‘#VirushkaDivorce’: વિરાટ અનુષ્કાના ડિવોર્સ? ટ્વિટર પર આ વાત થઈ રહી છે જોરદાર વાયરલ, જાણો શું છે હકીકત

‘#VirushkaDivorce’ ટ્વિટર પર વિરાટ અનુષ્કાના ડિવોર્સની વાતો થઈ વાયરલ – જાણો શું છે હકીકત

સોશિયલ મિડિયા ખબર ફેલાવવા માટે અને તેનાથી પણ ઝડપથી અફવાઓ ફેલાવવા માટે ભારે બદનામ છે. અવારનવાર તેના પર કોઈને કોઈ સેલેબ્રીટીના અફેર, લગ્ન, મરણ કે પછી ડીવોર્સની અફવાઓ ફેલાયા કરે છે. થોડા સમય પહેલાં લતા મંગેશકરના મરણની અફવા ફેલાઈ હતી તો વળી આજકાલ વિરુશ્કા એટલે કે આપણા માનિતા સેલેબ્રીટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ડિવોર્સની અફવા ફેલાયેલી છે.

image source

હાલ ટ્વિટર પર આ અફવા ટોપ ટ્રેન્ડ કરી રહી છે. #VirushkaDivorceની સાથે ટ્વીટ્સ અને મીમ્સ પણ ખૂબ શેર થઈ રહ્યા છે. હવે એ તો સ્પષ્ટ રીતે ખબર નથી પડી રહી કે આવો ટ્રેન્ડ શા માટે શરૂ થયો પણ તેનો સંબંધ એક જુના આર્ટિકલ સાથે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આર્ટિકલ ત્યારનો છે જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક બીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે આર્ટિકલ વિષે પણ કંઈ સ્પષ્ટતા જાણવા નથી મળ્યું. પણ તેને જોતાં જ યુઝર્સે તેના પર મીમ્સ બનાવવાના શરૂ કરી દીધા અને #VirushkaDivorce ટ્રેન્ડ શરૂ થઈ ગયો. જો કે અનુષ્કા અને વિરાટના ફેન્સ આ અફવાની વિરુદ્ધમાં ઉતર્યા હતા.

તેમણે લખ્યું હતું કે આ રીતની કોઈ પણ અફવા ફેલાવતા બચવું જોઈએ. એક યુઝરે મીમ બનાવીને લખ્યું કે, ‘કંઈ તો શરમ કરો, જનાબ કંઈક તો શરમ કરો.’ આ મીમમાં ફિલ્મ જોનીએલએલબી 2નો અક્ષય કુમાર દ્વારા બોલવામાં આવતા એક ડાયલોગની તસ્વીર બતાવવામાં આવી હતી.

કેટલાક યુઝર્સે તો આવી અફવાઓ ફેલાવવા માટે ટ્વીટ કરતા લોકોને હડફેટે લેતા કહ્યું કે, ‘સોશિયલ મિડિયા પર તેમની પાસે કોઈ કામ નથી અને હવે તેઓ બીજાના ઘર તોડવાનું કામ કરી રહ્યા છે.’ તમે અહીં આ મિમ્સને જોઈ શકો છો. જોકે આ સાવ જ નિરર્થક બાબતને વિરાટ કે અનુષ્કા તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

image source

તમને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયા અનુષ્કા અને વિરાટ ઘરે જ એકબીજાની સાથે ક્વોલીટી ટાઇમ સ્પેન્ટ કરી રહ્યા છે. અને તેમાંની મીઠી ક્ષણોની વિડિયો કે તસ્વીરો પણ તે બન્ને પોતાના ફેન્સ સાથે સોશિયલ મિડિયા અકાઉન્ટ પર અવારનવાર શેર કરતા રહે છે. આ બન્ને એકબીજાની ટાંગ પણ અવારનવાર ખેંચતા રહે છે.

image source

થોડા સમય પહેલાં અનુષ્કાએ એક વિડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી જેમાં વિરાટ કોહલી ડાયનોસોરની જેમ ચાલતો બતાવવામાં આવ્યો હતો. તો તે પહલાં વિરાટ અને અનુષ્કાને તેમના દિલ્લી ખાતેના ઘરે ક્રિકેટ રમતા પણ જોવામાં આવ્યા હતા.

image source

અનુષ્કા શર્માના કામની વાત કરીએ તો હાલ તે કઈ ફિલ્મમાં આવી રહી છે તેની કોઈ જ જાણકારી નથી પણ તેણી એક પ્રોડ્યુસર તરીકે સતત પ્રવૃત્તિશિલ છે અને તેણીએ તાજેતરમાં ‘પાતાલ લોક’નામની સિરિઝ પ્રોડ્યુસ કરી છે. જેને ઘણી લોકપ્રિયતા મળી છે. અને અનુષ્કા શર્માએ તેની સફળતા માટે પોતાના સાથીઓ સાથે ઓનલાઈન સેલિબ્રેશન પણ કર્યુ હતું.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ