જલ્સા કરોને જેંતીલાલ

વિશ્વની સૌથી નાની હાઈટની ધરાવે છે આ મહિલા, બિગબોસમાં પણ આવેલ છે આ મહિલા…

વિશ્વમાં જાત જાતના રેકોર્ડ બનાવવામાં આવ્યા છે તેમાંથી કેટલાક લોકો અથાગ મહેનત કરીને આ રેકોર્ડ રચે છે અને તેનાથી પણ ચડિયાતા લોકો તેમના કરતાં પણ વધારે મહેનત કરીને ભૂતપૂર્વ રેકોર્ડને તોડીને પોતાનો નવો રેકોર્ડ રચતા હોય છે. જેને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, તેમજ લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવી બૂક્સમાં સ્થાન આપવામાં આવે છે. જોકે કેટલાક રેકોર્ડ કૂદરતી રીતે જ રચાયેલા હોય છે. જે કૂદરતની જ એક અજાયબી હોય છે.


આજની આ પોસ્ટમાં અમે તમને તેવી જ એક વિશ્વની અનોખી વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જે વિશ્વની સૌથી ઠીંગણી સ્ત્રી હોવાનો રોકોર્ડ ધરાવે છે. તેણીનું નામ છે જ્યોતિ આમગે. તેણી એક ભારતિય છે. વર્ષ 2011માં તેણીના 18માં જન્મ દિવસ પર તેણીને વિશ્વની સૌથી ઠીંગણી સ્ત્રી તરીકે ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા આપવામાં આવી છે. તેણીની ઉંચારી માત્ર 24.7 ઇંચ છે એટલે કે 62.8 સેન્ટી મીટર.આજે તેણી 25 વર્ષની છે. તેણીની આ સ્થીતી એકોનડ્રોપ્લાસિયા કહેવામાં આવે છે જેના કારણે વ્યક્તિ અમુક ઉંચાઈ બાદ વધી શકતી નથી.

જ્યોતિના આ વિશ્વ રેકોર્ડે લોકોમાં ખુબ જ આકર્ષણ જમાવ્યું છે અને ગિનીસ વર્લ રેકોર્ડમાંના સૌથી પ્રિય રેકોર્ડમાં તેણીના આ ક્યૂટ રેકોર્ડનો સમાવેશ થાય છે.

તેણી પોતાની આ ઉપલબ્ધીને ખુબજ ઉત્સાહથી માણી રહી છે. તેણી જ્યારે ઘરની બહાર, બજાર, માર્કેટ, મોલ વિગેરે જગ્યાએ જતી હોય છે ત્યારે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. લોકો તેની સાથે ફોટો પટડાવવા પડા પડી કરે છે. અને તેણી એક સેલીબ્રીટી જેવું ફીલ કરે છે. તેણી પોતાનું આ સ્ટેટસ ખુબ જ એન્જોય કરે છે.

જ્યોતિને પોતાની આ કૂદરતી ઉપલબ્ધીના કારણે મનોરંજન જગતમાં પણ ઘણું કામ મળ્યું છે. તેણીએ અમેરિકન હોરર સ્ટોરી જેવા ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું છે તેમજ હિન્દી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પાન સોપારીમાં પણ કામ કર્યું છે.

પોતના વિશ્વમાં સૌથી ઠીંગણા હોવાના કારણે તેણીને ઘણી નાની-મોટી ઇવેન્ટમાં ગેસ્ટ તરીકે પણ બોલાવવામાં આવે છે. આ ઉપરાંત તેણીએ બિગબોસ સીઝન 6માં પણ ગેસ્ટ સેલિબ્રિટી તરીકે હાજરી આપી હતી. તેમજ એક ઇટાલિયન ટીવી શોમાં પણ તેણીને આમંત્રણ આપવામા આવ્યું હતું. આમ તેણીની આ કૂદરતી ઉપલબ્ધીના કારણે સારી આવક પણ થઈ રહે છે. અને તેણી એક સેલિબ્રિટી જેવું જીવન જીવી રહી છે. જે તેને ઓર વધારે ઉત્સાહિત કરે છે. તેણી કૂદરત દ્વારા આપવામાં આવેલી આ ભેટ માટે કૂદરતનો ખૂબ આભાર માને છે.

તેણી અન્ય લોકોની જેમ જ સામાન્ય જીવ જીવી રહી છે. તેણીને પોતાના પરિવાર તેમજ મિત્રો પર ગર્વ છે કે તેઓ હંમેશા તેણીનો સાથ આપવા તત્પર હોય છે. તેણી પણ શાળાએ ગઈ છે. ચોક્કસ એક સામાન્ય વ્યક્તિ કરતાં તેણીને તેમાં વધારે તકલીફ પડી હશે બૌદ્ધિક રીતે નહીં પણ માનસિક રીતે. જેમ કે ઉંચી બેન્ચ, મોટી બુક્સ વિગેર વિગેરે. પણ તેણીએ પડકારોનો સામનો કર્યો.

તેણીને પોતાના બર્થડેની ઉજવણી કરવી ખુબ જ ગમે છે. તેણી પોતાના બર્થડેના થોડાક દિવસો પહેલાં જ તેની તૈયારીમાં લાગી જાય છે. તેણીના બર્થડેમાં પોતાના કુટુંબ, પાડોશીઓ તેમજ સગા સંબંધી અને મિત્રોને બોલાવી ખુબ જ ધામધૂમથી ઉજવે છે. તેણીને નવા કપડાં લેવા, સુંદર રીતે શણગાર કરવો, તે બધું ખુબ જ ગમે છે.

તેણી પણ એક સામાન્ય સ્ત્રીની જેમ જીવન જીવી હતી. છે. વર્ષ 2017ની 30મી ઓગસ્ટે ઇન્ટરનેટ પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં તેણીને પોતાના હસ્બડ સાથે પોઝ આપતી જોવા મળી હતી. જે એક સામાન્ય ઉંચાઈ ધરાવતો પુરુષ હતો. જો કે આ બાબતે કોઈ જ નક્કર પુરાવાઓ મળ્યા નથી. કે કોઈ વધારાની માહિતી પણ ઉપલબ્ધ નથી.

ગયા વર્ષે ઇજીપ્તમાં આવવા માટે તેણીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યાં તેણીની મુલાકાત વિશ્વના સૌથી ઉંચા પુરુષ સાથે કરાવવામાં આવી હતી જેની ઉંચાઈ તેણી કરતાં ચાર ગણી છે. તેનું નામ સુલ્તાન કોસેન છે તે તૂર્કીનો છે. તેની ઉંચાઈ 2.51 મિટર છે એટલે કે તે આંઠ ફૂટ કરતાં પણ ઉંચો છે.

તે બન્નેએ પોતાની આ ઉપલબ્ધી માટે એક ફોટોસેશન પણ કરાવ્યું હતુ. જે ઇજીપ્તના ગીઝા શહેરમાં નાઇલ નદીના કાંઠે કરવામાં આવ્યું હતું. તેમને ઇજીપ્તના ટુરીઝમને પ્રમોટ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને તેમનું આ ફોટો સેશન ખૂબ જ આકર્ષક રહ્યું હતું. આમ કૂદરત આપણને જે આપે છે તેનો એક ભેટ સમજીને સ્વિકાર કરી લેવો જોઈએ.

વિડીઓમાં તમે જોઈ શકો છો તે કેવીરીત બધા કામ કરે છે અને પરિવારજનો તેની મદદ કરે છે.

Exit mobile version