જલ્સા કરોને જેંતીલાલ

દુનિયાની સૌથી મોંઘી વેડીંગ પ્લાનરઃ આકાશ અંબાણીની વેડિંગ પાર્ટી પણ પ્લાન કરી હતી

સારાહ એક વેડિંગ પ્લાન કરવાના કરોડો રૂપિયા ચાર્જ કરે છે !

આજે બાળકને ભણાવી ગણાવી મોટા કરીને જેટલો કુલ ખર્ચો થાય છે તેનાથી પણ બમણો ખર્ચો બાળકોના લગ્ન પર કરવામાં આવે છે. માનવ સંસ્કૃતિ પર સામાજીક પ્રથાનો એક જબરજસ્ત અંકુશ છે પ્રભાવ છે. માતાપિતા પોતાના બાળકોના અભ્યાસથી માંડીને તેમના લગ્ન તેમજ તેમના પણ બાળકોના નામકરણ, બાબરી વિગેરે બધી જ બાબતો પોતાના સમાજના નિયમોને ધ્યાનમાં રાખીને જ કરે છે અને આ બધા જ પ્રસંગે તે હજારો-લાખો રૂપિયા ખર્ચે છે.

આજે લગ્ન એ એક મોટો વ્યવસાય છે. આજે વિશ્વમાં ભારતીય લગ્ન બજાર એટલે કે વેડીંગ માર્કેટની વર્થ 50 બિલિયન અમેરિકન ડોલર એટલે કે 33000 કરોડ રૂપિયા છે. જે દુનિયામાં બીજા નંબરનું છે જ્યારે યુએસનું વેડિંગ માર્કેટ પ્રથમ નંબરે છે જે 70 બિલિયન અમેરિકન ડોલરનું છે. એક અહેવાલ પ્રમાણે ભારતીય લગ્ન બજાર દર વર્ષે 20 ટકાની ગતિએ વિકસી રહ્યું છે.

એક ભારતીય પરિવાર પોતાના સંતાનના લગ્ન પાછળ સામાન્ય રીતે 5 લાખ રૂપિયાથી માંડીને 5 કરોડ રૂપિયા સુધીનો ખર્ચો કરે છે. આ રકમ તેની આજીવન સંપત્તિનો પાંચમો હિસ્સો હોય છે. અને જીવનની આ અતિ મહત્વની પળમાં જરા પણ અસંતોષ ન રહે તે માટે આજે ઘણા બધા કુટુંબો વેડીંગ પ્લાનરને હાયર કરતા હોય છે.

ઉચ્ચ મધ્યમ વર્ગતો ખાસ કરીને વેડીંગ પ્લાનરનો સહારો પોતાના બાળકોના લગ્ન કરાવવા માટે લે છે. આ સ્થિતિ માત્ર ભારતની જ નથી પણ દુનિયાના નાના-મોટા શહેરોમાં આજે વેડીંગ પ્લાનરની ડીમાન્ડ વધતી જઈ રહી છે કારણ કે તેઓ પોતાની કોઠા સુજ તેમજ પોતાના અનુભવથી લગ્નની રળિયાણમી ઘડીને પરીવાર માટે ઓર વધારે વ્યવસ્થિત, તાણ રહીત અને માણવાલાયક બનાવે છે. તો ચાલો જાણીએ વિશ્વની સૌથી મોંગી વેડિંગ પ્લાનર વિષે.

આ વેડીંગ પ્લાનરનું નામ છે સારાહ હેવૂડ તેણી વિષે એવું કહેવાય છે કે વિશ્વના મહાન સેલિબ્રિટિઓ પણ તેણીની મોંઘી દાટ ફી તેમજ તેણી જે ભવ્ય રીતે લગ્નનું આયોજન કરે છે તેના ખર્ચાને પહોંચી નથી વળતા. સારાહે અત્યારસુધીમાં અગણિત અબજોપતિ વ્યવસાયીઓ તેમજ હોલીવૂડ સ્ટાર્સના લગ્ન કરાવ્યા છે.

તમને જણાવી દઈએ કે સારાહે દુનિયાના સૌથી રોયલ મેરેજ એવા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીના લગ્નની પણ વેડિંગ પ્લાનર રહી ચુકી છે. એવા અહેવાલ છે કે સારાહ એક વેડીંગ પ્લાન કરવાની ઓછામાં ઓછી 10 કરોડ રૂપિયાની ફી વસૂલે છે. અત્યાર સુધીમાં સારાહ 48 કરોડ રૂપિયાથી માંડીને 50 કરોડ રૂપિયાના તોતીંગ ખર્ચ ધરાવતા અગણિત લગ્નો કરાવી ચૂકી છે.

સારાહના વેડીંગ પ્લાનિંગ મુજબ તેણી પોતાને આપવામા આવેલા કરોડોના બજેટમાંથી 45 ટકા ભાગ, લગ્નની જગ્યા, લગ્નના ભોજન, પીણા વગેરે પર ખર્ચ કરે છે, જ્યારે તેમાંનો 15 ટકા હિસ્સો નાના-નાના પરચુરણ ખર્ચાઓ પર કરે છે, પણ તેનો 12 ટકા હિસ્સો તે ખાસ કરીને લગ્નના વિડિયો રેકોર્ડીંગ માટે ફાળવી રાખે છે તેમજ 10 ટકા હિસ્સો લગ્નની ફોટોગ્રાફી માટે રાખે છે. જ્યારે બાકીનો 8 ટકા હિસ્સો તે વ્યક્તિઓના આવવા જવા, વસ્તુઓ લાવવા લઈ જવા પાછળ ખર્ચે છે. આમ સારાહનું પ્લાનીંગ બિલકુલ ચોક્કસ હોય છે.

એક મિડિયા અહેવાલ પ્રમાણે જે કોઈ માલેતુજાર વ્યક્તિ સારાહને પોતાના ઘરના સભ્યના લગ્ન માટે હાયર કરે છે તેણે સ્પેશિયલી સારાહના સ્ટાફ માટે હોટેલના 172 રૂમ બૂક કરાવવા પડે છે. કારણ કે જ્યાં સુધી લગ્નનું પ્લાનિંગ અને લગ્ન પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ એક સાથે સતત પાંચ દિવસ સુધી કામ કરે છે.

આકાશ અંબાણીની વેડીંગ પાર્ટી પણ પ્લાન કરી

તેણીએ ભારતના ધનાડ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની સેન્ટ મોરીત્ઝ, સ્વિત્ઝરલેન્ડ ખાતેની વેડિંગ પાર્ટી આયોજીત કરી હતી. આ પાર્ટીનું થીમ હતું ‘વિન્ટર-વન્ડરલેન્ડ થીમ્ડ એક્સ્ટ્રાવેગેન્ઝા ઇન સ્વિત્ઝરલેન્ડ’ જેમાં મુકેશ અંબાણીએ કરોડો રૂપિયા ખર્ખ્યા હતા.

સારાહની કુલ સંપત્તિ 165 કરોડ રૂપિયાની છે. તેણી પોતાના કામમાં અત્યંત માહેર છે અને માટે જ તેની પાસે કામની કોઈ જ કમી નથી તેણી દર વર્ષે કરોડોના લગ્ન કરાવે છે અને તે બધા જ હાઈપ્રોફાઈલ લગ્નો હોય છે. હાલ સારાહે બ્રીટેનના યુકેટીવી સાથે એક શો સાઈન કર્યો છે જે પેરાનોર્મલ વેડીંગ પર આધારિત છે. આ શો દુનિયાનો એવો પ્રથમ શો છે જે પેરાનોર્મલ વેડીંગ પર આધારીત હશે.

સારાહ હેવૂડને વોગ યુએસે મેગેઝિન દ્વારા વિશ્વની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ વેડિંગ પ્લાનરર ગણાવી છે. આ ઉપરાંત તેણી એચબીઓની 2018નીસીરીઝ ‘સક્સેશન’ માટે પણ વેડીંગ કન્સલ્ટન્ટ રહી ચૂકે છે. તેણીને પૃથ્વી પરની સૌથી વધારે પ્રભાવશાળી વેડિંગ પ્લાનર ગણવામાં આવી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version