ભારતીય મહિલાઓમાં શા માટે વિટામીન ડી ની ઉણપ છે?
શું તમે જાણો છો કે ઉત્તર ભારતમાં રહેવા વાળી ૬૯ ટકા મહિલાઓ વિટામિન ડીની ઉણપથી પીડાય છે.માત્ર ૨૬ ટકા મહિલાઓ વિટામિન ડી મેળવી શકે છે અને માત્ર પાંચ ટકા મહિલાઓમા જ પૂરતી માત્રામાં વિટામિન ડી જોવા મળ્યું છે.

ભારતની સુપ્રસિદ્ધ હોસ્પિટલ એમ્સ,સફદર જંગ અને ફોર્ટિસના ડોક્ટર દ્વારા સંયુક્તપણે હાથ ધરાયેલા સંશોધન માં ઉપરોક્ત ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ હતી.
આમ જોવા જઈએ તો વિટામિન ડીનો સીધો સંબંધ સૂર્યના કિરણો સાથે છે.સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા એટલે કે વિટામીન ડી હાડકાની સ્વસ્થતા ઉપરાંત શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે જરૂરી વિટામિન છે.મહિલાઓ મોટાભાગે ઘરમાં વધુ સમય રહેતી હોવાથી તેમને પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી જે સીધા સૂર્યના કિરણના સંપર્કમાં આવવાથી મળે છે તેનાથી વંચિત રહે છે.તેથી ઘરેલું કામકાજમાં વ્યસ્ત રહેતી મહિલાઓમાં મોટેભાગે વિટામિન-ડીની ઊણપ વર્તાય છે.
મહિલાઓમાં મોટેભાગે વિટામિન-ડીની ઊણપ નો બીજો મુખ્ય કારણ મહિલાઓ નો પહેરવેશ છે.ભારતીય મહિલા મોટેભાગે પંજાબી સૂટ થતો સાડી પહેરે છે જેને કારણે તેનું મોટાભાગનું શરીર ઢંકાયેલું રહે છે તેને કારણે પણ મહિલાઓમાં વિટામિન-ડીની ઊણપ વર્તાય છે .કારણકે તેમની ચામડી પર સીધા જ સૂર્યના કિરણો પડતા નથી તેને કારણે તેમનું શરીર સીધું વિટામિન ડી જે સૂર્યના કિરણોમાંથી ઉપલબ્ધ થાય છે તે પુરેપુરુ મેળવી શકતું નથી.

મહિલાઓમાં માસિક સ્ત્રાવ સમયે ગર્ભાવસ્થા દરમિયાન સ્તનપાન કરાવતી મહિલાઓ અને મેનોપોઝ દરમિયાન પણ હોર્મોન્સમાં બદલાવ આવે છે.હોર્મોન્સના બદલાવને કારણે પણ પૂરતી માત્રામાં શરીર વિટામિન ડી એબઝોર્બ કરી શકતું નથી.
પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા અને આર વેંકટરામન ઉપરાંત પ્રણવ મુખરજીના ફિઝિશિયન રહી ચૂકેલા ડૉ મોહસીન વલીના જણાવ્યા મુજબ ખોરાકમાં વપરાતું રિફાઇન્ડ ઓઇલ પણ વિટામિન ડી ની ઉણપ માટે જવાબદાર છે. રિફાઇનરીના વપરાશને કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ molecules નું ઉત્પાદન ઓછું થાય છે.કોલેસ્ટ્રોલના molecules વિટામિન ડી ના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે.ઓછા મળી પૂરને કારણે પણ શરીરમાં વિટામિન ડીની પ્રોસેસમાં સમસ્યા સર્જાય છે.ડોક્ટર વલી જણાવે છે કે રિફાઈન્ડ તેલ નો ઉપયોગ બિલકુલ બંધ કરવો શક્ય નથી પરંતુ ધીરેધીરે રિફાઈન્ડ તેલનો ઉપયોગ ઓછો કરી શકાય છે અને સરસિયાના તેલનો વપરાશ વધારી શકાય છે. રિફાઈન્ડ તેલમાં ટ્રાંસ ફેટની માત્રા વધારે હોય છે જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે તેને કારણે હૃદયરોગ ઉપરાંત અન્ય રોગની સંભાવના પણ વધી જાય છે.
લોહીમાં 50થી 75 નેનો ગ્રામ ની વચ્ચે વિટામિન ડીની માત્રા હોય તો તે અપૂરતી માત્ર હોવાનું તારણ બહાર આવ્યું છે.
લોહીમાં વિટામીન ડી 75 નેનો ગ્રામ હોવું જરૂરી છે.

50 થી ઓછી માત્રામાં વિટામીન ડી હોય તો તે વ્યક્તિ વિટામિન-ડીની ઊણપથી પીડાતી હોવાનું માનવામાં આવે છે ઉપરાંત વિટામીન ડી ની ઉણપ થી થતા રોગો નો જલ્દી શિકાર પણ બને છે.ડોક્ટર વલીના મત મુજબ ભારતમાં 95 ટકા મહિલાઓ વિટામિન-ડીની ઊણપથી પીડાતી હોવાથી સરકારે વિટામિન ડીની ઊણપને મોટી બીમારી જાહેર કરવી જોઈએ.જોકે તેઓ જણાવે છે કે માત્ર મહિલાઓ માં જ નહીં પરંતુ પુરૂષોમાં પણ વિટામીન ડી ની ઉણપ મોટી માત્રામાં જણાઈ આવે છે.હાલના સર્વે મુજબ ભારતીયોમાં વિટામિન 5થી 20 નેનોગ્રામની વચ્ચે હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
વિટામીન ડીઉણપ ના લક્ષણો.

વિટામિન ડીની ઉણપથી શરીરમાં થાક જલ્દી લાગે છે સાંધાઓમાં કળતર થાય છે પગમાં સોજો રહે છે લાંબો સમય સુધી ઊભા રહેવાથી કે પગ લટકાવીને બેસવાથી પણ પગ સુજી જાય છે અને સ્નાયુઓમાં નબળાઈ વર્તાય છે.વિટામિન-ડીની ઊણપને કારણે જો આ બધાં લક્ષણો શરીરમાં વર્તાય તો તેની તરફ ધ્યાન આપવું જરૂરી બને છે, જો ઉપેક્ષા કરવામાં આવે તો પછી વૃદ્ધાવસ્થામાં સ્નાયુઓ તથા સાંધાઓની સમસ્યા વધુ વકરી શકે છે. વિટામિન ડીની ઊણપને કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ ઊભી થઈ શકે છે તેને કારણે કેલ્શિયમની ઉણપને કારણે થતા રોગ પણ લાગુ પડે છે. વિટામિન ડીની ઊણપ ધરાવતી મહિલાઓમાં ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધુ છે.

વિટામીન બી ઉપર થયેલા સંશોધન અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિટનમાં વધુ માત્રામાં કામ થયું છે.બ્રિટનમાં બહાર પડતી ન્યુરોલોજી નામની પુસ્તિકામાં જણાવવામાં આવ્યું છે કે વિટામિન-ડીની ઊણપથી માનસિક રોગો પણ સર્જાઇ શકે છે.વિટામિન ડી ની ઉણપ અંગે હાથ ધરાયેલા સંશોધન અંતર્ગત ૬૫ વર્ષથી વધુ વયના આશરે 1650 લોકો નો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેના દ્વારા સાબિત થયું કે વિટામીન ડીની ઊણપ ધરાવનાર વ્યક્તિ પાગલપણનો પણ શિકાર બની શકે છે.
એકેસ્ટર યુનિવર્સિટીએ હાથ ધરેલા અભ્યાસ અંતર્ગત નીકળેલા તારણ મુજબ 1 170 લોકોમાં વિટામિન ડીની માત્ર ચકાસવામાં આવી હતી જેમાં વિટામિન ડીની પર્યાપ્ત માત્રા ધરાવનાર વ્યક્તિઓ પૈકી 10 વ્યક્તિમાંથી એક જ વ્યક્તિને પાગલપનનું જોખમ જણાયું હતું.જ્યારે વિટામિન ડીની ઊણપ ધરાવનાર વ્યક્તિઓમાંથી પાંચમાંથી એક વ્યક્તિ ને પાગલપનનું જોખમ ધ્યાનમાં આવ્યું હતું.

એમ્સના ડોક્ટર યાદવના જણાવ્યા મુજબ આહારમાંથી વિટામીન-ડી પૂરતી માત્રામાં મળવું મુશ્કેલ છે.જોકે ઈંડાના પીળા ભાગમાં ઉપરાંત માછલીમાંથી પણ કેટલેક અંશે વિટામીન-ડી પ્રાપ્ત થઇ શકે છે.પરંતુ યોગ્ય માત્રામાં વિટામિન ડી મેળવવાનો ઉપાય એકમાત્ર સૂર્યના કિરણો છે તેમજ વિટામીન ડી સપ્લિમેન્ટ તરીકે પણ લઈ શકાય છે.
વિદેશમાં સૂર્ય સ્નાનનું મહત્વ છે.ત્યાં બીચ ઉપર ઓછા કપડાં પહેરીને લોકો હરતાંફરતાં જોઈ શકાય છે કારણ કે શરીરનો ઘણો બધો ભાગ ખુલ્લો રહેવાથી ચામડી સીધી સૂર્યના કિરણોના સંપર્કમાં આવે છે અને તડકામાંથી શરીર વિટામીન-ડી મેળવી શકે છે.
કેટલો સમય તડકામાં બેસવું જોઈએ તે અંગે કોઈ નિશ્ચિત સમય નક્કી થઈ શકતો નથી પરંતુ ડોક્ટર જણાવે છે કે રોજ એક કલાક તડકામાં રહેવાથી શરીરને સારી માત્રામાં વિટામીન ડી પ્રાપ્ત થઇ શકે છે.સવારના સૂર્યના કોમળ કિરણો માંથી તથા સાંજના સૂર્યાસ્તના સમયે પણ સૂર્યના કિરણો થોડા કોમળ હોય છે આવા સમયે મળતો તડકો શરીર માટે વધુ અનુકૂળ રહે છે.ભર બપોરે તપતા સૂરજનો તડકો આરોગ્ય માટે હાનિકારક નીવડે છે.

પૂરતી માત્રામાં વિટામિન ડી પ્રાપ્ત કરવાના ઓરલ સપ્લિમેન્ટ્સ પણ હોય છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ એક અઠવાડિયામાં ૬૦ હજાર યુનિટ વિટામિન-ડીની એક ઓરલ સપ્લિમેન્ટ પુરતી થઈ રહે છે . વિટામિન ડીની ઊણપ પૂરી કરવા માટે ૮ અઠવાડિયા સુધી વિટામીન ડીના ઓરલ સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ