આજનો દિવસ : “વિશ્વ મચ્છર દિવસ” – શું આ વિષે તમે જાણતા હતા ?

તમને કદાચ આશ્વર્ય થશે પણ વિશ્વમાં દર વર્ષ સૌથી વધુ મૃત્યુ એઇડસ કે બીજા કોઇ રોગોને લીધે નહિ પણ મલેરીયાને લીધે થાય છે ! આ મલેરીયા મુખ્યત્વે મચ્છરને લીધે થાય છે.

1897ની 20 ઓગષ્ટે ભારતમાં ફરજ બજાવનાર બ્રિટીશ ડોક્ટર સર રોનાલ્ડ રોઝએ શોધી કાઢ્યુ હતુ કે એનોફીલેસ એટલે કે માદા મચ્છર માનવીમાં મેલેરીયાને ફેલાવે છે. ડો. રોઝની આ શોધને કારણે મેલેરીયા જેવી બિમારી કેવી રીતે ફેલાય છે તે અને તેની સામે લડવા માંટેનો રસ્તો મળ્યો હતો. ડોક્ટર રોઝની આ અતી મહત્વની શોધ અને તારણ બાદ એવું નક્કી કરાયું હતું કે આ દિવસને World Mosquito Day તરીકે ઉજવવામાં આવશે. ત્યારથી આ પરંપરા શરૂ થઈ.

જેથી દર વર્ષની 20 ઓગષ્ટે દુનિયાભરમાં વર્લ્ડ મોસ્કીટો ડે એટલે કે વિશ્વ મચ્છર દીવસ તરીકે ઉજવાય છે. રોઝ બ્રિટીશ કાળ દરમીયાન ભારતની વિવિધ હોસ્પીટલોમાં સર્જન તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેમને તેમના સંશોધનની સફળતા ભારતમાં રહીને જ મળી હતી. કારણ કે તેમના ગુરુ સર પેટ્રીક મેન્શનને રોઝને કહ્યું હતું કે જો તે મેલેરીયા વિશે સંશોધન કરવા માંગે છે તો ભારત તેના માંટે શ્રેષ્ઠ જગ્યા છે. કેમ કે એનોફીલેસ મચ્છરો મોટે ભાગે ગરમ પ્રદેશમાં વધુ જોવા મળે છે. મહત્વનું છે કે ડોક્ટર રોઝને મલેરીયા માંટે તેમણે શોધેલી દવા માંટે નોબલ પ્રાઈઝ પણ મળ્યું હતું.

ડોક્ટર કે સર્જન પણ કવિતા લખી શકે છે, મેલેરીયા કેવી રીતે ફેલાય તેની શોધ કરનાર ડો. રોનાલ્ડ રોઝે જ્યારે તે શંશોધન કર્યું કે માદા મચ્છર માનવીના શરીરમાં મેલેરીયા ફેલાવે છે, તે સાંજે જ તેમણે તેમની શોધ અંગે એક કવિતા લખી હતી. જેને એક પત્ર સ્વરૂપે તેમણે તેમની પત્નિને મોકલી હતી. 20 ઓગષ્ટે જ તેમણે તે અંગેની શોધ કરી હતી તેથી તે વિશ્વ મચ્છર દીવસ કહેવાય છે. તો વાંચો તેમની કવિતાના શબ્દો.

This day relenting God
Hath placed within my hand
A wondrous thing; and God
Be praised. At His command,
Seeking His secret deeds
With tears and toiling breath,
I find thy cunning seeds,
O million-murdering Death.
I know this little thing
A myriad men will save.
O Death, where is thy sting?
Thy victory, O Grave?

” અરે સાલા એક મચ્છર આદમી કો..

‘મલેરીયા’ ગ્રસ્ત બના સકતા હે…”

તો મિત્રો આજના વિશ્વ મચ્છર દિવસ ના રોજ આપ તથા આપના પરિવાર ની સુરક્ષા સહ શુભકામના…

“નાનો ડંખ ભય મોટો”

? તમારી જાતને મેલેરિયા સામે રક્ષણ મેળવવા માટેની કેટલીક વિશેષ સાવચેતીઓ:

મચ્છરનો કરડવાનો સમય ખાસ કરીને રાત્રીનો સમયગાળો છે તેથી એ સમય પર વિશેષ કાળજી રાખવી.
પરોપજીવીઓનો નાશ કરવા માટે મેલેરિયા વિરોધી દવાઓનો ઉપયોગ કરો.
તમારા ઘરની આસપાસ જ્યા મચ્છરોના પ્રજજનસ્થળો હોય તેનો નાશ કરો.
તમારા ફળિયામાં જંતુનાશકોનો છંટકાવ કરો
મચ્છરદાનીની અંદર સુવો.
જંતુનાશકોથી બચવા માટે ક્રીમ લગાવો.
આખી બાયોવાળા કપડા પહેરવાં.
તમારા ઘરની આસપાસ તારની જાળી ફીટ કરાવો.

વારંવાર પૂછાતા પ્રશ્નો :

? મેલેરિયાની કોઈ રસી છે ?

સાંપ્રત સમયમાં, મેલેરિયાની કોઈ રસી મનુષ્યના ઉપયોગ માટે અનુમતિ આપવામાં નથી.

? શા માટે ગર્ભવતી સ્ત્રીઓએ વિશેષ કાળજી રાખવાની જરૂર રહે છે?

ગર્ભવતી સ્ત્રીઓને સામાન્ય સ્ત્રીઓની તુલનામાં મેલેરિયાની વધારે ગંભીર અસર થઈ શકે છે.મેલેરીયાની સાથે સાથે કસુવાવડ,ગર્ભપાત,મૃત પ્રસવ જેવા પરિણામો ગર્ભવસ્થામાં ગંભીર જોખમ ઉભુ કરી શકે છે.

? મેલેરિયાની સારવાર કઈ છે ?

મેલેરિયાની સારવાર કાગળ પર દવાઓ લખીને થઈ શકે છે.મેલેરિયાના નિદાન અને તેની સારવારના પ્રકારોને આધાર પર નિર્ભર હોય છે જ્યાં દર્દીને કેટલો ચેપ લાગ્યો છે,દર્દીની ઉમર,દર્દી ગર્ભવતી હોય અને દર્દીની બિમારીની પરિસ્થિતિમાં કેવી સારવાર આપવામાં આવે છે તેના પર આધાર રહેલો છે.

? મેલેરિયાને કેવી રીતે અટકાવી શકાય છે ?

ડબલ્યુંએચઓના જણાવ્યાં અનુસાર મેલેરિયા વેક્ટર નિયંત્રણ એ મેલેરિયાના સંચરણને ઘટાડવાનો મુખ્ય માર્ગ છે.વેક્ટર નિયંત્રણ કરવા માટેના બે સ્વરૂપો છે,એક કીતાનાશકોને મચ્છરદાની દ્વારા રક્ષિત રહેવું અને બીજું અંદરની બાજુ માટે જંતુનાશકોનો છંટકાવ કરવો.

? આપણા દેશમાં મેલેરિયાનું વધુ પડતું જોખમહોય તેવાં ક્ષેત્રો ક્યાં ક્યાં છે ?

૨૦૦૦-૨૫૦૦ મીટરની ઉચાઈવાળા સ્થળોને છોડીને કોઈ પણ ક્ષેત્રો મેલેરિયા માટે સુરક્ષિત માનવામાં આવતાં નથી.ઓરિસા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છતીસગઢ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત & ઉત્તર-પૂર્વના રાજ્યો (સિક્કિમને બાદ કરતાં ) મેલેરિયાના જોખમવાળા રાજ્યો છે.

? મેલેરિયા માટે વધુ જાણવા માટે અહીં કલિક કરો

મેલેરિયાના આંકડા વિષે વધુ જાણવા માટે મુલાકાત લો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રોફાઈલ (એનએચપી) ભારત-૨૦૧૩

નેશનલ એન્ટી મેલેરિયા પ્રોગ્રામ વિષે વધ જાણવા માટે

? સંદર્ભો:

www.nvbdcp.gov.in
www.cbhidghs.nic.in
http://www.nhp.gov.in
http://www.nhp.gov.in
en.wikipedia.org
www.malariaconsortium.org
www.who.int

? માહિતી સૌજન્ય :-
ઇન્ટરનેટ

? લેખન, સંકલન :- – Vasim Landa ☺The-Dust Of-Heaven ✍

ટીપ્પણી