લગ્ન બાદ લગાતાર ચર્ચામાં રહેલ કપલ ફરી એકવાર વિરાટ અને અનુષ્કા સંતાનની બાબતે ચર્ચામાં આવ્યા છે. આ પહેલાં એક્ટ્રેસ લોકડાઉન દરમિયાન પ્રેગ્નેન્ટ થઈ હતી અને ઓગસ્ટ મહિનામાં તેમણે પ્રેગ્નેન્સીના ગુડ ન્યૂઝ ફેન્સ વચ્ચે શેર કર્યા હતા. ત્યારે હવે આ દંપતીના ઘરે દીકરીનો જન્મ થયો છે અને વિરાટ કોહલી અનુષ્કા શર્મા માતા પિતા બની ગયા છે.

કોહલીએ આ સમાચાર પણ મીડિયાના માધ્યમથી લોકો વચ્ચે શેર કર્યા હતા. ત્યારે હવે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર હોસ્પિટલ અને અનુષ્કાને લગતા છે. તો આવો વિગતે જાણીએ કે શું છે આ સમાચાર.

સૌ જાણે છે કે વિરાટ અને અનુષ્કાનું ફેન ફોલોઈંગ ખુબ તગડું છે. માટે અનુષ્કા અને વિરાટના ચાહકો તેમની દીકરીની એક ઝલક જોવા માટે આતુર થઇ રહ્યા છે અને હવે માહોલ એવો થઈ ગયો છે કે હોસ્પિટલની અંદર પણ નજીકના લોકોની ભીડ ઉમટી પડી હતી.

એક તો હાલમાં કોરોના ચાલી રહ્યો છે અને એવામાં આ રીતે ભીડ ભેગી કરવી એ દરેકના હેલ્થ સાથે ચેડા કરવા જેવી વાત થાય. માટે આ પરિસ્થિતિ જોઈને હોસ્પિટલની અંદર પણ લોકોને મળવા ઉપર હાલમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હોવાની વાત બહાર આવી છે.

જો વાત કરીએ મીડિયા રિપોર્ટ પ્રમાણે તો કોરોનાના કારણે હોસ્પિટલની અંદર અનુષ્કા શર્મા અને બેબી ગર્લને મળવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવી છે. વાત ત્યાં સુધી કે કોઈને પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ સાથે જ એવી માહિતી મળી રહી છે કે વિઝીટર દ્વારા મોકલવામાં આવી રહેલા ફૂલો અને ગિફ્ટને પણ મોકલવા ઉપર રોક લગાવવામાં આવી છે.

આ બધી વાતની ખબર ત્યારે પડી કે જ્યારે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં કહ્યું છે કે કોઈપણ નજીકના સંબંધી કે વિઝીટરને અનુષ્કા શર્મા અને બેબી ગર્લને મળવાની પરવાનગી નથી. બધી જ સાવધાનીઓ રાખવામાં આવી રહે છે.

હવે આ પોસ્ટ વાયરલ થઇ રહી છે અને લોકો દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે કે આવું ના થવું જોઈએ. ફેન્સએ પણ સમજવું જોઈએ કે કોરોના હોવાથી ભીડ ભેગી ના કરવી જોઈએ.

તો જો બીજી તરફ વાત કરીએ તો દીકરીના જન્મ બાદ અનુષ્કા અને વિરાટને લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ખુશખબર સામે આવ્યા બાદ ફેન્સ સતત જાણવા માગે છે કે તેણે પોતાની દીકરીનું નામ શું રાખ્યું છે. ત્યારે અનુષ્કા અને વિરાટના ફેન્સે પોતાની રીતે એક નામ અનવી રાખ્યું છે. આ અનુષ્કા અને વિરાટના નામમાંથી બનાવીને ફેન્સ પોતાની રીતે અટકળો લગાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે લોકોને ક્યારે દીકરીનો ચેહરો જોવા મળે છે અને તેનું નામ શું રાખવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,