જો વિઝા નથી અને બજેટ ટાઈટ છે તો પણ તમે આ ૪ દેશોમાં શાનથી ફરી શકો છો

વગર વિઝા પણ ફરી શકો છો આ ૪ ખૂબ સુંદર દેશ, વેકેશન બની જશે શાનદાર

ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે અને સાથે જ હવે રજાઓ પણ શરૂ થવાની છે. હવે પરિવાર સાથે હોઇ કે મિત્રો સાથે ફરવાનો પ્લાન તો બનાવી જ રહ્યા હશો. આપણા દેશમાં ફરવા લાયક ઘણાબધા સ્થળ છે, પરંતુ અમુક લોકોનું સપનું હોઈ છે કે વિદેશ ફરી આવી. જોકે બજેટ અને વિઝા બન્નેનાં ચાલતા આ પ્લાન અવારનવાર જ કેન્સલ થઈ જાય છે. હવે તમને જણાવીએ કે તમારે તમારો કોઈ પ્લાન કેન્સલ કરવાની જરૂર નથી. તમને જણાવીએ છીએ કે એ વા ક્યા દેશ છે જેને તમે વગર વિઝા એ પણ ફરી શકો છો તે પણ ઓછા બજેટમાં.

નેપાલ ભારતનો પાડોશી દેશ છે નેપાલ જ્યાં જવા માટે તમારે વિઝાની જરૂર નથી. નેપાલમાં ફરવું સરળ છે અને અહી ફરવા પર વધુ ખર્ચ પણ નથી લાગતો. અહી દૂર દૂરથી કેટલા દેશોથી લોકો ફરવા આવે છે. ત્યાં સુધી કે ભારતથી ઘણા કપલ લગ્ન બાદ હનીમૂન માટે નેપાલ જતા હોય છે. અહીં ઘણાબધા મંદિર છે જ્યાં દર્શન કરવા તમને સારા લાગશે સાથે જ અહીં ખાનપાન પણ તમને ખૂબ પસંદ આવશે. નેપાલમાં તમે નાગરકોટ જઈ શકો છો જ્યાંથી તમે હિમાલયનાં પર્વતોની સુંદરતા નિહાળી શકશો. સાથે જ લુંબિની પણ ઘણી સુંદર જગ્યા છે અને તે ભગવાન ગૌતમ બુધ્ધનું જન્મ સ્થળ પણ માનવામાં આવે છે.

થાઈલેન્ડ જો તમને નાઈટ લાઈફ પસંદ છે અને આ વખતે વેકેશન પ્લાન મિત્રો સાથે બની રહ્યો છે તો થાઈલેન્ડ જવું તમારા માટે સૌથી સારું રહેશે. અહીં જવા માટે ભારતીયોને વિઝા ઓન અરાઈવલની સુવિધા છે. થાઈલેન્ડ શોપિંગ હબ માનવામાં આવે છે. આ દેશમાં સુંદર દ્વિપ, ગુફાઓ અને સાફ બ્લુ રંગનાં સમુદ્ર તટ પણ છે. થાઈલેન્ડમાં ફરવા માટે ખાઓ સોક નેશનલ પાર્ક જઈ શકાય છે જ્યાંનાં ઝીલ, તળાવ અને વન તમારું મન મોહી લેશે. સાથે જ બેંગકોક પણ તમને પોતાની તરફ આકર્ષિત કરી લેશે.

ફિઝી ફિઝી એ ક દ્વિપ દેશ છે અને સૌથી ખાસ વાત એ છે કે ફિઝીની સંસ્કૃતિ સ્વદેશી, ભારતીય, યૂરોપિય અને ચીની પરંપરાની મિશ્રણ છે. અહી પર ફરવા માટે પણ તમારે વિઝાની જરૂરત નથી. અહીનાં બીચ તમારા અને તમારા સાથીમાં રોમાન્સ વધારી દેશે. અહી મિત્રો સાથે ફરવું તમારા માટે વધુ સારો અનુભવ થશે. ફિઝી જાઓ તો સુવા મ્યુનિસિપલ માર્કેટ જવું ખૂબ જ સારું રહેશે કારણ કે આ ફિઝીની બેસ્ટ જગ્યાઓમાંથી એ ક છે.

ઈંડોનેશિયા મહાદ્રિપ પાસે સ્થિત બાલી વિશ્વનાં સૌથી ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એ ક છે. ઈંડોનેશિયા મહાદ્રિપ પાસે સ્થિત બાલી વિશ્વનાં પ્રસિધ્ધ પર્યટક સ્થળોમાંથી એ ક છે. ભારતીયો માટે હનીમૂન મનાવવા માટે પણ આ જગ્યા ખૂબ પ્રસિધ્ધ છે. અહીનાં સુંદર બીચ તમારું મન મોહી લેશે ત્યાં જ આધ્યાત્મ માટે પણ આ જગ્યા ખૂબ પસંદ કરવામાં આવે છે. અહી જાઓ તો પુરા લાહૌલ ઉલવાતૂ જવું એ કદમ બરાબર રહેશે. અહીનાં દ્રશ્યો તમારું મન મોહી લેશે. અહી પર સનસેટનો નજારો ખૂબ જ સુંદર રહેશે સાથે જ બાલી ભારતીયો માટે સૌથી સસ્તી જગ્યા માનવામાં આવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ