વિરેન્દ્ર સહેવાગે કર્યુ આ મસ્ત કામ, લોકોએ ભરપેટ કર્યા વખાણ

વીરેન્દ્ર સહેવાગે કર્યું એવું કાર્ય કે જેને જોઇને હરભજન સિંહે પણ એમની તારીફ કરી

કોરોનાના સંકટ વચ્ચે અનેક મોટા લોકો કોઈકને કોઈક રીતે મદદ માટે આગળ આવી રહ્યા છે ત્યારે એમાં ક્રિકેટર, અભિનેતા અને રાજીનીતી કે ઉદ્યોગપતી જેવા કોઈ ભેદ રહ્યા નથી. દરેક જણ પોતાનાથી થતી સીધી સહાય પણ કરી રહ્યા છે.

image source

આવા સમયે ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ પણ આગળ આવ્યા છે. વર્તમાન સમયમાં કોરોનાના ડર વચ્ચે બીજી એક સૌથી મોટી સમસ્યા છે, મજૂરોનો વતન ફરવા માટે થતો સંઘર્ષ અથવા જ્યાં છે ત્યાં ટકી રહેવાનો સંઘર્ષ.

વીરેન્દ્ર સહેવાગ એક આક્રમક ઓપનર અને ક્રિકેટર છે, એ તો લગભગ આપણે બધાય જાણીએ છીએ. પણ દરેક મોટા માણસની જેમ એમનું પોતાનું પણ એક ફાઉન્ડેશન છે, જેના દ્વારા તેઓ સમાજ અને દેશ હિત માટેના કર્યો પણ કરે છે. આ ફાઉન્ડેશન દ્વારા વીરેન્દ્ર સહેવાગ અત્યારે પ્રવાસી મજુરોને ઘરનું ખાવા પહોચાડવામાં સહાય કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Virender Sehwag (@virendersehwag) on

કોરોનાના કારણે હાલમાં સૌથી વધારે અસર પ્રવાસી મજુરોને થઇ રહી છે. તેઓ પોતાના વતન ફરવા અથવા જ્યાં છે ત્યાં ટકી રહેવા માટે અનેક પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઇ રહ્યા છે. કોરોના અને લોકડાઉનના આ સમયગાળામાં ભારતીય આક્રમક ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ આ મુશ્કેલ સમયમાં પ્રવાસી મજુરોને ઘરનું ખાવા પહોચાડી રહ્યા છે.

image source

સોશિયલ મીડિયા પર વીરેન્દ્ર સહેવાગના પોતાના જ ફાઉન્ડેશન ‘વીરેન્દ્ર સહેવાગ ફાઉન્ડેશન’ દ્વારા શરુ કરાયેલા આ કાર્યની ખુબ જ પ્રસંશા કરવામાં આવી રહી છે. સહેવાગે સોશીયલ મીડિયામાં પોતાની તેમજ પરિવારની એક ફોટો પોસ્ટ શેર કરી હતી, જેમાં એ લોકો જરૂરિયાતમંદ લોકો માટે ખાવાનું પેક કરતા જોવા મળ્યા હતા. જો કે આ સાથે જ એમણે લોકો સુધી પહોચતા પેકેટસની તસ્વીરો પણ શેર કરી હતી.

આ સાથે જ દરેકની જેમ વીરેન્દ્ર સહેવાગે પણ પોતાની આ સહાયની જેમ અન્યોને પણ આગળ આવવા માટે અપીલ કરી હતી. સહેવાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી પોતાની આ પોસ્ટમાં લખ્યું હતું કે ‘ઘરમાં બેસીને જાતે જ પોતાના હાથે જમવાનું તૈયાર કરીને આ જ જમાવનું પેક કરી મુશ્કેલીના આ સમયમાં જરૂરિયાત વાળા પ્રવાસી મજુરો સુધી પહોચાડવામાં જે સંતોષ મળે છે, એની તુલના ઘણી ઓછી વસ્તુઓ સાથે કરી શકાય છે.’ સેવા કાર્ય પછીનો આનંદ અલગ જ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Virender Sehwag (@virendersehwag) on

વધુમાં એમણે અપીલ કરતા કહ્યું હતું કે ‘જો તમે પણ પોતાના ઘરે રહીને ૧૦૦ લોકોની સહાય કરવા ઈચ્છતા હોવ તો સહવાગ ફાઉન્ડેશનને મેસેજ કરો.’ આ મેસેજ ટ્વીટર દ્વારા અહી મોકલી શકાય છે. @sehwagfoundatn

image source

જો કે ભારતના પૂર્વ સલામી ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગના આ કાર્યની હરભજન સિંહે પણ તારીફ કરતા ‘શાબાશ લાલા’ લખીને શુભેચ્છાઓ આપી હતી.

Source: India.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ