જલ્સા કરોને જેંતીલાલ

વિશ્વના આ મુસ્લિમ દેશમાં હિંદુ દેવતાની પુજા કરવામાં આવે છે અને કુરાનની સાથે સાથે આ હીન્દુ ગ્રંથને પણ ઘરે રાખવામાં આવે છે

અહીં ભારતમાં દર પંદર દિવસે અયોધ્યાના મંદીર-મસ્જિદનો વિવાદ ઉછળતો રહે છે. અને સોશિયલ મિડિયા પર પણ એકબીજાના ધર્મ પ્રત્યે કંઈ ઓછા વિવાદો નથી કરવામાં આવતા પણ આ બધા વચ્ચે દુનિયાના આ દેશમાં બન્ને ધર્મને અલગ જ સમ્માન આપવામાં આવ્યું છે.


નેવુ ટકા મુસ્લિમ વસ્તિ ધરાવતા આ દેશમાં દર વર્ષે રામલીલાનું આયોજન કરવામાં આવે છે બિલકુલ ભારતમાં કરવામાં આવે છે તેમ જ. મુસ્લિમ વસ્તીની બહુમતીના કારણે આ દેશને મુસ્લિમ દેશ ગણવામાં આવ્યો છે. અહીં કુરાનને જેટલો પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે તેટલો જ પવિત્ર રામાયણના કાકાવિન ગ્રંથને પણ માનવામાં આવે છે. અને આ ગ્રંથના આધારે જ અહીં દર વર્ષે રામલીલાનું આયોજન કરવામાં આવે છે. અહીંની રામ લીલાને જોવા સમગ્ર વિશ્વમાંથી લોકો જોવા આવે છે.


ઇન્ડોનેશિયાનો આ રામાયણ કાકાવીન ગ્રંથ ખુબ જ જુનો ગ્રંથ છે. આ ગ્રંથની રચના કાવી ભાષામાં થઈ છે. જે ઇન્ડોનેશિયાના જાવા પ્રદેશની પ્રાચિન લીપી છે. કાકાવીનનો અર્થ થાય છે મહાકાવ્ય. અને કાકાવી લીપીમાં કેટલાએ મહાકાવ્યોની રચના કરવામાં આવી છે જેમાં રામાણયને મુખ્ય માનવામાં આવે છે. આ ગ્રંથ 26 અધ્યાયોમાં વહેંચાયેલો છે. આ ગ્રંથના પહેલા અધ્યાયની શરૂઆત શ્રીરામના જન્મથી કરવામાં આવી છે તેમાં વિશ્વામિત્ર સાથે શ્રીરામ અને લક્ષમણની સફરનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.


ઇન્ડોનેશિયાની એક જગ્યાને અયોધ્યા કહેવામાં છે. અહીંના મુસ્લિમ લોકો પણ શ્રીરામને એક આદર્શ પુરુષ માને છે અને રામાયણને પણ કુરાન જેટલું જ માન આપે છે. આ ઉપરાંત લોકો પોતાના ઘરમાં રામાયણનો ગ્રંથ પણ રાખે છે અને દેશમાં થતી રામલીલામાં ઉત્સાહથી ભાગ લે છે.


1973માં આ દેશની સરકારે આંતરરાષ્ટ્રિય રામાયણ મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં દેશ વિદેશથી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. ઇન્ડેનેશિયાએ ભારત આગળ પણ પ્રસ્તાવ મુક્યો છે કે ભારતમાં પણ વિવિધ જગ્યાઓ પર ઇન્ડોનેશિયાની રામાયણ પર રામલીલાઓનું આયોજન કરવામાં આવે.

અહીં માત્ર રામલીલાનું આયોજન જ નથી કરવામાં આવતું કે રામાયણને માત્ર એક પવિત્ર ગ્રંથ જ નથી ગણવામાં આવતો પણ અહીં રામાયણ સમયના પ્રાચીન કાળના હીન્દુ મંદીરો તેમજ રામકથાના ચિત્રોની કોતરણીઓ પણ અસ્તિત્વ ધરાવે છે.


અહીં ભારતમાં રામના નગરને અયોધ્યા કહેવામાં આવે છે તેવી જ રીતે ઇઁડોનેશિયામાં અયોથા નામથી રામની નગરી આવેલી છે. અહીં રામાયણના રચનાકાર વાલ્મિકિ ઋષીને ગણવામાં આવે છે તો કહેવાય છે કે ત્યાંની રામાણયની રચના કવિ યોગેશ્વરે કરી છે. અહીં સીતા માતાને સિંતા કહેવામાં આવે છે જ્યારે હનુમાનજીને પણ અહીં પુજવામાં આવે છે. અહીં હનુમાનજીને અનોમાન કહેવાય છે.


માત્ર આટલું જ નહીં પણ મુખ્ય ધર્મ દરીકે એક મુશ્લિમ દેશ હોવા છતાં આ દેશની કરન્સી પર ભગવાન ગણેશનો ફોટો છે. તેની પાછળ પણ એક કારણ છે. વાસ્તવમાં એક સમયે ઇન્ડોનેશિયાની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી ઘણા પ્રયાસો છતાં કશું જ બરાબર નહોતું થઈ રહ્યું. ત્યાર બાદ સરકારે તેમની કરન્સી પર ભગવાનનો ફોટો મુકવાનું નક્કી કર્યું અને ત્યાર બાદ ઇંડોનેશિયાની અર્થવ્યવસ્થા વધારે અને વધારે મજબુત થતી ગઈ.


માત્ર તેટલું જ નહીં પણ આ દેશની એરલાઈનનું નામ પણ ગુરુણ છે. તમને કદાચ અચરજ થતું હશે કે એક મુશ્લિમ દેશમાં હીંદુ ધર્મ માટે આટલો બધો અહોભાવ કેવી રીતે. પણ ઇન્ડોનેશિયામાં હિંદુ ધર્મનો ખુબ ઉંડો પ્રભાવ છે.

જો ઇતિહાસકારોનું માનવામાં આવે તો ઇન્ડોનેશિયામાં પાંચમી સદીમાં હિંદુ ધર્મનો ફેલાવો થયો હતો. આ બન્ને દેશ વચ્ચેનો સંબંધ સેંકડો વર્ષો જુનો છે. અહીંની કળા, સંસ્કૃતિ, માન્યતાઓ પર હિંદુ ધર્મની અસર તમને જોવા મળશે. આ ઉપરાંત થોડા સમય પહેલા જ્યારે ઇંડોનેશિયાના શિક્ષામંત્રી ભારત આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે રામાયણના પાત્રોનો ઉપયોગ તેઓ પોતાના અભ્યાસક્રમમાં કરે છે.


તમને આ પ્રસંગ જાણીને નવાઈ લાગશે જે આપણા પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલો છે. બન્યું એવું કે એક વાર પાકિસ્તાનનું એક સરકારી ગૃપ ઇન્ડેનેશિયાની મુલાકાતે ગયું અને ત્યાં ઇન્ડોનેશિયાની સરકાર દ્વારા તેમને રામાયણનું મંચન દેખાડવામાં આવ્યું. જેને જોઈ પાકિસ્તાની સરકારી અધિકારીઓએ ત્યાંના રાષ્ટ્રપતિને પુછ્યું કે આ ઇસ્લામી દેશમાં રામાયણ શા માટે દર્શાવો છો ? ત્યારે રાષ્ટ્રપતિ સુકર્ણોએ તરત જ વળતો જવાબ આપ્યો કે ઇન્ડોનેશિયાનો ધર્મ મુસ્લિમ છે પણ રામાયણ તેમની સંસ્કૃતિ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇન્ડોનેશિયાની ભાષા, સાહિત્ય, કળા, તેમજ તેમના શાસકોમાં પણ સનાતન હિંદુ ધર્મનો પ્રભાવ રહેલો છે. અહીંની ભાષાના ઘણા બધા શબ્દો સંસ્કૃત છે. ઇન્ડોનેશિયાના જુના સામ્રાજ્યનું નામ શ્રીવિજયા હતું જે એક સંસ્કૃત શબ્દ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version