VISION (દ્રષ્ટિ) – લાઈફ માં કોઈ પણ નિર્ણય લો, એ પેલા આ દસ બાબતો નો વિચાર કરવો !

સાહસ વિચાર માટેના અનેક પગલાઓમાંથી સૌથી પ્રથમ અને મોખરે હોય તો તે છે દ્રષ્ટિ. કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના દૂર સુધીના પરિણામો જોવા તેને દ્રષ્ટિ અથવા તો દૂરદ્રષ્ટિ પણ કહી શકાય.

નજીકના ફાયદા માટે દૂરનું નુક્સાન ન કરાય અને કોઈપણ સાહસ કરતા પહેલા બને તેટલી તેની ફોકસ્ડ (Focused) દ્રષ્ટિ કરી લેવી જોઈએ. ઘણીવાર કોઈ નિર્ણય આપણને તરત જ હાનિ પહોચાડનાર હોય, પણ ભવિષ્યમાં ખૂબ ઉપયોગી તેમજ લાભદાયી બને તો નવાઈ નહી.

મહાભારતમાં અર્જુન એ તો પોતાની સામે પરિવારના જ લોકો જોઇને સાહસનો વિચાર માંડી વાળ્યો. હથિયાર મૂકી દીધા, પણ કૃષ્ણએ Vision આપ્યું કે “દોસ્ત પાર્થ, ઉઠાવ બાણ હવે યુધ્ધ એ જ કલ્યાણ….” ત્યારે સત્યનો અસત્ય પર વિજય થયો હતો.

મિત્રો, એ “ઉઠાવ બાણ” એ સાહસ હતુ પણ વગર દ્રષ્ટિનું સાહસ નિષ્ફળ જાય તો ક્યારેક ઘાતકી બને છે. કેટલાક યુવાનો ગાડરિયા પ્રવાહની જેમ સાહસ ખેડતા હોય છે. ખરેખર તો લાંબી દ્રષ્ટિ કરીને આપના માટે શું યોગ્ય છે, આપણે કોના માટે યોગ્ય છીએ એ દ્રષ્ટિ કરીને જો નજર મંડાય તો તેને સાહસ કહી શકાય.

ડરના માર્યા ઘરેથી રાત્રે દસ વાગ્યા પછી બહાર ન નિકળતા હોય તેવા વ્યક્તિ PSI (પૉલિસ સબ ઈંસ્પેક્ટર)ની પરીક્ષા આપવાના સાહસ કરે તો કદાચ પરીક્ષામાં પાસ થાય, પણ તે સાહસ લાંબેગાળે નાપાસ થશે તેની ગેરેંટી હું આપું છું!

મિત્રો, તમને એમ વિચાર આવતો હશે કે Vision આવે કઈ રીતે ? તો કોઈ પણ નિર્ણય લેતા પહેલા ભવિષ્યમાં થનારા સારા નરસાં પરિણામોની શકયતા વિચારી લઈએ, જો તેવા જ નિર્ણય કોઈએ લીધા હોય તેની ભૂતકાળની પરિસ્થિતિને પણ જોઈ લઈએ.

સાહસ કંઈ મેગી નૂડલ્સ નથી કે બે મિનિટમાં કરી લેવાનું. સાહસ સમય માંગે છે, આ સમયમાં દ્રષ્ટિ મહત્વની છે. Vision માટે પોતાની જાતને ઓળખવી ખૂબ જરૂરી છે. જેના માટે સતત પોતાની જાતનું Swot (સ્ટ્રેન્થ, વિકનેસ, ઓપોર્ચ્યુનીટી, થ્રેટ) પૃથ્થકરણ કરવું જરૂરી છે. લખવાનો શોખ હોય, બોલવાનો શોખ હોય, તો કંઈપણ વિચાર કર્યા વગર નોકરી મૂકીને નીકળી ના પડાય એટલું હું સમજુ છું, જે હું મારી દ્રષ્ટિ ગણું છું. પણ, નોકરી માટે હું આ બધા જ શોખ અને આવડત મૂકી દઉં તો હું માત્ર સામાન્ય નોકરિયાત જ રહીશ એ પણ આ દ્રષ્ટિનો જ પહેલું છે.

કોઈપણ મહાન સાહસકારે સાહસ કરતા પહેલા એક હજારવાર વિચાર કર્યો હશે જેમાંનો એક એટલે દ્રષ્ટિ. ધનુષ છોડવા પહેલા જે નિશાનાને એકી ટશે થોડા સમય માટે જોવાનું છે તે દ્રષ્ટિ, ગાડી ચલાવવાનું શરૂ કરીએ તે પહેલા લાઈટ કરીએ છીએ તે દ્રષ્ટિ, કોઈપણ પેપર પર સહી કરીએ તે પહેલા તેને વાંચીએ છીએ તે દ્રષ્ટિ. સાહેબ, વિચાર કરવામાં જે કરવા જેવો છે એ વિચાર એટલે કે Hope for the best and prepare for the worst. દ્રષ્ટિ તમને ધીરજવાન બનાવે છે.

જીવનમાં આગળ આવવા યુવા સાહસ જરૂરી છે તેની ના નથી પણ દ્રષ્ટિ વગરનું સાહસ દિશાવિહીન રોકેટ જેવું છે. આ દ્રષ્ટિમાં સાહસ પછીનો માર્ગ બનાવવાનો હોય છે, વ્યૂહરચના નક્કી કરવાની હોય છે. સપનું પુરૂ કરવાની તેમજ કર્યા પછી તેની તમામ છણાવટ દ્રષ્ટિમાં જરૂરી છે. “રેસ શરૂ થાય તે પહેલા રેસનો આખોય રસ્તો મગજમાં આવી જાય તે બે મિનીટ” – બસ એ જ દ્રષ્ટિ. દ્રષ્ટિ માત્ર પ્રથમ પગથિયા માટે નથી પણ ટોચ સુધીની મીટ માંડવા માટેની હોય છે અને, અધુરી દ્રષ્ટિ અધુરા સાહસને નોતરે છે અને નિષ્ફળતાની શક્યતા પૂરેપૂરી સંભવિત કરે છે.

યાદ રાખો મિત્રો, સફળ થવાના રસ્તાનું નહીં સાહસ કરવાના રસ્તાનું પ્રથમ પગથીયું દ્રષ્ટિ જ હોઈ શકે. દ્રષ્ટિ (Vision) અને દ્રષ્ટિકોણની (Outlook) વાત અલગ છે જે આપણે જાણીએ છીએ. યુવા સાહસમાં દ્રષ્ટિકોણ કરતા દ્રષ્ટિનું મહત્વ વધારે છે.

LET’S DO IT

ગગન પર મીટ માંડી છે, ભલે ધરા પર છું,
થવું છે પૂરેપૂરું ભલે અધુરામાં છું.
નજર નાખવી છે જ્યાં સુધી પોહોચે ટોચ પર,
કાબુ રાખ્યો છે મેં મારી સોચ પર.
ઉતાવળ નથી મને નીચે પડી જવાની,
ભરી પીવી છે સાહસપૂર્ણ મારે મારી જુવાની.

– HARSHAL MANKAD

આ પુસ્તક ખરીદવા અત્યારે જ આ લીંક પર https://goo.gl/fDm6X7 ક્લિક કરો.

www.dealdil.com

Whatsapp Support: 08000057004
Call Support: 08000058004
Email: [email protected]

ટીપ્પણી