વિરાટે આ તસવીર શેર કરતા જ સોશિયલ મીડિયામાં થવા લાગી આવી જોરદાર વાતો, હવે બસ….

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગનો અંદાજ આપ એ વાત પરથી લગાવી શકાય છે કે, સોશિયલ મીડિયા પર થોડાક જ કલાકોમાં વિરાટ કોહલીના દરેક ફોટોને લાખો લાઈક્સ સરળતાથી મળી જાય છે. વિરાટ કોહલીના આ ફોટો પર પણ આવા જ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી છે.

image source

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી દ્વારા જીમમાં (Gym Photo) વર્કઆઉટ કરવા દરમિયાન લીધેલ ફોટોને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેમાં વિરાટ કોહલી પોતાના બંને હાથથી વિકટ્રી ‘V’ તરફ સંકેત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વિરાટ કોહલીના ફેંસ વિરાટ કોહલીના આ ફોટોને તેમના બાળક સાથે જોડવા લાગ્યા છે અને એવી કમેન્ટ કરી રહ્યા છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે પારણું બંધાવાનું છે. વિરાટ કોહલીનો આ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ વિરાટ કોહલીના ફેંસ પણ ઘણી મજેદાર કમેન્ટ કરવામાં લાગી ગયા છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના આ પોઝને જોઈને વિરાટના એક ફેંસએ કમેન્ટમાં કહ્યું છે કે, ૪ દિવસમાં જુનીયર વિરાટની એન્ટ્રી થશે. ત્યાં જ અન્ય એક ફેંસ કમેન્ટ કરતા કહે છે કે, વિરાટ કોહલીનું બાળક ૪ કિલોગ્રામ વજનનું હશે. આ સાથે જ આવી ઘણી બધી મજેદાર અને ફની કમેન્ટ્સ વિરાટ કોહલીના આ ફોટો પોસ્ટ કર્યા પછી વિરાટના ફેંસ કરી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ હાલમાં ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા પછી ભારત પાછા ફર્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ મહિનામાં માતા- પિતા બનવા જઈ રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારના રોજ જીમની ફોટો (Gym Photo) સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. ત્યારે હવે ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ફેંસ ખુબ જ આતુરતાથી ગુડ ન્યુઝ માટે રાહ જોઈ રહ્યા છે.

image source

કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ વિકટ્રી સાઈન ધરાવતી ફોટોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે અને તેની સાથે જ કેપ્શનમાં પણ વિકટ્રી સાઈન સાથેનું ઈમોજી પણ શેર કર્યું છે. જેની પર કેપ્ટન વિરાટ કોહલીના ફેંસ પોતપોતાનું દિમાગ લગાવતા અવનવા, મજેદાર અને ફની કમેન્ટ્સ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!