જલ્સા કરોને જેંતીલાલ

કૃષ્ણ પ્રેમીઓ માટે ગર્વના સમાચાર , વૃંદાવનમાં બનવા જઈ રહ્યું છે 700 ફૂટ ઉંચુ કૃષ્ણધામ ! વિશ્વનું સૌથી ઉંચુ મંદીર

આપણાં જ દેશમાં નોંધાશે એક અનોખો રેકોર્ડ, વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનશે જેમાં બિરાજમાન થશે ભગવાન શ્રી કૃષ્ણ…

આપણાં જ દેશમાં નોંધાશે એક અનોખો રેકોર્ડ, વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનશે જેમાં બિરાજમાન થશે ભગવાન શ્રી કૃષ્ણ…

આ મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થશે પછી કહેવાય છે કે તે દુનિયાનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું પૂજા સ્થાનક બનશે જે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હશે.
વિશ્વની સૌથી ઊંચી ધાર્મિક ઇમારત હવે ભારતમાં હશે.

આ મંદિર બાંકે બિહારીનું હશે. તેનું બાંધકામ કાર્ય ખૂબ ઝડપી થઈ રહ્યું છે. તેની ઊંચાઈ 700 ફૂટ હશે. વૃંદાવન મંદિરના ચંદ્રોદય મંદિરના બાંધકામની ડિઝાઇન માટે થૉર્ન્ટન ટોમસેટ્ટીને કન્સલ્ટ કર્યું છે.

આ મંદિરમાં એક કલ્ચરલ સેન્ટર પણ હશે. વધુમાં આ મંદિરના પ્રાંગણમાં થીમ પાર્ક પણ બનાવાશે.

આ છે મંદીરની ખાસીયતો

આ મંદર અનેક રીતે વિશિષ્ઠતાઓ ધરાવે છે. આ ધાર્મિક ઇમારત ફકત સૌથી લાંબી છે એટલું જ નહીં પરંતુ ધરતીકંપ સુરસિત માળખું બનશે. તેમાં 70 જેટલા માળ હશે.

આ પ્રોજેક્ટના ડિરેક્ટર નરસિંહ દાસે કહ્યું, “તેના થીમ પાર્કમાં પાર્ક રાઇડ્સ, લાઇટ્સ, સાઉન્ડ, સ્પેશિયલ ઇફેક્ટ્સ હશે.

તે જ સમયે, તેની સાથે વ્રજ મંડળ પરિક્રમા અને લેસર શોનું પણ આયોજન થશે. લાઈટ અને સાઉન્ડ શો હશે જેમાં પૃથ્વીની ઉત્પતિ વિશેની માહિતી હશે અને વૈદિક કાળની વિગતો પણ હશે.

યાત્રાળુઓ માટે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ બિલ્ડિંગમાં એક કેપ્સ્યુલ એલિવેટર બનાવવામાં આવી રહ્યું છે, જેના દ્વારા નીચે – ઉપર થતાં બહારનો દેખાવ જોઈ શકાશે. મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરવામાં આવશે તે 30 એકર વિસ્તારથી ઘેરાયેલ હશે.

આ ઉત્કૃષ્ઠ મંદિર ભક્તો પાસેથી મેળવેલ દાન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. તેના કેટલાક અંતરે ભવ્ય એપાર્ટમેન્ટ્સ અને વિલા વેચવાની યોજનાઓ બનાવવામાં આવી છે, તેનો નફો મંદિરના બાંધકામમાં રોકાણ કરવામાં આવશે.

હાલમાં, આ મંદિર બાંધવા માટે ખોદકામ કરીને 180 ફૂટ ઊંડા પાયો બાંધવામાં આવી રહ્યો છે. શ્રીમાન દાસે કહ્યું કે આ મંદિર આગામી માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version