જલ્સા કરોને જેંતીલાલ

વિરાટને આપવામાં આવેલા સમ્માનથી ભાવુક થઈ અનુષ્કા ! પતિને કીસ કરી આપ્યું આશ્વાસન..

તાજેતરમાં એક ઇવેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે હાજરી આપી હતી જેમાં વિરાટ કોહલી પત્ની સાથે હાજર રહ્યો હતો. દિલ્લીમાં આવેલા ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને ભારતના પીઢ નેતા સ્વ શ્રી અરુણ જેટલીનું નામ આપવામા આવ્યું છે. જેની પાછળ એક કારણ એ છે કે તેમણે 1999થી 2013 સુધી ડીડીસીએના પ્રેસિડેન્ટનુ પદ સંભાળ્યું હતું. અને આ પ્રસંગે ભારતીય ટીમના કેપ્ટન અને ટીમના ઘણાબધા ક્રીકેટર્સે હાજરી આપી હતી.

આ પ્રસંગે વિરાટને એક સમ્માન આપવામાં આવ્યું છે. અરુણ જેટલી સ્ટેડિયમમાંના એક સ્ટેન્ડને વિરાટ કોહલીનું નામ આપવામાં આવ્યું છે અને તેનું વર્ચ્યુઅલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. અને આ પ્રસંગે ડીડીસીએના પ્રેસિડેન્ટ રજત શર્માએ અરુણ જેટલી અને વિરાટ કોહલી સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો હતો.

તેમણે તે પ્રસંગ વિષે જણાવતા કહ્યું હતું કે વિરાટના પિતા જ્યારે સ્વર્ગસ્થ થયા હતા ત્યારે અરુણ જેટલી દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં કોહલીનું ઘર શોધતાં પહોંચી ગયા હતા. તે વખતે વિરાટ અંડર-19ની ટીમમાં હતો અને તેની મેચ હતી. તેણે પિતાનું મૃત્યુ થવાં છતાં મેચ રમવાનું ચાલું રાખ્યું અને તેમાં તેણે ઉત્તમ દેખાવ કર્યો હતો. તે વખતે અરુણ જેટલીએ વિરાટનું ભવિષ્ય ભાંખ્યું હતું અને જણાવ્યું હતું કે વિરાટ એક દિવસ ખુબ જ આગળ વધશે.

આ પ્રસંગ સાંભળતાં જ અનુષ્કાની આંખમાં ઝળઝળિયા આવી ગયા અને તેણે પતિના હાથને ચુમિ લીધો. વિરાટ પણ સ્વર્ગસ્થ પિતાનો ઉલ્લેખ થતાં ભાવુક થઈ ગયો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નામે સ્ટેડિયમનું નામ પણ બદલવામાં આવ્યું હતું જેમાં અરુણ જેટલીના પરિવારજનો, ગૃહ મંત્રી અમિત શાહ અને કિરણ રિજિજૂ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પુર્વ સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સીંઘ રાઠોર, દિલ્લીના બીજેપી ચીફ મનોજ તિવારી અને ભૂતપુર્વ ભારતીય ક્રીકેટ કેપ્ટન કપિલ દેવ પણ હાજર રહ્યા હતા.

ડીડીસીએ પ્રેસિડેન્ટ રજત શર્માએ આ બાબતે જણાવ્યું હતું , “જ્યારે મેં વિરાટ કોહલીને સમ્માન આપવા માટે તેના નામનું સ્ટેન્ડ જાહેર કરવાનું નક્કી કર્યું ત્યારે તે વિષે સૌપ્રથમ મેં અરુણ જેટલીને જણાવ્યું હતું. તેમણે મને કહ્યું હતું કે આ એક સરસ નિર્ણય છે, વિશ્વ ક્રીકેટમાં વિરાટ કરતાં સારો બીજો કોઈ પ્લેયર નથી.”

પોતાને મળેલા સમ્માન બદલ વિરાટ કોહલીએ ડીડીસીએ, તેના ટીમના સભ્યો અને તેના બાળપણના કોચનો આભાર માન્યો હતો. તેમજ તે આજે જે જગ્યાએ છે તે બદલ પોતાના કુટુંબનો પણ આભાર માન્યો હતો.

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અવ્વલ દરજાના વિકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોનીને પણ આ અગાઉ સ્ટેડિયમમાં તેમના નામના સ્ટેન્ડની જાહેરાત કરીને સમ્માનિત કરવામાં આવ્યા છે.

અનુષ્કા અને વિરાટ એટલે કે વિરુષ્કાની જોડી અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાની રોમેંટિક તેમજ મસ્તિ ભરી તસ્વીરો ફેન્સ સાથે શેયર કરતાં હોય છે પણ આ વિડિયોએ લોકોના દીલ જીતી લીધા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
- તમારો જેંતીલાલ

Exit mobile version