વિશ્વના આ દેશોમાં મચ્છરનું નામોનિશાન નથી ! આ ખંડનું વાતાવરણ તો મચ્છરો માટે સાવજ પ્રતિકૂળ છે !

મચ્છર જન્ય રોગોથી આજે સમગ્ર પૃથ્વિ ત્રાહિમામ પોકારી ગઈ છે. તેના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અનેક પ્રકારની રસ્સીઓ શોધી છે. અને હજુ પણ તેના પર અનેક સંશોધન પણ ચાલુ જ છે. દર વર્ષે નિતનવા મચ્છરજન્ય રોગો ફુટી નીકળે છે અને હજારો લોકોના જીવ જાય છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે જ્યારે ઘરમાં દસ મચ્છર મારીએ છીએ ત્યાં બીજા દીવસે બીજા સો મચ્છર પેદા થઈ જાય છે ત્યાં વિશ્વમાં એવા દેશો પણ અસ્તિત્વ ધરાવે છે જ્યાં મચ્છરનું નામોનિશાન જ નથી. તો ચાલો જાણીએ આ દેશો વિશે.

સેશેન્લ્સ

સેશેલ્સ એ ટાપુઓનો સમૂહ છે જે હિંદ મહાસાગરમાં જ આવેલો છે. આ દેશ 115 છુટ્ટા છવાયા ટાપુઓનો બનેલો છે. અહીં એક પણ મચ્છર જોવા નથી મળતો. જેની પાછળ કારણ એ જણાવવામાં આવે છે કે આ સ્થળ પર કુદરતી રીતે જ સ્તનધારી જીવોનું અસ્તિત્વ નથી હોતું. અહીં માત્ર 92000 લકોની જ વસ્તી છે. સેશેલ્સના રળિયામણા ટાપુઓ દુનિયા ભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

એન્ટાર્કટિકા

સ્વાભાવિક રીતે જ એટાર્કટિકા ખંડ પર મચ્છર જોવા નથી મળતાં કારણ કે ત્યાંની ઠંડી આબોહવા મચ્છર માટે જરા પણ અકુળ નથી. તમને જણાવી દઈએ કે એન્ટાર્કટિકા પૃથ્વી પરનો બીજા નંબરનો સૌથી વિશાળ ખંડ છે જે દક્ષિણધૃવ પર આવેલો છે અહીંનું તાપમાન -90 ડીગ્રી સેલ્સિયસ હોય છે આવા તાપમાનમાં મચ્છરનું અસ્તિત્વ ટકી શકે નહીં.

આઈસ લેન્ડ

આઇસ લેન્ડની ગણતરી વિશ્વના સુંદર દેશોમાં થાય છે. આ નાનકડો દેશ એટલાંટિક સમુદ્રમાં ઉત્તરની તરફ આવેલો છે જે ગ્રીનલેન્ડ અને યુરોપની વચ્ચે સ્થિત છે. વાસ્તવમાં આઇસલેન્ડનું વાતાવરણ મચ્છરને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. તે તેની સામુદ્રિક આબોહવાની મહેરબાનીથી છે.

મચ્છરો વિવિધ જાતના વાતાવરણમાં પ્રજનન કરી શકે છે પછી તે ઠંડુ વાતાવરણ હોય કે ગરમ વાતાવરણ હોય. અને આઇસલેન્ડ એક એવી જગ્યા છે જે મચ્છરો માટે એન્ટાર્કટિકા કરતાં પણ વધારે પ્રતિકૂળ છે.

ફ્રાન્સ

ફ્રાન્સને મચ્છરોથી કુદરતી તત્ત્વો નહીં પણ અહીંનું વ્યવસ્થા તંત્ર રક્ષીત કરે છે. ફ્રાન્સ એક મજબુત અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. અહીં સતત મચ્છરોને દૂર રાખવાના પ્રયાસો ચાલુ જ હોય છે. એવું નથી કે ફ્રાન્સમાં મચ્છર નથી થતાં ત્યાંની આબોહવા મચ્છરને અનૂકુળ છે પણ સ્વાસ્થ્ય ખાતાના પ્રયાસોના કારણે તે ફ્રાન્સમાં ખુબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

જો કે તાજેતરમાં એક અહેવાલ મળ્યા હતા જેમાં ફ્રાન્સ પર એક અનોખા પ્રકારના મચ્છરોનું જોખમ તોળાતુ હોવાની વાત જાણવા મળી હતી. અને કેટલાક નિષ્ણાતોનુ પણ એવું માનવું છે કે ફ્રાન્સમાં પણ મચ્છરો છે પણ વિશ્વના બીજા દેશોની સરખામણીમાં તેનું પ્રમાણ સાવ જ નહીવત છે.

ન્યૂ કેલેડોનિયા

ન્યૂ કેલેડોનિયા પેસિફિક મહાસાગરની દક્ષિણે આવેલો છે જેને ફ્રાન્સનો જ એક પ્રાંત માનવામા આવે છે. અહીં પણ મચ્છરો જોવા નથી મળતા. તે પણ તેની આબોહવાના આભારે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ