતાની જુની પ્રેમ કથા તાજી થવી- એ જ ગામમાં બિઝનેસના કામથી જવુ – જે જગ્યાએ મળવાના કોલ આપેલા ત્યા જ પ્રિયા ને મળે છે- બીજે દિવસે પ્રિયાનો હાથ માંગવા પ્રિયાના ઘરે જાય છે- પ્રિયાના ફોટા પર હાર ચડાવેલો જોવે છે- હવે આગળ)

પ્રિયાના મમ્મી પપ્પા અને બહેન બધા જ ત્યાં આવી જાય છે અને રડવા લાગે છે. અંશ પણ તેના આંસુ રોકી શકતો નથી. તે કહેવા લાગે છે કે શું થઇ ગયું મીરાંને હજી કાલ જ મને મળી હતી. પાંચ વરસ પહેલાં અધૂરા રહી ગયેલા કોલ પુરા કર્યા.

પ્રિયા ની બહેન શિવાંગી કહે છે શું વાત કરો છો બીજું કોઈક હશે. મારી બહેન નું અવસાન તો પાંચ વર્ષ પહેલાં થયું છે. અંશ કહે ના ના સાચે જ ગઈ કાલે જ મને મળી હતી. અરે જો આ રીગ પણ મને પહેરાવી મેં એને રિંગ પહેરાવી. અરે આ રિંગ તો એણે તારા માટે લીધેલી એ જ છે પણ આ અશક્ય છે. એ રિંગ તારી પાસે ક્યાંથી આવી? શિવાંગી બોલી જે થઈ રહ્યું છે છેલ્લા બે દિવસથી એ મારી સમજમાં નથી આવતું. તું મને સમજાય એવું બોલ. અંશ કહે છે

પ્રિયાના પપ્પા કહે, અરે બેટા હવે શું સમજવાનું છે? આજથી પાંચ વર્ષ પહેલાં જ્યારે કોલેજ પુરી કરીને આવી પછી અમે એના માટે છોકરો શોધવાની વાત કરી. એણે તારી વાત કરી. મેં કહ્યું તું એને મળવા બોલાવ જો યોગ્ય લાગે તો આપણે કરીશું. તારે જિંદગીભર સાથે રહેવું છે છોકરો આપણી જ્ઞાતિનો છે એટલે હું વિચારીશ. એ એમ કહેતી કે મને અંશ પર ભરોંસો છે કે એ તમને પસંદ પડશે જ. તું આવવાનો હતો ત્યારે એ શહેરમાં તારા માટે રિંગ લેવા ગઈ. પાછી આવતી હતી ત્યારે ટ્રક ની અડફેટે આવી ગઈ અને ખૂબ જ ગમ્ભીર હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી.

એ માત્ર એમ જ કહેતી કે પપ્પા મને બચાવી લેજો. મારે મારા માટે નહીં મારા અંશ માટે જીવવું છે. એણે મારી જિંદગી માં જે નવરંગ પૂર્યા એનું ઋણ ચૂકવવા મારે જીવવું છે. અંતિમ સમય સુધી મોતને ટક્કર આપી. તારા નામ અને તારા સ્મરણોએ બોત્તેર કલાક નું આયુષ્ય આપ્યું. અંતે હારીને આ દુનિયા છોડીને ચાલી ગઈ.

આટલું કહેતા કહેતા પ્રિયાના પપ્પાના ગળે ડૂમો ભરાઈ ગયો અને અંશ પણ ખુબ જ રડ્યો. શિવાંગી અંશને પાણી આપે છે અને શાંત પાડે છે. અંશ થોડો સ્વસ્થ થઇને કહે છે મને છેલ્લા બે દિવસથી બે વાર મોટી દુર્ઘટનામાથી બચાવ્યો. કાલે જે રિંગ પહેરાવી એ શું હતું ? બેટા અમને ઘણી વાર અહીં જ હોય એવો અહેસાસ થતો અમને ભુદેવે કહેલું કે તમારી દિકરી ની અંતિમ ઇરછા પુરી નહિ થાય ત્યાં સુધી તેને મોક્ષ નહિ મળે. ઘણી વાર વિશ્વેશ્વરી ના શિખર પર પણ ઘણા લોકોએ જોઇ.

મને આ વાત સાંભળી ખૂબ દુઃખ થતું હતું પણ અમેં તારી પાસે પહોંચી શકીએ એમ ન હતા પણ બેટા આજ તને મળી રૂબરૂ. હા અંકલ રૂબરૂ મને રિંગ પહેરાવી અને મેં પણ તેને રિંગ પહેરાવી સાંજ સુધી અમેં સાથે રહ્યા ખૂબ જ ખુશ હતી.અંશ બોલ્યો તો તો મારી દીકરીને મોક્ષ મળી ગયો હશે એનો આત્મા ભટકશે નહિ હવે બેટા તારો ખૂબ ખૂબ આભાર. પ્રિયાના પપ્પા હાથ જોડી કહે છે.

ના ના અંકલ મારી પણ લાગણી જોડાયેલ છે. અંશ કહે છે. બીજે દિવસે સવારમાં જ વિશ્વેશ્વરી શિખર પર અંશ પહોંચે છે. પ્રિયા પ્રિયા જોર જોરથી બૂમ પાડે છે. રડતા રડતા કહે છે તું અલગ પડવા માટે મને અહીં બોલાવ્યો હતો? જો મારો પ્રેમ સાચો હશે તો તારે આવવું જ પડશે. હવાના આકાર માંથી એક પડછાયો અને એમાંથી માનવ આકૃતિ દ્રશ્યમાન થઈ.

અંશ મારો સમય પૂરો થયો હવે. મારી અંતીમ ઇરછા પુરી થઈ. તું ખુશ રહે એવી શુભકામનાઓ પ્રિયા કહે છે અંશ રડતો રડતો કહે છે પ્રિયા તારી ઇરછા તો પુરી થઈ પણ તારી વગર મારે જીવવું શક્ય નથી. સાથે પ્રેમ કર્યો સાથે જઈએ. ના અંશ તારે દીર્ઘાયુ જીવન જીવવાનું છે.મારી બચેલી જિંદગી પણ તારે જીવવાની છે. મારી આત્મા હંમેશા તારી દરેક ખુશીમાં તારી સાથે જ હશે પ્રિયા કહે છે. અંશ આંસુઓ વધતા જાય છે કહે છે પ્રિયા તે મારી જિંદગી બચાવી. શ્વાસ આપ્યો પણ ધબકાર છીનવી લીધો.

ના મારા અંશ હું જ તારો ધબકાર બની ને રહીશ. બસ હવે મને હસતા હસતા વિદાય આપી દે. તું ખુશ રહીશ તો મારા આત્માને સૂકુન મળશે પ્રિયા કહે છે. પાછળ પ્રિયા ના મમ્મી પપ્પા અને શિવાની આવી ને જોવે પ્રિયાની છાયા જોવે છે બધા જ ખૂબ જ રડે છે. પ્રિયા કહે છે પપ્પા હું આવતા જન્મે પણ તમારી દીકરી બનીશ. તમે અને મમ્મી એ મને જે પ્રેમ આપ્યો એ ભગવાન પણ નહીં આપી શકે. પપ્પા અને અંશ મારે તમારી પાસે એક વસ્તુ માંગવી છે. આપશો?

હા બોલ તું જે માંગ એ આપું મારી લાડકી પપ્પા રડતી આંખે બોલે છે. પપ્પા તમે મને જેમ દીકરીને સાસરે વળાવતા હોય એમ આશિષ આપજો એટલે મને મોક્ષ મળી જશે અને અંશ તને મારો પ્રેમ અધુરો રહી ગયો એ હું તો નહીં આપી શકું પણ એમ કહેવાય કે એક લોહી હોઈ એની પ્રકૃતિ એક જેવી હોય એટલે શિવાનીમાં મારો હોવાનો અહેસાસ થશે. શિવાની ના લગ્ન અંશ જોડે થાય એવી મારી ઇરછા છે.

શિવાની પોતાના આંસુઓના બન્ધ તોડીને મીરાંને કહે છે પ્રિયા તે મને જતા જતા એવી ભેટ આપી જેનાથી જિંદગીભર ઋણમાં બંધાઈ ગઈ. તું ઈરછે છે એ જ થશે. હું અંશને તારી ખોટ નહિ વર્તવા દઉ. પ્રિયાના મુખ પર હાસ્ય સાથે આંસુઓ દેખાય છે. ધીરે ધીરે એ જ માનવ આકૃતિ હવામાં અદ્રશ્ય જાય છે.બધા ખૂબ જ રડે છે.

સૌ ઘરે આવે છે લગભગ બપોરના બે વાગી ગયા હતા. અંશ કહે છે હવે હું રજા લઉં છું. પ્રિયાના મમ્મી અરે પણ અત્યારે જમવાનો સમય થયો છે. જમીને ચાલ્યો જા. ના મારે જવું પડશે થોડું કામકાજ છે ભલે મીરાંએ કહ્યુ પણ જો શિવાનીની પસંદગી જો અન્ય હોય તો એ પહેલાં વિચાર કરે. હું કોઈ દબાણ નથી કરતો. એની જીન્દગીમો નિર્ણય લેવા એ સ્વતંત્ર છે.

શિવાની કહે છે ના અંશ હું પ્રિયા કે કોઈના દબાણથી નહિ પણ મારી પસંદગીથી સ્વીકાર કરું છું. હું કદાચ તારા જેવું પાત્ર શોધી નહિ શકું. અંશ કહે તો ઠીક છે સામાજિક રીત રિવાજો મુજબ બધી તૈયારી સાથે અમે આવીશું. બન્નેના સગાઇ અને લગ્ન પણ થઈ ગયા.હજી અંશ તેના સસરાને ઘરે જાય એટલે વિશ્વેશ્વરી ની ટેકરીએ જઈ બેસે. પ્રકૃતિના ખોળે કલાકોના કલાકો વિતાવે કદાચ એનો પ્રેમ જેનો અહેસાસ આજ પણ થતો હશે અને જે પ્રેમ પંચતત્વની સામે જીતી જતો હોય જીવન મૃત્યુ થી પર હોય તો અહેસાસ થવો પણ જોઈએ.

લેખક : વિજયકુમાર ખુંટ

આપને અમારી આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો.

ટીપ્પણી