વિટામીન ડી ની ઊણપ થવા પર શરીર દેવા લાગે છે આ સંકેતો – ક્યારેય ન કરશો અવગણના…

શરીરમાં વિટામિન ડીની ઉણપ રહેવાથી થાય છે ગંભીર નુકસાન, જાણો તેની ઉણપના લક્ષણો, શરીર આપે છે તમને વિટામિન ડીની ઉણપના સંકેતો તેને ક્યારેય અવગણવા નહીં !

image source

વિટામિન ડી માનવ શરીર માટે બાળપણથી લઈને ગઢપણ સુધી મહત્ત્વનું હોય છે. શરીરને સ્વસ્થ રીતે ચલાવવા માટે તેને ભરપુર પોષણની જરૂર હોય છે જેને મોટે ભાગે આપણે અવગણિએ છીએ અને આપણી આ બેદરકારીથી આપણને વિવિધ પ્રકારની શારીરિક તકલીફો, રોગો તેમજ વિકારોનો સામનો કરવો પડે છે.

image source

વિટામિન ડી એક પ્રકારનું દ્રાવ્ય વિટામિન છે જે શરીરમાં ભળીને તેની કેલ્શિયમ તેમજ ફોસ્ફેટને શોષવાની શક્તિમાં વધારો કરે છે. આપણને હંમેશા કહેવામાં આવે છે કે વિટામિન ડીનો જો કોઈ ઉત્તમ સ્રોત હોય તો તે છે સવારના સુર્યનો કુણો તડકો. કારણકે સુર્ય પ્રકાશમાં શરીર કોલેસ્ટ્રોલથી વિટામિન ડીનું નિર્માણ કરે છે. શરીરમાંના વિટામિન ડીના યોગ્ય પ્રમાણથી તમે આખો દીવસ ઉર્જાથી કામ કરી શકો છો.

વિટામીન ડીના સ્રોત

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે વિટામિન ડીનો સીધો જ સ્રોત સૂર્યનો પ્રકાશ છે આ ઉપરાંત માછલી, મશરૂમ અને ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, પનીર, ચીઝ, દહીં, છાશ વિગેરેમાંથી પણ ડી વિટામિન મળે છે. તેમ છતાં આધૂનિક લાઇફસ્ટાઇલના કારણે અને બહારનું અસ્વસ્થ ભોજન ખાવાના કારણે શરીરમાં વિટામીન ડીની કમી રહી જ જાય છે. અને જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ વર્તાશે તો તરત જ શરીર તમને વિવિધ સંકેત આપવાનું શરૂ કરશે. તો જાણો શું છે આ સંકેતો.

વારંવાર બીમાર પડવું

image source

વિટામિન ડી શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરીને હાડકાને તો મજબૂત બનાવે જ છે પણ તેની સાથે સાથે તે શરીરના રોગપ્રતિકારક તંત્રને પણ મજબૂત બનાવે છે. પણ જો તમે વારંવાર બિમાર પડતાં રહેતા હોવ અથવા શરીરીમાં નબળાઈ અનુભવતા હોવ તો તે પણ શરીરમાં વિટામીન ડીની ઉણપનો સંકેત છે. આ સિવાય તમે જો હવામાન ફેર થવાથી અથવા ઋતુ બદલાવાથી તરત જ બીમાર થઈ જતાં હોવ તો તેની પાછળ પણ વિટામિન ડીની ઉણપ જવાબદાર હોઈ શકે છે.

માસપેશિઓ તેમજ હાડકાંમા પીડા થવી

image source

માસપેશિઓ તેમજ હાડકાં માટે વિટામિન અત્યંત આવશ્યક છે. કારણ કે જો તે નહીં હોય તો તમારું શરીર કેલ્શિયમને પોતાનામાં શોષી નહીં શકે અને તેમ થશે તો તમારા હાડકાં દીવસે દીવસે નબળા પડતાં જશે. માટે જો તમને હંમેશા હાડકાં તેમજ માસપેશીઓના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો તેનું મુખ્ય કારણ શરીરમાં વિટામીન ડીની ઉણપ જ છે. માટે તરત જ તડકામાં સમય પસાર કરવાનું શરૂ કરો અને તેમ છતાં પણ સમસ્યા નું સમાધાન ન થતું હોય તો ડોક્ટરની સલાહ લેવી.

માનસિક તાણ રહ્યા કરે

image source

સામાન્ય રીતે કેલ્શિયમનો પ્રોબ્લેમ મહિલાઓમાં વધારે જોવા મળે છે અને તેના કારણે મહિલાઓના હાડકાં પણ અમુક ઉંમરે નબળા પડી જાય છે. અને આ બધું શરીરમાં વિટામીન ડીની ઉણપના કારણે રહે છે. અને જો શરીરમાં વિટામિન ડીનો અભાવ સતત રહ્યા કરતો હોય તો મહિલાઓ માનસિક તાણ પણ અનુભવવા લાગે છે. કારણ કે વિટામીન ડી તમને પ્રસન્ન ચિત્ત રાખવામાં મદદ કરે છે સાથે સાથે તે વ્યક્તિને ડીપ્રેશનમાં જતાં પણ રોકે છે.

વારંવાર શરદી-ઉધરસ થવા

image source

શું તમને વારંવાર હવામાન પલટો થાય ત્યારે શરદી-ઉધરસ-તાવની ફરિયાદ રહે છે ? તો બની શકે કે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય. તમારી વારંવારની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારે વિટામીન ડી આધારિત ડાયેટ ફોલો કરવું જોઈએ અને દિવસમાં ઓછામાં ઓછો અરધો કલાક તો સૂર્ય પ્રકાશમાં પસાર કરવો જ જોઈએ.

વારંવાર થાક લાગવો

image source

જો તમે યોગ્ય રીતે સ્વસ્થ પોષણ યુક્ત નિયમિત ભોજન ન લેતા હોવ તો પણ તમારું શરીર યોગ્ય રીતે કામ નથી કરતું અને તમને વારંવાર થાક લાગવાની ફરિયાદ રહ્યા કરે છે. આ સિવાય પણ થાક લાગવાના બીજા ઘણા કારણ હોઈ શકે છે જેમાંથી એક વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે.

વિટામિન ડી પરના આ જાણવા જેવા સંશોધન વિષે પણ વાંચોઃ

image source

ભારતીય સંસ્થા એસોચેમ એટલે કે એસોસિએટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇડિયા દ્વારા કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે દીલ્લીમાં રહેતાં લગભઘ 88 ટકા નાગરિકોમાં વિટામીન ડીની ઉણપ છે. અને શરીરમાં વિટામીન ડીની ઉણપ રહેવાથી લોકોમાં એનર્જીનો સતત અભાવ રહે છે, લોકો સરળતાથી ડીપ્રેશનમાં જતા રહે છે, તેમજ તેમના હાડકા તેમજ મસલ્સમાં પણ પિડાની ફરિયાદ રહ્યા કરે છે. અને આ સર્વે પ્રમાણે શરીરમાં વિટામીન ડીની કમીનું મુખ્ય કારણ લોકોનું તડકામાં સમય પસાર નહીં કરવાને માનવામાં આવ્યું છે.

image source

ઉપરના સર્વેમાં કશું જ આશ્ચર્યજનક નથી કારણ કે આપણે ભારતીયો હંમેશા તડકામાં જવાનું ટાળતા હોઈએ છીએ કોઈ મજબૂરી હોય તો જ આપણે તડકામાં જવાનું પસંદ કરીએ છીએ નહીંતર આપણને કાળા થઈ જવાનો ભય રહે છે અને હંમેશા ઘરની અંદર અથવા તો ઓફિસમાં રહેવાનું પસંદ કરીએ છીએ અને જો ક્યાંય બહાર ફરવા ગયા હોઈએ તો પણ હવે તો લોકો રીઝોર્ટમાં જ પડ્યા રહે છે. માટે દીવસ દરમિયાન માત્ર અરધો કલાક તો તમારે તડકામાં સમય પસાર કરવો જ જોઈએ આ માત્ર ઓફિસમાં રહેતા લોકો માટેની જ સલાહ નથી પણ ઘરમાં રહેતી ગૃહિણી તેમજ બાળકોને પણ લાગુ પડે છે.

image source

જો તમને પણ તમારા શરીરમાં ઉપર જણાવેલા સંકેતો અવારનવાર મળ્યા કરતા હોય તો તમારે પણ તમારા શરીરમાંની વિટામીન ડીની ઉણપ બાબતે ચકાસણી કરાવવી જોઈએ અને તેને અનુરુપ ડોક્ટર પાસેથી સલાહ પણ મેળવવી જોઈએ અને તે પ્રમાણેનો ડાયેટ પણ પ્લાન કરવો જોઈએ અને તેને ફોલો પણ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ