જાણો સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવા 5 જરૂરી વિટામીન્સ વિશે..

વિટામીન્સ ની જાણકારી

image source

શિયાળાની ઋતુ આવી ગઈ છે.બદલાતી ઋતુમાં પોતાને ફીટ રાખવું ખુબ જરૂરી હોય છે. એવામાં આળસના કારણે કેટલાક લોકો પોતાની ડાયટમાં જરૂરી પોષકતત્વોને સામેલ કરવાનું ભૂલી જાય છે. આ જ કારણોથી તેઓના શરીરમાં વિટામીન્સની ઉણપ થઈ જાય છે.

image source

અમ તો બધા વિટામીન્સ શરીર માટે આવશ્યક હોય છે. તેની ઉણપથી શરીરમાં કેટલાક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. અમે આપને જણાવી રહ્યા છીએ કે શિયાળાની ઋતુમાં ક્યાં ક્યાં વિટામીન શરીર માટે જરૂરી છે અને કઈ વસ્તુઓનું સેવન કરી શકાય છે.

રીત:

વિટામીન ડી:

image source

આ વિટામીન ડીને સનશાઈન વિટામીન પણ કહે છે. શિયાળાના દિવસોમાં તાપની ઉણપના કારણે આ શરીરને સરળતાથી નથી મળી શકતી. એટલા માટે વિટામીન ડીની ઉણપથી શરીરમાં જલ્દી થાક મહેસુસ થાય છે, પગમાં સોજો, ઓસ્ટિયોપોરોસિસ, નસોમાં નબળાઈ વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

રોજ ૨૦ mcg/day વિટામીન ડી વ્યક્તિએ લેવું જોઈએ, એટલા માટે શિયાળામાં વિટામીન ડીની ઉણપ પૂરી કરવા માટે આપ પોતાની ડાયટમાં માછલી, ઈંડા, ડેરી પ્રોડક્ટ્સ અને મશરૂમ વગેરેને સામેલ કરી શકો છો.

વિટામીન સી:

image source

વિટામીન સીને એસ્કોર્બીક એસીડ પણ કહેવામાં આવે છે. આ વિટામીન સી આપને શરદીથી બચાવી તો નહી શકે, પરંતુ આપના બીમાર થવાના સમયગાળાને ઓછો કરી દે છે. વિટામીન સીની ઉણપથી આપ જલ્દી બીમાર પડી શકો છો.

image source

શરીરમાં દુખાવો, પેઢામાં સોજો, દાંતમાં નબળા થવા, નખ નબળા થવા, સ્કર્વી રોગ વગેરે થઈ શકે છે. રોજ મહિલાઓને ૯૫ mcg/day જરૂરિયાત હોય છે, જયારે પુરુષોને ૧૧૦ mcg/day ની વિટામીન સી લેવા જોઈએ. લીંબુ, સંતરા, આમળાં, ટામેટા,સફરજન,કેળા, શલગમ, ફુદીનો વગેરે વિટામીન સીથી ભરપુર ફૂડ હોય છે.

ફોલિક એસીડ:

image source

ફોલિક એસિડને વિટામીન B9 પણ કહે છે. આ શરીરમાં નવી કોશીકાઓનું નિર્માણ કરે છે, ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવે છે. ફોલિક એસિડની ઉણપથી શરીરમાં પાચનક્રિયા યોગ્ય રીતે નથી થઈ શકતી. જેના કારણથી પેટમાં મરોડ, કબ્જ જેવી સમસ્યાઓ થવા લાગે છે. પ્રેગ્નેન્ટ મહિલાઓમાં ફોલિક એસિડની ઉણપથી ગર્ભપાતનો ખતરો વધી જાય છે.એટલા માટે ડોક્ટર પણ પ્રેગ્નેન્ટ મહિલાને ફોલિક એસિડની સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે છે.

image source

રોજ સામાન્ય વ્યક્તિને ૩૦૦ mcg/day અને પ્રેગ્નેન્ટ મહિલાને ૫૫૦ mcg/day ફોલિક એસીડ લેવું જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજી, ફણસી, ચેરી, સ્ટ્રોબેરી, સિંગ,બીટરૂટ, બીન્સ,મશરૂમ, ઈંડાની જર્દી, બટાકા,દૂધ, મોસંબી વગેરેનું સેવન કરવાથી ફોલિક એસીડની ઉણપ પૂરી કરી શકાય છે.

વિટામીન એ:

image source

વિટામીન એને રેટીનોલ પણ કહે છે. રેટીનોલની ઉણપથી આંખોનું તેજ ઘટી જાય છે, ઈમ્યુન સીસ્ટમ નબળી થઈ જાય છે જેનાથી શરીરમાં ઇન્ફેકશન સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.રોજ મહિલાઓએ ૦.૮mg/day અને પુરુષોને 1 mg/day ની રોજ લેવું જોઈએ.

લીલા શાકભાજી, દૂધ, ડેરી પ્રોડક્ટ્સ, શક્કરીયા,ગાજર, બ્રોકોલી, તરબુચ, પપૈયું,જામફળ વગેરેમાં વિટામીન એ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. આ બધાને પોતાની ડાયટમાં સામેલ કરવાથી વિટામીન એની ઉણપ પૂરી કરી શકાય છે.

વિટામીન ઈ:

image source

વિટામીન ઈને ટોકોફેરોલ પણ કહે છે. આ ઈમ્યુન સિસ્ટમને મજબુત કરે છે સાથે જ કેન્સર અને સંધિવા જેવા રોગોથી શરીરને બચાવે છે. વિટામીન ઈની ઉણપથી નબળાઈ, ડાયાબીટીસ, વાળ ખરવાની સમસ્યા, આંખોનું તેજ ઉપરાંત અન્ય કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.

image source

મહિલાઓને ૧૨ mg/day અને પુરુષોએ ૧૪ mg/day વિટામીન ઈની લેવા જોઈએ. વિટામીન ઈ ઈંડા, બદામ, અખરોટ, લીલા પાંદડાવાળા શાકભાજી, શક્કરીયા, શલગમ, પપૈયું, પોપકોર્ન, સૂર્યમુખીનું તેલને પોતાની દય્તમાં સામેલ કરવાથી વિટામીન ઈની ઉણપની પુરતી કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ