આ વસ્તુઓમાંથી ભરપૂર માત્રામાં મળે છે વિટામીન-કે, જાણો તમે પણ

વિટામીન કે એવા ગ્રુપ માંથી આવે છે જેમાં ફેટ સેલ્યુબલ વિટામિન પણ કહેવામાં આવે છે.

image source

આજ કારણે વિટામિન-કે આપણા લોહીને ઘટ્ટ થતું રોકે છે અને બ્લડ ફ્લો બરાબર કરે છે. શરીરમાં લોહીની ગાંઠો નથી થતી એટલે બ્લડ ક્લોટિંગનો ભય દૂર થાય છે.

તો આવો જાણીએ વિટામિન-કે આપણને ક્યાં ફૂડમાંથી મળે છે અને આપણા શરીરને કેવી રીતે ફાયદારૂપ છે.

કેવી રીતે કામ કરે છે વિટામિન-કે?

image source

આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ વાગે ત્યારે લોહી નીકળે છે અને થોડી વાર પછી ત્યાં એક લોહીનું પડ બનીને સુકાઈ જાય છે જેથી કરીને વધુ લોહી વહી જાય નહીં આ કામ લોહીમાં રહેલું પ્રોથોંબિન નામનું પ્રોટીન કરે છે. આ પ્રોટીનના નિર્માણ માટે શરીરને વિટામિન-કે ની જરૂર પડે છે. એટલે કે વિટામિન-કે બે રીતે કામ કરે છે શરીરની અંદર લોહીને જામ થવા દેતું નથી અને શરીરની બહાર વહી જતાં લોહીને રોકે છે.

image source

કેટલી હોય છે વિટામિન-કે ની જરૂરિયાત

0-6 મહિનાના શિશુ-2 માઇક્રોગ્રામ રોજ

7-12મહિનાના શિશુ-2.5 માઇક્રોગ્રામ રોજ

1-3 વર્ષના બાળકોને -30 માઇક્રોગ્રામ રોજ

image source

4-8 વર્ષના બાળકોને -55 માઇક્રોગ્રામ રોજ

9-13 વર્ષના બાળકોને -60 માઇક્રોગ્રામ રોજ

14-18 વર્ષના બાળકોને-75 માઇક્રોગ્રામ રોજ

19 વર્ષ થી ઉપરના લોકોને-90માઇક્રોગ્રામ રોજ

image source

મહિલાઓને – 90માઇક્રોગ્રામ રોજ

પુરૂષોને -120માઇક્રોગ્રામ રોજ જરૂર પડે છે.

બે રીતના હોય છે વિટામિન-કે

image source

વિટામિનના બે પ્રકાર હોય છે વિટામિન કે-1 અને વિટામિન કે-2. વિટામિન કે-1 એવું વિટામિન છે જે આપણને ફૂલ છોડમાંથી મળે છે જેમ કે ફળ,શાકભાજી,અને પત્તાવાળો આહાર વગેરે. વિટામિન કે-2 એવું વિટામિન છે જે આપણને જાનવરોમાંથી મળે છે. જેમ કે દૂધને દૂધની બનાવટો વગેરે. શરીરમાં વિટામિનની ઉણપ પૂરી કરવા માટે આ આહારનું સેવન કરવું ખૂબ જ સારુ કહેવાય છે.

હાડકાં માટે જરૂરી છે વિટામિન-કે

image source

એવું નથી કે માત્ર બ્લડને જામ કરવા માટે જ આપણા શરીરને વિટામિન-કે ની જરૂરિયાત છે પરંતુ હાડકાની મજબૂતી માટે પણ આની જરૂરિયાત ખૂબ જ હોય છે. વિટામિન-કે હાડકાને મેક્નિસમને બરોબાર કરવાનું કામ કરે છે. જેનાથી હાડકાં બહુ નરમ કે નબળા નથી પડતાં એટલે ફેકચર થવાનો ભય ઘટી જાય છે.

સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે

image source

શરીરમાં વિટામિન-કેની ઉણપ હોવી એ કોઈ સામાન્ય સમસ્યા નથી. આની એક ખાસ વાત એ કોઈ વખત ભાગ્યે જ આની ઉણપ જણાય છે. પરંતુ જ્યારે આની ઉણપ થાય છે ત્યારે કોઈ ગંભીર બીમારીનું કારણ બને છે આની ઉણપને કારણે લોહી જામી જવાનો સમય ખૂબ જલ્દી વધી જાય છે જે કોઈ વાર જાનલેવા સાબિત થઈ શકે છે.

શરીરમાં આ વિટામિન નથી બનતું

image source

આપણા શરીર માટે લગભગ બધા જ જરૂરી વિટામિન બોડીમાં જ થાય છે. પરંતુ વિટામિન-કે ની હાજરી વગર આપણા શરીરમાં પ્રોથોંબીનનું નિર્માણ નથી થતું. જે શરીરમાંથી નીકળતા લોહીને બંધ કરવા માટે ખૂબ જરૂરી છે એટલે જ લીલા શાકભાજી,દૂધ,ઈંડા,ડ્રાય ફ્રૂટ વગેરેને ડાયટમાં સામેલ કરો.

હાનિકારક છે આની ઉણપ

image source

શરીરમાં આ તત્વની ઉણપથી લોહી બહુ જલ્દીથી પાતળું થઈ જાય છે અને આપણે બીમારીની ઝપટમાં આવી જઇએ છીએ. તો જ્યારે વાગે અથવા બ્રેનહેમરેજની સ્થિતિમાં લોહી વહી જવાનો ભય ખૂબ વધી જાય છે. આ માટે જ જરૂરી છે વિટામિન-કેથી ભરપૂર ખોરાક લેવો જોઇએ.

આવા લોકો રાખો કાળજી

image source

જે લોકોને લોહી પાતળું થવાની બીમારી હોય અથવા તમે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા છો તો તમે વિટામિન-કે વધુ માત્રમાં લેશો નહીં. વિટામિન-કે લતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.

વિટામિન-કેથી ભરેલા ફૂડ્સ

image source

દહી,પાલક,કિવિ,એવોકાડો,દાડમ,લીલા વટાણા,લીંબુ,ગાજર,બદામ,ચિકન,ઈંડા,બ્રોકલી,શલજમ,કોબીજ,અને ચૂકંદર (બીટરૂટ) વધુ માત્રમાં લેવા જોઇયે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ