વિરેન્દ્ર સહેવાગ કયા બોલરની સામે બેટિંગ કરતા ગભરાતો હતો? અને કયો બોલર વિરેન્દ્ર સહેવાગથી સૌથી વધારે ડરતો હતો?

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને ધુંવાધાર ઓપનર વિરેન્દ્ર સહેવાગે એક વીડિઓ ચેટ દરમિયાન કહ્યું, ‘જો એવો કોઈ બોલર હોય જેની સામે બેટિંગ કરતા મને મારા સમગ્ર કરિયર દરમિયાન ડર લાગ્યો હોય, તો તે છે શોએબ અખ્તર. તેની બોલિંગ અનિશ્ચિતતાથી ભરપુર રહેતી હતી. કયો બોલ એ બાઉન્સર નાખશે કે કયો યોર્કર એ કહી જ ન શકાય. એ બીક તો હતી જ, પણ એમની બોલિંગમાં જ છક્કા મારવાની મને બહુ મજા આવતી હતી.’
આજ વાતો દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન અને ઓલ રાઉન્ડર શાહિદ આફ્રીદી જે બોલિંગ અને બેટિંગ બંનેમાં ગમે તેવા પ્લેયરને માત આપી શકે છે તેમણે કહ્યું, ‘આમ તો મને કોઈ પણ બેટ્સમેન સામે બોલિંગ કરતા ડર નથી લાગતો, પણ સહેવાગ સામે બોલિંગ કરવી નથી ગમતી.’

આવાતો દરમિયાન સહેવાગે એવું પણ કહ્યું કે ૨૦૦૭ની વર્લ્ડ T-20 ટુર્નામેન્ટ અને ૨૦૧૧નો વર્લ્ડ કપની યાદો તેમના જીવનની બેસ્ટ મુમેન્ટ હતી. જયારે આફ્રીદીએ ૨૦૦૯નો વર્લ્ડ T-20 કપને એ મુમેન્ટમાં સ્થાન આપ્યું.

એ વિશે આગળ ઉમેરતાં સહેવાગે કહ્યું, ‘એ બંને ટુર્નામેન્ટ દરમિયાન ભારતમાં યુવા ખિલાડીઓ વધારે હતા જેકારણે કોઈએ પણ ધાર્યું નહોતું કે ભારત એ વર્લ્ડ કપ જીતી શકશે. આ ઉપરાંત, ભારત એક માત્ર એવી યજમાન ટીમ બની જે પોતાના દેશમાં યોજાયેલા વર્લ્ડ કપ ટુર્નામેન્ટની વિજેતા બની.’
એ ચેટ દરમિયાન આફ્રીદીએ પણ કહ્યું, ‘૨૦૦૯નો વર્લ્ડ T-20 ચેમ્પિયનનો ખિતાબ દરેક યુવા પાકિસ્તાની ખિલાડી માટે તેમજ દરેક પાકિસ્તાની ફેન માટે મહત્વનો હતો.’

મેદાન ઉપર ભલે ગમે એટલી બોલાબોલી કરી હોય, પરંતુ મેદાનની બહાર દરેક ટીમના ખિલાડીઓ એક ભાઈબંધ જ રહે છે. તેઓની વાતો સાંભળવાની મજા જ કંઈક અલગ છે. શું કહેવું?

લેખન.સંકલન : યશ મોદી