જલ્સા કરોને જેંતીલાલ

વિશ્વનો સૌથી જોખમી પુલ ! જીવના જોખમે પ્રવાસીઓ કરે છે રોમાંચનો અનુભવ !

વિશ્વમાં એવી ઘણી બધી કુદરતી કે પછી માનવસર્જિત જગ્યાઓ છે કે જ્યાં જતાં લોકોનું કાળજુ કાંપી ઉઠે છે. અને તેમ છતાં દુનિયામાં એવા પણ સાહસુ લોકો છે જે કાળજાને હાથમાં લઈને આ જોખમી જગ્યાઓની મુલાકાત લઈને એક અનોખા રોમાંચનો અનુભવ કરે છે.

આવી જ એક જગ્યા છે આ જોખમી પુલ. આમ તો આ પુલન કહેવાય પણ પહાડની કીનારીએ માણસ દ્વારા બનાવવામાં આવેલી પાતળી પગદંડી છે જે એમ પણ જોખમી છે અને તેને ઓર વધારે જોખમી બનાવવા માટે તેને ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક બનાવવામાં આવી છે જેનાથી તેના પર ચાલનારને પોતે હવામાં ચાલતો હોય તેવો અને ગમે ત્યારે પડી જશે તેવો અનુભવ એક સાથે થાય છે. માટે તેને સ્કાયવૉક પણ કહેવામાં છે.

વિશ્વના સૌથી ખતરનાક સ્કાયવૉક વેમાં તેનો સમાવેશ થાય છે. તેનું નામ છે ‘કોઈલિંગ ડ્રેગન ક્લિફ’. તેને 2016માં પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો છે. તમારે જીવન-મૃત્યુ વચ્ચેની જે પાતળી રેખા છે તેનો અનુભવ કરવો હોય તો ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ. અને આવા સાહસુ લોકોની દુનિયામાં કોઈ જ કમી નથી.

વિશ્વના ખૂણે-ખૂણે વસેલા સાહસુ લોકો તેની મુલાકાત લે છે

અહીં આવવા માટે તમારું હૃદય અને મન મક્કમ હોવું ખુબ જરૂરી છે. આ સ્કાયવોક માત્ર 100 મિટર એટલે કે ગણીને 200-250 ડગલાં જેટલો જ લાંબો છે પણ એટલો ખતરનાક છે કે તમારા માટે આ અંતર કાપવું પણ ભારે પડી શકે તેમ છે.

કોઈલિંગ ડ્રેગન ક્લિફની આ નાનકડી, સાંકડી અને ટુંકી પગદંડી ચીનના ટીયાનમેન પર્વતની બાજુ પર આવેલી છે. તેની પહોળાઈ માત્ર 1.6 મિટર એટલે કે ગણીને લગભગ 4 જ ફુટ છે. અને આ એક સીધો જ પર્વત છે. જેની કાચની ફુટપાથની નીચેની બાજું જોતાં જ તમને ચક્કર આવવા લાગે તેટલો જોખમી તેનો વ્યૂ છે. અને વોકવે વર્તુળઆકારનો એટલે કે વણાંકવાળો છે જે તમારા અનુભવને ઓર વધારે બિહામણો બનાવે છે.

આ સ્કાયવૉક 4600 ફુટની ઉંચાઈ પર આવેલી છે. અહીં પહેલાં અત્યંત જોખમી એવો માત્ર બે અઢી ફુટનો લાકડાનો રસ્તો બનાવવામાં આવ્યો હતો અને તેને જ રીનોવેટ કરીને એક થોડો પહોળો 2.5 ઇંચની જાડાઈ ધરાવતા કાચનો રસ્તો બનાવવામાં આવ્યો છે.

આ જંગલોમાં દુનિયાની સૌથી લાંબી કેબલ કાર રાઈડ પણ ચલાવવામાં આવે છે જે લપગભ 7 કીલોમીટરની છે જેને પુરી કરતાં 30 મિનિટનો સમય લાગે છે.

ભારતનો સામાન્ય નાગરીક પણ હવે નાની-નાની વિદેશ યાત્રા કરતો થયો છે અને જો તમે ચીનના પ્રવાસે જવા માગતા હોવ અને સાથે સાથે રોમાંચનો અનુભવ કરવા માગતા હોવ તો આ જગ્યાની મુલાકાત લી શકાય છે. આ વોકવેની મુલાકાત તમે 258 યુઆનમાં એટલે કે 2600 રૂપિયામાં કરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version