આ ટેટુ ગર્લે શરીરના અડધા અંગો પર ચિતરાવ્યા છે ટૂટ, ટિકટોકના આ વિડીયો જોતાની સાથે તમને પણ લાગશે નવાઇ

શુ તમે જાણો છો આ tattoo girl વિશે, અનોખી હેર સ્ટાઇલ અને શરીર પરના ટેટુને કારણે ખૂબ જાણતી છે આ છોકરી. Wish Rathod એક જાણતી ટિકટોક સ્ટારની સાથે સાથે મોડેલ પણ છે. આટલી નાની ઉંમરમાં કઈ રીતે જાણીતી બની આ છોકરી ચાલો જાણીએ

image source

Wish rathod નું સાચું નામ વિશ્વા રાઠોડનો જન્મ 6 જુલાઈ 1998માં ગુજરાતના રાજકોટમાં થયો હતો. આમ તો વિશ્વા એનું સાચુ નામ છે પણ લોકો એને wish rathod ના નામથી વધુ ઓળખે છે. Wish rathod એની યુનિક હેર સ્ટાઇલ અને અજબ ગજબ ફેશન સેન્સના કારણે ઘણી ફેમસ છે.

 

View this post on Instagram

 

A post shared by Vishwa Rathod (Ink Collector) (@wish_rathod) on

Wish ટિકટોક પર લિપ સિંક અને બૉલીવુડ સોન્ગ પર એક્ટિંગ કરતી દેખાય છે. એની ક્યુટનેસના લીધે એના ઘણા વિડીયો ખૂબ વાયરલ થાય છે.એના પરિવારમાં એના માતા પિતા છે અને એક નાનો ભાઈ પણ છે. Wish rathodના માતા પિતાને છુટા છેડા થઈ ચૂક્યા છે. Wish નાની હતી ત્યારથી પોતાના પિતા સાથે જ રહેતી હતી.

image source

Wishને પોતાન કૌટુંબિક જીવનની રહેણીકરણી બિલકુલ ગમતી નહોતી. જેમ કે 18 19 વર્ષની ઉંમરે પરણી જવું, વહુઓ હંમેશા માથે ઓઢી ને જ ફરવું, લગ્નના થોડા સમયમાં જ બાળકો. Wishને આવું બધું જરાય પસંદ નહોતું. એ પોતાન જીવનમાં કંઈક અલગ કરવા માંગતી હતી.

Wish Rathod જ્યારે 17 વર્ષની હતી ત્યારે અમુક ગેરસમજણના કારણે એના પિતાએ ઘરમાંથી કાઢી મૂકી હતી. એ દિવસે wish ઘરની બહાર હતી ત્યાં જ એના પિતાનો એના પર ફોન આવ્યો અને એના પિતા એ કહ્યું કે મને ખબર છે તું ઘરેથી કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે.

એ પછી wishએ એના પિતાને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એના પિતા એકના બે ન થયા. એ તો બસ જીદ પર જ રહ્યા કે તું ઘરેથી ભાગી ગઈ છે અને તે કોઈક છોકરા સાથે લગ્ન પણ કરી લીધા છે. અને હવે તું ક્યારેય પાછી ઘરે ના આવતી.

image source

ઘણું બધું મનાવ્યાં છતાં તેના પિતા ન જ માન્યા. Wishએ વિચારી લીધું કે હવે કઈ નહિ થાય. એ રાત્રે એ એક મંદિરમાં સુઈ રહી. તે વખતે ડિસેમ્બર મહિનો હતો અને ઠંડી પણ ખૂબ જ હતી. પણ તો ય ગમે તેમ કરીને એને રાત પસાર કરી.

બીજા દિવસે સવારથી જ Wish કામ શોધવા લાગી. એને એક દુકાનમાં કામ મળ્યું જેમાં તેને આખા દિવસનું કામ કર્યા બાદ માત્ર 50 રૂપિયા મળતા હતા. અને આમાં જ એ પોતાનું ગુજરાન ચલાવતી હતી. પછી થોડા મહિનાઓમાં જ wish અમદાવાદ આવી ગઈ. ત્યાં એને કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી શરૂ કરી દીધી જેમાં એને મહિનાના 5000 રૂપિયાનો પગાર મળતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Vishwa Rathod (Ink Collector) (@wish_rathod) on

ત્યાં wishએ ઘણા દિવસો સુધી કામ કર્યું અને એના ઘણા મિત્રો પણ બની ગયા. જેમાંથી અમુક મિત્રો ફક્ત પોતાનું કામ કઢાવવા માટે જ wishના મિત્ર બન્યા હતા તો અમુક wishની ખૂબ કાળજી લેતા. Wish પોતાના મિત્રો સાથે એક જ ઘરમાં રહેતી હતી.

image source

Wish પોતાનો બધો ખર્ચો જાતે જ સંભાળતી હતી. થોડા સમય પછી એ દિલ્હી શિફ્ટ થઈ ગઈ કારણ કે કંઈક અલગ કરવાની ધગશ હજી એનામાં જીવતી હતી. દિલ્હીમાં wish એ મોડેલ તરીકે કામ શરૂ કર્યું. Wish એક્ટિંગ પણ સારી કરી લેતી હતી.

image source

આ બધું તો ઠીક પણ wishને સાચી ઓળખ તો ટિકટોક દ્વારા મળી. આજે ટિકટોકમાં wishના 11.6 મિલિયન ફોલોઅર્સ છે. જે એક ખૂબ જ મોટી વાત છે.

Wish ટેટુ ગર્લના નામે ખૂબ જાણીતી છે કારણ કે એને પોતાના આખા શરીર પર ઘણા બધા ટેટુ કરાવ્યા છે. જેના લીધે એ બીજી છોકરીઓ કરતા ઘણી અલગ દેખાય છે. Wishના ટેટુના ઘણા દીવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Vishwa Rathod (Ink Collector) (@wish_rathod) on

Wish એ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે આજે પણ એના પિતા અને પરિવારના લોકોને ખૂબ યાદ કરે છે.એને પોતાના દાદાનું ટેટુ પોતાના હાથમાં ચિતરાવ્યું છે. જેમાં લખ્યું છે miss you grandpa

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ